________________
અધ્ય.-૧: ધ્રુમપુષ્પિક્રા
[૧૧]
સંતિ સાદુળો - આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) શાન્તિલાવડ = શક્તિ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણરૂપ વિશિષ્ટ શાન્તિની, સિદ્ધિની, ઉપશમની, નિર્વાણની, નિર્ભયતાની સાધવ એટલે સાધના કરનાર. (૨) સન્તિ સાધવ = સાધુ છે. જે રત્નત્રયની આરાધનાથી નિર્વાણની સાધના કરે છે તે સાધુ કહેવાય છે. વિહંસાના પુસુ - અહીં 'ભ્રમરને બદલે વિહંગમ શબ્દનો ઉલ્લેખ વિશેષ અર્થને દર્શાવવા માટે છે. વિહંગમનો અર્થ છે– આકાશમાં ભ્રમણશીલ ભ્રમર. પુષ્પના રસ પીતું એક પ્રકારનું પ્રાણી. જેવી રીતે ભ્રમર સ્વયં વૃક્ષના ફૂલો ઉપર પહોંચી જાય છે, વૃક્ષ કે ફૂલ ભ્રમર પાસે આવતું નથી. તેવી રીતે સાધુઓ પણ ભિક્ષા માટે સ્વયંભ્રમણ કરતાં ધનાઢય, ગરીબ, મધ્યમ કોઈપણ ઘરમાં જઈને જ આહાર ગ્રહણ કરે છે. નિર્દોષ ભિક્ષાવૃત્તિની પ્રતિજ્ઞા :
वयं च वित्तिं लब्भामो, ण य कोइ उवहम्मइ ।
अहागडेसु रीयंते, पुप्फेसु भमरा जहा ॥ છાયાનુવાદઃ વર્ષ વૃત્તિ નામ:, = ૨ ડભુપદ I.
यथाकृतेषु रीयंते, पुष्पेषु भ्रमरा यथा ॥ શબ્દાર્થ – અહી પડે= યથાકૃત, જે ઘરોમાં ગૃહસ્થ પોતાને માટે ભોજન તૈયાર કરેલું હોય તેમાંથી વયં = અમેત્તિ વૃત્તિ, આહારાદિત માનોઃ પ્રાપ્ત કરશું જો કોઈપણ પ્રાણીની ૩વદમ્બરૂ - હિંસા ન થાય તેમ નહીં = જેમ પુસુ = ફૂલોમાં મમરા = ભ્રમર રીતે = ફરે છે, વિચરે છે ય = પાદ પૂર્તિ માટે. ભાવાર્થ:- (શ્રમણ સાધકો કહે છે કે, અમે એવી રીતે ભિક્ષા પ્રાપ્ત કરશું કે જેમાં કોઈ જીવની વિરાધના ન થાય. જેમ ભ્રમર સ્વયં વિકસિત ફૂલોમાંથી રસ ગ્રહણ કરે છે તેમ અમે ગૃહસ્થ દ્વારા પોતાના માટે તૈયાર કરેલા ભોજનમાંથી આહાર ગ્રહણ કરીશું.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સાધુની નિર્દોષ ભિક્ષા વૃત્તિ માટેની પ્રતિજ્ઞા છે.
પૂર્વની બે ગાથાઓમાં શ્રમણની ભિક્ષાચરીને ભ્રમરવૃત્તિની ઉપમાથી ઉપમિત કરવામાં આવી છે. ભિક્ષાના બે પ્રકાર છે– લૌકિક અને લોકોત્તર. (૧) પોતાનું પેટ ભરવામાં અસમર્થ દીન, હીન, અનાથ, લૂલા, લંગડાની ભિક્ષા.
(૨) પંચમહાવ્રતધારી, અષ્ટ પ્રવચન માતાના આરાધક મુનિરાજની તેમજ પ્રતિમાધારી શ્રાવકની