________________
અધ્ય.—૨: શ્રાકશ્યપૂર્વક
[ ૧૮ ]
'બીજું અધ્યયના
શ્રામણ્યપૂર્વક
શ્રમણધર્મની પૂર્વભૂમિકા : કામરાગ ત્યાગ :
कहं णु कुज्जा सामण्णं, जो कामे ण णिवारए ।
पए पए विसीयंतो, संकप्पस्स वसं गओ ॥ છાયાનુવાદ: થે નુત્ શ્રીમળ્યું, યઃ માત્ર નિવાજૂ I
पदे पदे विषीदन्, संकल्पस्य वशं गतः ॥ શબ્દાર્થ – ગો જે સાધક પુરુષ ને = કામભોગને શિવાર = ત્યાગતો નથી પણ પણ = પગલે પગલે વિસીયતો વિષાદ પામતો, ખેદ પામતો સંપૂર્ણ સંકલ્પોને વિકલ્પોને, અસ્થિરતાને વસ નો વશ થયેલો પુત્ર કેવી રીતે સામખે= શ્રમણભાવનું, સાધુપણાનું નાનું પાલન કરશે? ભાવાર્થ - જે સાધક પુરુષ કામભોગનું નિવારણ કરતો નથી, તે પગલે પગલે સંકલ્પ-વિકલ્પોને વશ બની વિષાદ-ખેદને પ્રાપ્ત થાય છે. ખેદિત થયેલો તે આત્મા સંયમભાવનું પાલન કેવી રીતે કરશે?
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અધ્યયનનો મુખ્ય વિષય શ્રમણત્વની પૂર્વભૂમિકા–કામત્યાગ અને તેની મહત્તાને સમજાવી છે.
કામના કે વાસના અનર્થનું મૂળ છે. તેનો વેગ વિકલ્પોની વૃદ્ધિ કરે, ચિત્તને ચંચળ બનાવે અને વૃત્તિને બહિર્મુખી બનાવે છે. કામભોગની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ આ બંને ય ખેદ અને સંતાપને જ પ્રાપ્ત કરાવે છે. તેવી વ્યક્તિ સંયમભાવમાં સ્થિર થઈ શકતી નથી. કામભોગ અને સંયમભાવ પરસ્પર પ્રકાશ અને અંધકારની જેમ વિરોધી છે. તે બંને સાથે રહી શકતા નથી. તેથી જ કામભોગનો ત્યાગ તે જ શ્રમણધર્મની પૂર્વભૂમિકા છે. શાને :- કામના બે પ્રકાર છે– દ્રવ્યકામ અને ભાવકામ. (૧) વિષયાસક્ત મનુષ્યો દ્વારા ઇચ્છિત શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શની પ્રાપ્તિને કામ કહે છે. જે મોહોદયના કારણો છે, જેના સેવનથી વાસના