________________
[ ૧૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભિક્ષા પ્રશસ્ત કહેવાય છે. વયં જ વિત્ત ન માનો. - સંયમી શ્રમણો પ્રતિજ્ઞા કરે છે કે– અમે પણ ભ્રમર વૃત્તિની સમાન સંયમ જીવન નિર્વાહ માટે ઘણાં ઘરોમાંથી કોઈપણ જીવોની હિંસા ન થાય, દાતાને દુઃખ ન થાય તેવી લોકોત્તર ભિક્ષા ગ્રહણ કરશું. મહા હેતુ જયતે – યથાકૃતનો અર્થ છે– ગૃહસ્થોએ પોતા માટે, પોતાના કુટુમ્બને માટે બનાવેલો આહાર. તે આહારને દાતા પ્રસન્નચિત્તથી વહોરાવશે તો અમે દીનતા રહિત, ત્યાગવૃત્તિપૂર્વક, ભિક્ષા રૂપે ગ્રહણ કરી વિચરશું.
હરિભદ્ર સૂરિએ શ્રમણ નિગ્રંથોની ભિક્ષાને સર્વ સંપન્કરી કહી છે. કારણ કે તે ભિક્ષા દ્વારા આત્માની જ્ઞાન, દર્શન, સુખ આદિરૂપની સમસ્ત સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ ભિક્ષાનાં ગુણ નિષ્પન્ન છ નામ કહ્યા છે(૧) માધુકરી (૨) ગોચરી (૩) ગંડુલપા (૪) અક્ષાંજના (૫) ગર્તાપૂરણી (૬) દાહોપશમની. (૧) માધુકરીનું સ્વરૂપ ઉપરોક્ત પ્રમાણે જાણવું. (૨) ગોચરી– તેના બે અર્થ છે– (૧) જેમ ગાય જ્યાં ઓછું ઘાસ જુએ ત્યાં ઓછો ગ્રાસ લે અને જ્યાં વધુ ઘાસ જુએ, ત્યાં વધુ મોટો ગ્રાસ લે છે, ઘાસને ક્યારેય મૂળમાંથી ઉખેડતી નથી. આ રીતે ભિક્ષુ એક ઘરેથી સંપૂર્ણ આહાર ગ્રહણ કરે નહીં કે જેથી ગૃહસ્થને ફરીવાર આરંભ-સમારંભ કરવો પડે. અર્થાતુ ગૃહસ્થને બીજીવાર આહારપાણી બનાવવા ન પડે તેમ વિચાર કરીને સાધુ આહારાદિ લે તેને ગોચરી કહે છે. વિવિધ બહુમૂલ્ય વસ્ત્રાભૂષણોથી સજ્જ થયેલી સુંદર યુવતી સ્ત્રી ગાયને ઘાસ નીરવા આવે ત્યારે ગાય તેની સુંદરતા જોતી નથી પરંતુ તેની દષ્ટિ ઘાસ પર જ હોય છે. તેમ ભિક્ષુ આહારાદિ આપતી સ્ત્રીના સૌંદર્યાદિનું નિરીક્ષણ ન કરે, ફક્ત નિર્દોષ ભિક્ષા પર જ દષ્ટિ રાખે, તેને ગોચરી કહે છે. (૩) ગડુલપા- જેમ ગૂમડાં ઉપર જરૂરી કરતાં વધારે લેપ કરવાથી લેપ આમ તેમ ફેલાઈ જાય છે અને આસપાસના નિરોગ પ્રદેશને પણ ખરાબ કરે છે અને જો ગૂમડાં ઉપર બિલકુલ લેપ કરવામાં ન આવે તો રોગ શાન્ત થતો નથી. તે જ રીતે સાધુ જો પ્રમાણથી અધિક આહાર કરે તો પ્રમાદ આદિ દોષ ઉત્પન્ન થવાથી સ્વાધ્યાયાદિ ક્રિયાનું પૂર્ણ પાલન કરી શકે નહીં અને અત્યંત થોડો આહાર કરે તો સુધા વેદનીય શાંત ન થવાથી વૈયાવત્યાદિ સાધુની ક્રિયા થઈ શકતી નથી. તેથી નિર્દોષ અને પરિમિત આહાર લેવો તે "ગંડુ લેપા" ભિક્ષા કહેવાય છે.
(૪) અસાંજના– જેમ ગાડાની ધરીમાં યોગ્ય રીતે તેલનું ઊંજન કરવામાં આવે તો જ તે ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સહાયક બને છે, જો અધિક તેલનું ઊંજન થાય તો તેલ વ્યર્થ જાય છે. તેમ શ્રમણોને ઉચિત આહાર મોક્ષ પ્રાપ્તિની સાધનામાં સહાયક બને છે પરંતુ અતિ આહાર પ્રમાદાદિ દોષનું કારણ બને છે. તેથી પરિમિત આહાર લેવો તેને અક્ષાંજના ભિક્ષા કહેવાય છે. (૫) ગપૂરણી– જેમ કોઈ ગૃહસ્થને ઘરે જવા-આવવાના માર્ગ પર કોઈ કારણથી ખાડો પડી જાય