________________
૨૮]
શ્રી દશવૈકાલિક સૂત્ર
અનુરાગ અથવા મોહ. તાત્પર્ય એ જ છે કે અનિષ્ટ વિષયો પ્રતિ દ્વેષનું છેદન કર અને ઇષ્ટ વિષયો પ્રતિ રાગને દૂર કર. રાગ અને દ્વેષ એ બન્ને કર્મબંધનનું બીયારણ છે અર્થાત્ મૂળ કારણ છે. તેથી તેનો ત્યાગ કરવો. છાને નહિ નિયંg - કામનું અતિક્રમણ કર, તો દુઃખનું અતિક્રમણ થશે. કામ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. જે કામને વશ થાય છે, તે દુઃખને પામે છે અને જે કામભોગનું અતિક્રમણ કરે છે, અર્થાત્ કામભોગનો ત્યાગ કરે છે, તે અવશ્ય દુઃખને દૂર કરે છે અને સુખને પ્રાપ્ત કરે છે. સપ૨ા :- આ શબ્દના ચાર અર્થ થાય છે – (૧) સંસાર (૨) પરલોક (૩) ઉત્તરકાલ ભવિષ્ય (૪) સંગ્રામ. આ ચારે અર્થ અનુસાર આ વાક્યનો અર્થ અને આશય ક્રમશઃ આ પ્રમાણે થાય છે– (૧) સંસારમાં સુખી થઈશ. સંસાર દુઃખોથી પરિપૂર્ણ છે પરંતુ જો તું કામ નિવારણ કરીને અને દુઃખો પર વિજય પ્રાપ્ત કરીને, ચિત્ત સમાધિ પ્રાપ્ત કરવાના પૂર્વોક્ત ઉપાયોનું સેવન કરતો રહીશ તો મોક્ષ પામતા પહેલાં સંસારમાં પણ સુખી રહીશ. (૨–૩) પરલોકમાં અથવા ભવિષ્યમાં સુખી થઈશ અર્થાત્ જ્યાં સુધી મોક્ષ મળે નહીં, ત્યાં સુધી પ્રાણીને વિભિન્ન ગતિઓ અને યોનિઓમાં જન્મમરણ કરવા પડે છે પરંતુ કામવિજયી સાધક આ જન્મમાં અને જન્માંતરોમાં દેવગતિ તથા મનુષ્યગતિ પામી સુખી રહે છે (૪) સંગ્રામમાં સુખી થઈશ. ઇનિષ્ટ અથવા સુખ-દુઃખના સંયોગે સમભાવમાં રહેનાર સ્થિતપ્રજ્ઞ સાધક પરીષહ-ઉપસર્ગરૂપ સંગ્રામમાં પ્રસન્ન રહે છે. સંચમમાં સ્થિર થવાનો સદષ્ટાંત ઉપદેશ - __पक्खंदे जलियं जोइं, धूमकेउं दुरासयं ।
णेच्छंति वंतयं भोत्तुं, कुले जाया अगंधणे ॥ છાયાનુવાદઃ પ્રતિ વનંતિ ક્યોતિષ, ધૂમતું સુરમ્
नेच्छन्ति वान्तं भोक्तुं, कुले जाता अगन्धने ॥ શબ્દાર્થ - વિશે = અગંધન નામના ગુરુને = કુલમાં નાથા = ઉત્પન્ન થયેલા સર્પ કુરાસ અસહ્ય, જેનો સંયોગ સહન કરવો દુષ્કર ગતિયં = જ્વલિત, બળતી ગોઠું = જ્યોતિ, જાજ્વલ્યમાન
૩ = અગ્નિમાં, ધૂમાડા પ્રધાન અગ્નિમાં પર = પડે છે વંતયં વમન કરેલ વિષને મોડું = ભોગવવાને માટે છતિ = ઇચ્છતા નથી. ભાવાર્થ:- અગંધન કુલમાં ઉત્પન્ન થયેલા સર્પો, જેની પાસે જવું પણ કઠિન છે એવી અસહ્ય, ધૂમાડાવાળી જાજ્વલ્યમાન પ્રચંડ અગ્નિમાં બળીને મરવાનું પસંદ કરે છે પરંતુ વમન કરેલા વિષને પીવાની ઈચ્છા કરતા નથી.
धिरत्थु तेऽजसोकामी, जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेडं, सेयं ते मरणं भवे ॥
૭.