________________
[ ૧૮ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
કામભોગો તરફ આકર્ષિત થઈ ગયું અને સાધ્વી રાજેમતીની પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. તે સમયે વસ્ત્ર ધારણ કરી સાવધાન બની, ચારિત્રશીલા શ્રી રાજેમતિએ તેજસ્વી તત્ત્વબોધથી પૂર્ણ, તીવ્રભાષાની તાતી તલવારનો પ્રહાર કર્યો અને કહ્યું કે સંયમમાં સ્થિર થઈને વિચરો અન્યથા જ્યાં જ્યાં તમે સ્ત્રીઓને જોશે ત્યાં ત્યાં તમારી સ્થિતિ ડામાડોળ થઈ જશે.
અસંયમને ઈચ્છતા તમને ધિક્કાર છે; વમન કરેલાને પુનઃ ચાટવું તેનાથી મૃત્યુ શ્રેયકારી
સાધ્વી રાજેમતીના આંતરિક સંયમ અને વૈરાગ્યથી વાસિત ઉપાલંભના વચનો સાંભળીને રથનેમિ સંયમભાવમાં સ્થિર થઈ ગયા. સંયમ અને તપનું પાલન કરી રથનેમિ તથા રામતી બંને નિર્વાણપદને પામ્યા.
રાજેમતીના વાપ્રહાર અને તેની રથનેમી પર થયેલી જાદુઈ શુભ અસરનો આ પ્રસંગ વિશ્વ સાહિત્યમાં અજોડ છે. આ ચરિત્ર વિશ્વના શ્રેષ્ઠ ચરિત્રમાં ઉચ્ચસ્થાન ધરાવે છે.
આ રીતે સાધકોને મોહ ઉદયના કારણે સંયમથી વિચલિત થવાનો પ્રસંગ આવે ત્યારે પોતાની જાત ઉપર અંકુશ રાખીને શ્રમણત્વમાં સ્થિર થઈ જવું જોઈએ, તેમાં જ સંયમ જીવનની સફળતા છે.