________________
| ૪૨
શ્રી દશવૈકાલિક સૂત્ર
પાણી પીવું અથવા તેના વાસણનો ઉપયોગ કરવો અનાચાર છે. કારણ કે ગૃહસ્થના વાસણમાં ભોજન કર્યા પહેલા કે પછી તે વાસણને સાફ કરે, સચિત્ત પાણીથી ધુએ, તેમાં જળનો આરંભ થાય, તે પાણી જ્યાં ત્યાં ઢોળાય તેથી અજયણા થાય અને જીવ હિંસા થાય. માટે ગૃહસ્થના પાત્રમાં ભોજન-પાન કરનારને આચાર ભ્રષ્ટ કહ્યા છે. તે ઉપરાંત ગૃહસ્થના વાસણ ધાતુના હોય અથવા મૂલ્યવાન હોય, તે ખોવાઈ જવાની, ચોરી થઈ જવાની સંભાવના છે. કદાચ ખોવાઈ જાય તો તેની ક્ષતિપૂર્તિ કરવી સાધુને માટે મુશ્કેલ છે.
(૧૨) રાજપિંડ - રાજા માટે બનાવેલા આહારને, રાજકીય ભોજનને અથવા રાજાના ઘરના આહારને રાજપિંડ કહેવામાં આવે છે. રાજાનો આહાર ગરિષ્ઠ અને બલવર્ધક તેમજ કામવર્ધક હોય છે. આવો આહાર સંયમી સાધકના સંયમમાં હાનિ પહોંચાડે છે.
રાજઘરનું સરસ ભોજન ખાતા રહેવાથી રસલોલુપતા વધે, રસલોલુપતાના કારણે અનેષણીય આહાર ગ્રહણ કરવા રૂપ દોષની સંભાવનાથી રાજકીય આહાર ગ્રહણ કરવો અનાચાર્ણ છે. તે ઉપરાંત રાજાના ઘેરથી આહાર ગ્રહણ કરવામાં આકીર્ણ દોષની સંભાવના છે. રાજમહેલમાં પ્રધાનો, સેનાપતિઓ વગેરેનું સતત આવાગમન થતું રહે છે. તે ભીડમાં સાધુને ઠોકર લાગે, પાત્રાદિ તૂટી જાય, વગેરે દોષ તથા એષણા સમિતિનું પાલન બરાબર ન થાય, આ રીતે રાજપિંડ અનેક દોષોનું કારણ હોવાથી વર્યુ છે. (૧૩) વિનિચ્છ ય:- કિમિચ્છક. કોઈ ગૃહસ્થ સાધુને પૂછે કે તમારે શું જોઈએ છે? તે રીતે પૂછીને બનાવેલો આહાર અથવા દાનશાળાદિમાં સાધુને પૂછીને અપાતો આહાર કિમિચ્છકપિંડ કહેવાય છે. કારણ કે પૂછીને બનાવેલા આહારમાં એષણાસમિતિનું પાલન થતું નથી. તેથી તે ત્યાજ્ય છે. (૧૪) સંવાદ – સંબોધન-સંવાહન. સંબોધનનો અર્થ મર્દન કરવું. શરીર દાબવું અથવા દબાવવું તે બન્ને ક્રિયા રાગ વર્ધક છે. તેના ચાર પ્રકાર છે- અસ્થિ, માંસ, ત્વચા અને રોમ, આ ચારેયને સુખપ્રદ તેલાદિ દ્રવ્યોનું મર્દન કરવું. (૧૫) વંતપોયણઃ - દંત પ્રધાન. નિગ્રંથ શ્રમણચર્યાનો એક વિશિષ્ટ ગુણ છે– અદંતધાવન. દંતધાવન ગૃહસ્થ પ્રવૃત્તિ છે તેથી જૈન શ્રમણ માટે તેનો નિષેધ છે. [વિશિષ્ટ વિવરણ માટે જુઓ–પરિશિષ્ટ) (૧) સપુચ્છા :-સમૃચ્છના-પૂછવું. ગૃહસ્થને સંયમી જીવનમાં અયોગ્ય એવા પ્રશ્નો પૂછવા. તેના પાંચ અર્થ આ પ્રમાણે છે– (ક) ગૃહસ્થને પોતાના અંગોપાંગોની સુંદરતા વિષયક પ્રશ્ન પૂછવા, (ખ) ગૃહસ્થને સાવધ-આરંભ સંબંધી પ્રશ્ન પૂછવા અથવા ગૃહસ્થોના શરીર કે ગૃહ સંબંધી ક્ષેમકુશળ પૂછી તેની વાતોમાં રસ લેવો, (ગ) તબિયત કેમ છે, આ રીતે પ્રશ્ન પૂછવા, (ઘ) અમુકે આ કાર્ય કર્યું કે નહીં? એમ બીજી વ્યક્તિ દ્વારા પૂછાવવું, (૨) શરીર ઉપર પડેલી રજને ગૃહસ્થ પાસે લૂછાવવી અથવા લૂંછવી, આ સર્વ કાર્ય સાવધના પોષક અને ગૃહી પરિચર્યારૂપ હોવાથી અનાચાર દોષરૂપ છે. (૧૭) જેહપોયT:- દેહપ્રલોકન. દર્પણ, પાત્ર, પાણી, તેલ, મધ, મણિ, ખગ આદિમાં પોતાના દેહનું અવલોકન કરવું. નિશીથ સૂત્રમાં દેહ પ્રલોકન કરનારને પ્રાયશ્ચિત બતાવ્યું છે.