________________
શ્રી દશવૈકાલિક સત્ર
iાન - ભારતીય સંસ્કૃતિમાં મંગલ શબ્દ ખૂબ પ્રચલિત છે અને આસ્તિક, નાસ્તિક પ્રત્યેક વ્યક્તિ પોતાના દરેક કાર્યને નિર્વિઘ્નરૂપથી સફળ કરવા માટે તેના પ્રારંભમાં મંગલ કરે છે. મંગલનો અર્થ છે કે જે મમતાને ગાળી નાંખે અને સ્વ-પર માટે હિતકારી, મંગલકારી, કલ્યાણકારી થાય, તે મંગલ કહેવાય છે. તેના બે ભેદ છે – દ્રવ્યમંગલ અને ભાવમંગલ. દ્રવ્યમંગલા:- ઔપચારિક અથવા નામ માત્રથી જે મંગલરૂપ હોય છે. જેમ કે- પૂર્ણ કલશ, સ્વસ્તિકાદિ અષ્ટ મંગલ, દહીં, અક્ષત, શંખ, આદિ. તેનાથી ધન પ્રાપ્તિ, કાર્ય સિદ્ધિ આદિ માનવામાં આવે છે. આ લૌકિકમંગલ અથવા દ્રવ્યમંગલ છે. ભાવમંગલ – આચાર્ય હરિભદ્રસૂરિએ મંગલનો અર્થ આ પ્રમાણે કર્યો છે. જેનાથી હિત થાય, કલ્યાણ થાય તે મંગલ કહેવાય છે અથવા જે સુખને લાવે તે મંગલ છે. જે એકાન્તિક સુખજનક હોય, આત્યંતિક દુઃખનાશક હોય, ભવ અંકુર વિનાશક હોય, મોક્ષ પ્રાપ્તિમાં સહાયક અને આધારભૂત હોય તે જ ભાવમંગલ કહેવાય છે.
અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ એકાંતે સુખજનક, દુઃખનાશક અને મોક્ષપ્રદાય હોવાથી મંગલરૂપ છે. વિ૬ - ઉત્કૃષ્ટ = શ્રેષ્ઠ, જયેષ્ઠ. જેનાથી કોઈ ચઢિયાતુ ન હોય તે. ધર્મ અનુત્તર મોક્ષ સુખને પ્રદાન કરે છે તેથી તે ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. તેવા વિ તં નમતિ – સૂત્રકારે ગાથાના ઉત્તરાર્ધ્વમાં ધર્મનો મહિમા પ્રદર્શિત કર્યો છે. ધર્મની તલ્લીનતા સાધકને આત્મ સુખમાં(આનંદમાં) મગ્ન બનાવે છે. સાધકનું લક્ષ્ય પણ સ્વભાવમાં સ્થિરતાનું અને સ્વાભાવિક આનંદની પ્રાપ્તિનું હોય છે. પરંતુ તેની આરાધના વર્તમાનમાં અનંત પુણ્યનો બંધ પણ કરાવે છે અને તે પુણ્ય પ્રભાવે ધાર્મિક વ્યક્તિ વિશ્વવંદ્ય બની જાય છે.
આ લોકમાં ચાર ગતિના જીવોમાં દેવો ઐશ્વર્યશાળી અને ઋદ્ધિસંપન્ન છે. સાધારણ લોકો તેના અનુગ્રહ માટે તેની સેવા, પૂજા, ભક્તિ કરે છે. પરંતુ તે જ દેવો સ્વયં ધર્મમાં લીન સાધક પુરુષોની સેવા ભક્તિ, નમસ્કાર અને ઉપાસના કરે છે.
આ રીતે ધર્મનો મહિમા ઇહલૌકિક કે પારલૌકિક ભૌતિક ઐશ્વર્યથી અનંતગણો અધિક અને અચિંત્ય છે. ભ્રમર વૃત્તિ સમ ભિક્ષાચર્યા -
जहा दुम्मस्स पुप्फेसु, भमरो आवियइ रसं । ण य पुप्फ किलामेइ, सो य पीणेइ अप्पयं ॥ एमए समणा मुत्ता जे लोए संति साहुणो । विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणे रया ॥
રે