________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
ઉત્તેજિત થાય છે, તેને દ્રવ્યકામ કહેવાય છે. તાત્પર્ય એ છે કે મનોરમ્ય સ્ત્રીના રૂપ, હાસ્ય, વિલાસ, હાવભાવ, કટાક્ષ, અંગ લાવણ્ય, ઉત્તમ શય્યા, આભૂષણ વગેરે કામોત્તેજક દ્રવ્યને દ્રવ્યકામ કહે છે. (૨) ભાવકામના બે પ્રકાર છે– ઇચ્છાકામ અને મદનકામ.
૨૦
ઇચ્છાકામ- ચિત્તમાં થતી અભિલાષા-આકાંક્ષાને ઇચ્છાકામ કહેવાય છે. ઇચ્છા બે પ્રકારની હોય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત ધર્મ અને મોક્ષ સંબંધી ઇચ્છા પ્રશસ્ત છે. કોઈની સાથે કલહ, યુદ્ધ, રાજ્ય, વિનાશ આદિની ઇચ્છા થાય તે અપ્રરાસ્ત છે. મદનકામ- વેદોદયને મદન કામ કહે છે. સ્ત્રીવેદોદયથી પુરુષની અભિલાષા કરવી, પુરુષવેદોદયથી સ્ત્રીની અભિલાષા કરવી તથા નપુંસકવેદોદયથી બન્નેની અભિલાષા કરવી, આ રીતે વિષયભોગમાં પ્રવૃત્તિ કરવી તે મદનકામ કહેવાય છે. બંને પ્રકારની ઈચ્છાઓ સાધુ માટે ત્યાજ્ય છે. પ્રસ્તુતમાં ભોગેચ્છા ત્યાગ પ્રધાન ઉપદેશ છે.
૫૫ ૧૫ વિસીયતો સંપ્પલ્સ વસાઓ :– આ શબ્દો દ્વારા શાસ્ત્રકારે ગાથાના ઉત્તરાર્ધમાં કામના પરિણામને સમજાવ્યું છે. કામને વશ થયેલો પુરુષ તેના સંકલ્પ વિકલ્પ કરી પગલે પગલે અર્થાત્ સમયે સમયે વિષાદને પ્રાપ્ત કરે છે.
ઇચ્છારૂપ કામ અનંત છે. એક ઇચ્છા પૂર્ણ થતાં બીજી ઇચ્છા પ્રગટે છે. આ રીતે ઇચ્છાઓ અનંત હોવાથી ક્યારેય તેનો અંત આવતો નથી. ઇચ્છાને વશ થયેલો પુરુષ ઇચ્છાપૂર્તિ માટે સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે; તેના પરિણામે તે શોકને જ પામે છે. કામથી કલુષિત થયેલા અધ્યવસાય વિહ્વળતા ઉત્પન્ન કરે છે. વ્યાખ્યાકાર આચાર્યશ્રી અગસ્ત્યસિંહ સૂરિએ આ પદના વિવેચનમાં કહ્યું છે–
काम ! जानामि ते रुपं, संकल्पात् किल जायते । નવાં સંપવિખ્યાતિ, તતો મે ન ભવિષ્યશિ । – [ચૂર્ણિ, પૃ.-૪૧
અર્થાત્ – હે કામ ! હું તને જાણું છું. તું સંકલ્પથી ઉત્પન્ન થાય છે. હું તારો સંકલ્પ જ નહીં કરું, તેથી તું મારા મનમાં ઉત્પન્ન થઈ શકીશ નહીં.
જયારે વ્યક્તિ કામનો વિચાર કરે છે, ત્યારે જ વિવિધ પ્રકારની વાસના, મોહક પદાર્થની તૃષ્ણા–ઈચ્છાઓનો મેળો તેના મનમાં જામે છે. તે મેળામાંથી કામ્ય પદાર્થોને પ્રાપ્ત કરવા માટેના અધ્યવસાય કરે છે. તેના જ ચિંતનમાં તે ડૂબેલો રહે છે. તે બિચારો–બાપડો સંપ્પલ્સ વસંગો = સંકલ્પને વશ થઈ જાય છે અને અંતે તેની સંકલ્પપૂર્તિમાં કોઈ અવરોધ આવે, કોઈ વિરોધ કરે, ઇન્દ્રિયક્ષીણતા આદિ વિવશતા ઓના કારણે કામ્ય પદાર્થોનો ઉપભોગ ન કરી શકે ત્યારે તે ક્રોધ કરે છે, સંકલેશ પામે છે, મનમાં ને મનમાં ધૂંધવાય છે, શોક–ખેદ કરે છે, વિલાપ કરે છે, બીજાને મારવાના કે નાશ કરવાના મનસૂબા ઘડે છે; આવા પ્રકારનું આનં-રૌદ્રધ્યાન ધરીને તે ડગલેને પગલે વિષાદ મગ્ન રહે છે.
ભગવદ્ગીતામાં પણ કામ ઇચ્છાના સંકલ્પથી અધઃપતન એવું સર્વનાશ કેમ થાય છે તેનો ક્રમ આપ્યો છે. યથા–
ध्यायतो विषयान् पुंसः, संगस्तेषूपजायते ।
વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે.