________________
| ૧૦ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
પ્રદત્ત, પ્રાસુક ભોજનની એષણામાં તત્પર રહે છે; દાતા દ્વારા સ્વેચ્છાથી પ્રસન્નતાપૂર્વક દીધેલા આહારાદિ ગ્રહણ કરે છે. તે આહાર દાતાના ઘરમાં પોતાના માટે બનેલો હોય, અચિત્ત(જીવ રહિત) હોય, ભિક્ષા ગ્રહણના કોઈ નિયમ વિરુદ્ધ ન હોય તો જ ભિક્ષુ તેને ગ્રહણ કરે. આ રીતે ગવેષણા અને ગ્રહણેષણાપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવાથી શ્રમણ પોતાના અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ ત્રણે ય મહાવ્રતોને અખંડ રાખી શકે
એષણા:- સાધુએ ભિક્ષાટન કરવાના સમયનો; પ્રાસુક, ગ્રાહ્ય, કલ્પનીય એવં એષણીય આહારાદિની ગવેષણાનો; તેની પ્રાપ્તિ અને તેના ઉપભોગનો વિવેક રાખવો જોઈએ. તેને એષણા અથવા એષણા સમિતિ કહે છે. ઉત્તરાધ્યયન આદિ શાસ્ત્રમાં એષણાના ત્રણ પ્રકાર બતાવ્યા છે, યથા- (૧) ગવેષણા (૨) ગ્રહણષણા (૩) પરિભોગેષણા.
(૧) ભિક્ષાચરી માટે નીકળેલા સાધુ દ્વારા ગ્રાહ્ય, અગ્રાહ્ય, કલ્પનીક, અકલ્પનીક આહાર ગ્રહણ કરવા સંબંધી નિયમોના પાલનને ગવેષણા કહે છે અર્થાત્ ૧૬ ઉગમના અને ૧૬ ઉત્પાદનના એમ બત્રીસ દોષોથી રહિત આહાર લેવો તે ગવેષણા કહેવાય છે. (૨) ભિક્ષા જીવી સાધુ ભિક્ષા ગ્રહણ કરવાના સમયે ગ્રહણ કરવા અંગેના એષણાના દસ દોષ ટાળીને આહાર ગ્રહણ કરે તેને ગ્રહઔષણા કહે છે. (૩) ભિક્ષામાં પ્રાપ્ત આહારાદિના ઉપભોગ સમયે માંડલાના પાંચ દોષો ટાળીને ભોજન કરવું તેને પરિભોગેષણા અથવા ગ્રાસેષણા કહે છે. [તેના વર્ણન માટે જુઓ–પરિશિષ્ટ)
રથ :- પ્રસ્તુત ગાથામાં એષણામાં રત રહેવાનો અર્થ આ પ્રમાણે થાય છે ઉપરોક્ત ત્રણ પ્રકારની એષણાના ૪૭ દોષોથી રહિત શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવામાં તત્પર રહેવું, પૂર્ણ ઉપયોગની સાથે સર્વ દોષોથી રહિત ગવેષણા આદિમાં પ્રસન્ન રહેવું. [ એષણા સમિતિના વિવિધ પ્રકારના દોષોના વિશ્લેષણ માટે જુઓ–પરિશિષ્ટ |
સમM :- આ શબ્દના ચાર પ્રકારે અર્થ થાય છે, યથા– (૧) શ્રમણ (૨) શમન (૩) સમણ (૪) સમનસ્ (સુમનસુ).
(૧) જે સાધક ધર્મ પાલનમાં, રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં શ્રમ-પુરુષાર્થ કરે છે, કર્મક્ષય માટે શ્રમ–તપ કરે છે; પરીષહ સહે છે, વિષયોથી ઉદાસીન રહે છે, ઈન્દ્રિયોનું દમન કરે છે, તે શ્રમણ છે. (૨) જે સાધક કષાયો અને નોકષાયોનું શમન કરે છે, શુદ્ધ ભાવનાથી સંતાપને શાન્ત કરે છે, તે શમન છે. (૩) જે સાધક પોતાની સમાન સર્વજીવોને જાણે છે, માને છે; તેઓ જીવો પ્રતિ રાગ કે દ્વેષ કરતા નથી પરંતુ મધ્યસ્થ ભાવ રાખે છે, તે સમણ છે. (૪) જે સાધકનું મન શુભ છે, જે સર્વનું હિત ચિંતવે છે, તે સુમના છે. સ્વજન-પરજન અથવા સન્માન-અપમાન આદિમાં જે સમ રહે છે, તે સુમના અથવા સમના છે.
મુત્તા :- આ શબ્દના બે અર્થ છે– (૧) બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી તથા રાગ-દ્વેષ, મોહ, આસક્તિ અને ધૃણાથી જે મુક્ત હોય. (૨) લોભથી મુક્ત, નિર્લોભતાના ગુણથી યુક્ત.