________________
| અધ્ય.—૨: શ્રાકશ્યપૂર્વક
[ ૧૭ ]
કામ ત્યાગના ઉપાયો :- સતત સાવધાન રહેવા છતાં ક્યારેક પૂર્વકૃત કર્મોના કારણે સાધકનું ચિત્ત ચંચળ બની જાય, સંયમભાવથી ચલિત થઈ જાય ત્યારે સાધક "મારા આત્મા સિવાય વ્યક્તિ, વસ્તુ વગેરે સર્વ અન્ય છે," તેવી અન્યત્વ ભાવનાના ચિંતન દ્વારા રાગભાવનો ત્યાગ કરે, શરીરને શિથિલ બનાવવા વિવિધ પ્રકારે આતાપના લે, સુકુમારતાનો ત્યાગ કરે, રાગદ્વેષભાવને છોડે. આ રીતે કોઈ પણ ઉપાય ચંચલ થયેલા ચિત્તને સંયમભાવમાં સ્થાપિત કરે. ક્યારેક અન્યના પ્રેરક વચનોથી પણ સંયમ ભાવો સ્થિર થાય છે. પ્રસ્તુત અધ્યયનમાં રાજેમતીના વૈરાગ્યપૂર્ણ પ્રેરક વચનોથી રથનેમિ સંયમભાવમાં સ્થિર થઈ ગયા, તેનું સંક્ષિપ્ત વર્ણન છે. વિસ્તૃત કથાનક આ પ્રમાણે છેરાજે મતીરથનેમી - સોરઠ દેશમાં દ્વારિકા' નામની એક નગરી હતી. તે બાર યોજનની લાંબી અને નવ યોજનની પહોળી હતી.
તે સમયે નવમા વાસુદેવ શ્રી કૃષ્ણ મહારાજ રાજ્ય કરતા હતા. તેમના પિતાશ્રીના સહુથી મોટા ભાઈ સમુદ્ર વિજય હતા. તેને શિવા નામની રાણી હતા. તેણીની રત્નકુક્ષિએ અરિષ્ટનેમિકુમારે જન્મ ધારણ કર્યો હતો. અરિષ્ટનેમિ યુવાનીમાં આવ્યા ત્યારે કૃષ્ણ વાસુદેવે ઉગ્રસેન રાજાની પુત્રી રાજેમની સાથે તેમના લગ્ન નિર્ધારિત કર્યા. શુભ મુહૂર્ત અરિષ્ટનેમી રાજકુમારની જાન(બારાત) જઈ રહી હતી. રસ્તામાં જૂનાગઢની પાસે વાડામાં તથા પાંજરામાં બાંધેલા અને પૂરેલા ઘણા પશુઓને રાજકુમારે નિહાળ્યાં.
આ દશ્ય નિહાળીને તેમનું દિલ દ્રવી ઉઠયું. અરિષ્ટનેમિએ જાણતા હોવા છતાં પણ જનતાને બોધ કરાવવાને માટે સારથિને પૂછયું- આ પશુઓને અહીંયા શા માટે બાંધ્યા છે? સારથિએ કહ્યું – કુમાર ! આ પશુઓને આપના લગ્નમાં સાથે આવેલા માંસાહારી જાનૈયાના ભોજન માટે વાડામાં પૂર્યા છે, આ વાત સાંભળતા જ રાજકુમાર અરિષ્ટનેમિનું ચિત્ત ઉદાસીન બન્યું. કરુણાસિંધુ કુમાર આપોઆપ વિચારવા લાગ્યા કે મારા લગ્ન માટે અનેક પશુઓનો વધ કરાવવો યોગ્ય નથી. તેમ વિચારતાં તેમની ચિત્તવૃત્તિ વિવાહ પ્રત્યે ઉદાસીન બની ગઈ. તે જ સમયે તેમણે પોતાના આભૂષણો ઉતારીને સારથિને અર્પણ કરી દીધા અને પશુઓને બંધનમાંથી મુક્ત કરાવી. પોતે પણ કર્મબંધનથી મુક્ત થવા માટે લગ્ન કર્યા વિના પાછા ફર્યા. એક વર્ષ પર્યત કરોડો સુવર્ણમુદ્રાઓનું દાન આપીને એક હજાર પુરુષોની સાથે તેમણે દીક્ષા અંગીકાર કરી.
ત્યાર પછી તે વિદુષી રાજેમતી કન્યા પણ પોતાના અવિવાહિત પતિના વિયોગે વૈરાગ્યભાવ ધારણ કરીને સાતસો સખીઓ સાથે દીક્ષિત બની.
એકદા શ્રી રાજેમતી સાધ્વીજી વગેરે ભગવાન શ્રી અરિષ્ટનેમિજીના દર્શનાર્થે રેવતગિરિ (ગિરનાર) પર જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં અકસ્માતુ વાવાઝોડા સહિત વર્ષા થતાં સાધ્વી રાજમતી સમુદાયથી વિખુટા પડી ગયા અને પોતાના ભીંજાયેલા વસ્ત્રો હોવાને કારણે એક ગુફામાં પ્રવેશ્યા. ત્યાં જઈને નિર્જન
સ્થાન જોઈ વસ્ત્ર ઉતારીને ભૂમિપર રાખી દીધા. ત્યાં ભગવાન શ્રી અરિષ્ટનેમિજીના દીક્ષિત થયેલા નાનાભાઈ શ્રી રથનેમિ પહેલેથી જ સમાધિમાં સ્થિત હતા. અંધારી ગુફામાં વિજળીના ચમકારામાં સાધ્વી રાજેમતીની દેદીપ્યમાન દેહલતા ઉપર એકાએક શ્રી રથનેમિની દષ્ટિ પડી. દષ્ટિ પડતાં જ તેનું ચિત્ત