________________
અધ્ય.—૨: શ્રાકશ્યપૂર્વક
[ ૨૭]
સ્ત્રીને હું કામ દષ્ટિથી જોતો હતો, જેને હું ઝંખતો હતો તે બીજા સાથે ચાલી ગઈ; ખરેખર તે મારી નથી, હું તેમનો નથી. આ મંત્ર મને શીખવવામાં આવ્યો હતો, તે બરાબર છે. કોઈ ઉપર મોહ કરવો તે વ્યર્થ છે. આ પ્રમાણે પરમ સંવેગ ભાવ જાગૃત થયો અને તે પુનઃ સંયમમાં સ્થિર થઈ ગયા. ફક્વેર તા વિપુષ્પ રા - કદાચિત્ સ્ત્રી અથવા કોઈ પર વસ્તુ પ્રત્યે મોહોદયવશ કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ, આ ત્રણમાંથી કોઈપણ પ્રકારનો રાગ જાગૃત થઈ જાય તો મુનિ પૂર્વોક્ત પ્રકારે અને આ પ્રકારે અશુચિ ભાવનારૂપ અનુપ્રેક્ષા કરે–
આ શરીરમાં અનુરાગ ન કર, આ શરીર રજ–વીર્યથી ઉત્પન્ન થયું છે, તેના નવ દ્વારો વાટે મળ મૂત્રાદિ ધૃણિત પદાર્થો નીકળ્યા કરે છે. આ શરીર કોમળ અને મનોહર કપડાંથી બાંધેલી મળમૂત્રની ગાંસડી સમ છે; આમ વિચારી સ્ત્રી આદિની મમતાથી અને રાગથી વિરક્ત થા.
આ રીતે મોહનો ત્યાગ કરી, આત્માના સ્વરૂપને જાણી, ચારિત્રનો અભ્યાસકરી, પોતાને પિછાણી અને મોક્ષ સુખને માટે પુરુષાર્થ કરી, સંયમી પુરુષ બહાર નીકળી ગયેલા મનને ચિંતનમંત્રથી પુનઃ સંયમમાં પ્રતિષ્ઠિત કરે.
સ્થાનાંગ સૂત્રમાં મદનકામની અર્થાત્ મૈથુનસંજ્ઞાની ઉત્પત્તિના ચાર કારણો બતાવ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) માંસ-રુધિરની વૃદ્ધિથી (૨) મોહનીય કર્મના ઉદયથી (૩) કામ-વિષયની વાતો સાંભળીને તેવી બુદ્ધિ ઉત્પન્ન થવાથી (૪) કામમાં ઉપયોગ જોડવાથી અર્થાતુ વારંવાર ચિંતન-મનન, સ્મરણાદિથી મૈથુન સંજ્ઞાની ઉત્પત્તિ થાય છે. તેનાથી રક્ષણ પ્રાપ્ત કરવા સૂત્રોક્ત ચાર ઉપાય આ પ્રમાણે છે.
(૧)આયાવાડી – આતાપના લેવી. કાયબળનો નિગ્રહ કરવાનો પ્રથમ ઉપાય છે આતાપના. સંયમભાવથી ચલિત થયેલા મનનો નિગ્રહ હૃષ્ટ–પુષ્ટ થયેલાં શરીરથી થઈ શકતો નથી. માટે સર્વપ્રથમ કાયબળનો નિગ્રહ કરવો અર્થાત્ લોહી, માંસ ઘટાડવા. આતાપનાના બે અર્થ છે– (૧) શરીરને સૂર્યના તાપમાં તપાવવું અને ઠંડીથી રક્ષણ ન કરવું અર્થાત્ તીવ્ર તાપ અને તીવ્ર ઠંડી સહન કરીને શરીરનો અને કામભોગેચ્છાનો નિગ્રહ કરવો. (૨) અનસન, ઊણોદરી આદિ તપ દ્વારા શરીરને તપાવવું. તેથી કાયબળનો નિગ્રહ થાય છે અને કામ વિજય પણ થાય છે.
(૨) વય સૌરામાં - કાયબળનો નિગ્રહ કરવાનો બીજો ઉપાય છે સુકુમારતાનો ત્યાગ. એશારામી, સુખશીલ, સુવિધાભોગી, આળસુ, અત્યંત શયનશીલ અને કામચોર હોય તેવી સુકુમાર વ્યક્તિને કામ સતાવે છે, વિષય ભોગેચ્છા પીડિત કરે છે, તે સ્ત્રીઓના કામી બની જાય છે. સુકમારતાના ત્યાગથી કાયબળનો નિગ્રહ થાય અને વાસના શાંત થાય છે. (૩-૪) fછવાદિ વોરં, વિખm i-દ્વેષનો ત્યાગ કરવો અને રાગ ઘટાડવો. ‘ષના અહીં બે લક્ષણ અભિપ્રેત છે. (૧) સંયમ પ્રતિ અરતિ, ઘણા, અરુચિ, (૨) અનિષ્ટ વિષયો પ્રતિ ઘણા. આ પ્રમાણે રાગના પણ અહીં બે લક્ષણ અભિપ્રેત છે. (૧) અસંયમમાં રતિ, (૨) ઇષ્ટ વિષયોમાં પ્રીતિ, આસક્તિ,