________________
૨૬ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
સુખી થઈશ."
વિવેચન :
પ્રસ્તુત બે ગાથામાં ઈન્દ્રિય અને મન પર વિજય પ્રાપ્ત કરવા તથા ભાવ સમાધિમાં સ્થિત થવા અનેક ઉપાયોનું દર્શન કરાવ્યું છે યથા– (૧) અન્યત્વ ભાવનાનું ચિંતન (૨) આતાપના (૩) સુકુમારતાનો ત્યાગ (૪) ઈચ્છાઓ ઉપર નિયંત્રણ (૫) દ્વેષનો ઉચ્છેદ (૬) રાગનું અપનયન-રાગ ઘટાડવો. મળો બિસ્તર હિન્દી - સર્વ સંગનો પરિત્યાગ કરીને, સંયમમાર્ગમાં સાવધાનીપૂર્વક વિચરતા, પ્રશસ્ત ધ્યાનમાં વર્તવા છતાં મોહનીયકર્મના ઉદયે સાધકનું ચિત્ત ક્યારેક ચંચળ બની જાય છે. કારણ કે વાસનાનું બીજ અત્યંત સૂક્ષ્મ છે; ઘણીવાર તે નિર્મૂળ થયેલું લાગે પરંતુ સહજ નિમિત્ત મળતાં તે પુનઃ અંકુરિત થઈ જાય છે અને મન સંયમભાવથી બહાર ચાલ્યુ જાય છે. તે સમયનું કર્તવ્ય બતાવતા વ્યાખ્યાકારે એક દષ્ટાંત આપ્યું છે. યથા
એક દાસી પાણીનો ભરેલો ઘડો લઈને ઉપસ્થાન શાળાની નજીકથી નીકળી. ત્યાં રમી રહેલા એક રાજપુત્રે કાંકરો ફેંકીને પેલી દાસીના ઘડામાં કાણું પાડી દીધું. દાસીએ તુરંત ભીની માટી લઈને કાણું બૂરી દીધું અને ઘડાના જલનું રક્ષણ કર્યું. આ જ પ્રમાણે સાધક હૃદયરૂપ ઘટમાં ચારિત્ર રૂપ જળ ભરી વિચરતા હોય ત્યારે મનરૂપી રાજપુત્ર અશુભ ભાવરૂપ કાંકરો ફેંકીને, હૃદયઘટમાં કાણું પાડવા માંડે કે તુરંત સાધકે તે કાણાને પ્રશસ્ત (ભાવ) પરિણામરૂપ માટી દ્વારા બૂરી દઈને ચારિત્રજલનું રક્ષણ કરવું જોઈએ. અન્યત્વભાવના - સાધક મન સાથે વાર્તાલાપ કરે કે ન સા માં વિ અહં જ તીરે- જેની હું અભિલાષા કરું છું તે સ્ત્રી મારી નથી, હું તેણીનો નથી. શાસ્ત્રકારે આ વાક્યમાં પ્રશસ્ત પરિણામરૂપે ભેદ વિજ્ઞાન માટેનું ચિંતન પ્રસ્તુત કર્યું છે. વ્યાપક અર્થમાં સ્ત્રી તેમજ આત્માથી ભિન્ન કોઈ પણ પર વસ્તુમાત્ર મારી નથી, હું પણ તેમનો નથી; તેમ જાણી અન્યત્વ ભાવનાથી રાગભાવને છોડી ચિત્તને આત્મભાવમાં સ્થિર કરે. આ વિષયને સમજાવવા માટે ચૂર્ણિમાં એક ઉદાહરણ આપ્યું છે. યથા
એક વણિકપત્રે, પોતાની પત્નીથી વિરક્ત થઈને દીક્ષા ગ્રહણ કરી અને રટણ કરવા લાગ્યો, "તે મારી નથી. હું તેણીનો નથી." આ રટણ કરતાં કરતાં એક દિવસ ભૂતકાળમાં ભોગવેલા સ્ત્રી સાથેનાં ભોગનું સ્મરણ, ચિંતન ચાલ્યું કે- "તે મારી છે, હું તેનો છું, તે મારામાં અનુરક્ત છે, તો પણ મેં તેનો ત્યાગ વ્યર્થ કર્યો," આ પ્રમાણે વિચારીને તે પોતાની ભૂતપુર્વ પત્ની જ્યાં હતી તે ગામમાં વિહાર કરી પહોંચી ગયો. તેની સ્ત્રી તેમને ઓળખી ગઈ. પરંતુ તે સાધક તેણીને ઓળખી ન શક્યો. તેથી જ તેમણે તેણીને પૂછ્યું કે અમુકની પત્ની જીવે છે કે મરી ગઈ. તેના મનમાં એવો ભાવ હતો કે જો જીવતી હશે તો દીક્ષા છોડી દઈશ. સાધકની પૂછવાની રીતથી ચતુર સ્ત્રીએ અનુમાન કર્યું કે જો હું જીવિત છું એમ કહીશ અને મોહવશ દીક્ષા છોડી દેશે તો બન્નેનો સંસાર વધી જશે. તેથી તેણીએ કહ્યું કે તે સ્ત્રી તો બીજાની સાથે ચાલી ગઈ. આ વાત સાંભળી સાધકની મોહદશા છૂટી ગઈ, ચિંતનધારા બદલાઈ ગઈ. તે વિચારવા લાગ્યો કે જે