________________
| અધ્ય.-૧: ધ્રુમપુપિકા
તો તેને જોતાં જ તે ગૃહસ્થ શીઘ્ર માટી, પત્થરના ટુકડા વગેરેથી ખાડાને પૂરી નાંખે છે. તેમ મુનિસુધાવેદનીયને લીધે પેટમાં પડેલાં ખાડાને આંતપ્રાન્ત, લુખો-સૂકો નિરવધ આહાર લઈને ભરી દે છે. તેને ગપૂરણી કહે છે.
() દાહોપશમની– જે સમયે ઘરમાં અગ્નિ ભભૂકી ઊઠે તે સમયે ઘરનો સ્વામી જલદી–જલદી પાણી, કાદવ, ધૂળ, માટી વગેરે નાખી આગ બુઝાવે છે. આ રીતે ભિક્ષુ સંયમની રક્ષા માટે શુષ્ક અને તુચ્છ આદિ નિર્દોષ ભિક્ષાથી ક્ષુધાને શાન્ત કરી લે છે. તેથી તેને "દાહોપશમની" કહે છે.
આ છ પ્રકારની ભિક્ષાના સ્વરૂપને જોતાં સ્પષ્ટ થાય છે કે સાધુ મોક્ષ સાધનાના સાધનભૂત શરીરના નિર્વાહ માટે અનાસક્ત ભાવે નિર્દોષ આહાર ગ્રહણ કરે છે. સાધુતાનાં મુખ્ય ગુણો -
महुगारसमा बुद्धा, जे भवंति अणिस्सिया ।
णाणापिंडरया दंता, तेण वुच्चंति साहुणो ॥ त्ति बेमि ॥५॥ છાયાનુવાદઃ મધુરતના યુદ્ધ રે નિશ્રિત..
नानापिंडरता दान्ताः, तेनोच्यन्ते साधव ॥ इति ब्रवीमि ॥ શબ્દાર્થ:- જે = જે વુ તત્ત્વના જાણનારા મદુરસ = મધુકરની સમાન ગળસિયા = કુલાદિના પ્રતિબંધથી રહિત ભવતિ = હોય છે નાખifપંડયા = વિવિધ પ્રાસુક આહારાદિ લેવામાં રક્ત છે. તેમાં આનંદ માને છે વંતા = ઈન્દ્રિય અને મનને દમનારા તેગ = તે વૃત્તિના કારણે સાદુળો = તે સાધુઓ લુવંતિ કહેવાય છે કરિ મિ- આ પ્રમાણે હું કહું છું. ભાવાર્થ:- જેઓ તત્વના જાણનારા છે, ભ્રમરની સમાન કુલાદિના પ્રતિબંધથી રહિત છે અને થોડો થોડો પ્રાસક(અચિત્ત) આહાર અનેક ઘરેથી એકત્રિત કરીને પોતાની ઉદરપૂર્તિ કરનારા છે તથા ઈન્દ્રિયાદિનું દમન કરવામાં જે સમર્થ છે તે સાધુ કહેવાય છે અર્થાત્ આ ગુણોના કારણે જ તેઓ સાધુ કહેવાને યોગ્ય થાય છે. સુધર્મા સ્વામીએ બૂસ્વામીને કહ્યું કે જેમ ભગવાન પાસેથી મેં સાંભળ્યું છે તેમ મેં તમને કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સાધુતાની ઓળખ માટે તેના મુખ્ય ચાર ગુણોનું પ્રતિપાદન કર્યું છે– (૧) બુદ્ધ (૨) મધુકરવત્ અનિશ્રિત (૩) નાનાપિંડરત અને (૪) દાત્ત. (૧) વૃદ્ધા – બુદ્ધા–પ્રબુધ, જાગૃત, તત્ત્વજ્ઞ અથવા કર્તવ્ય-અકર્તવ્યના વિવેકી. (૨) મહુશાર સમા મસિયા –મધુકરની સમાન અનિશ્રિત હોય છે. શ્રમણોની અને ભ્રમરોની અનિયતતા ચાર પ્રકારે હોય છે, ૧. મધુકર કોઈ ફૂલને આશ્રિત હોતો નથી. તે ભિન્ન-ભિન્ન પુષ્પોમાંથી