________________
| અધ્ય.-૧: ધ્રુમપુપિકા
(૪) રસપરિત્યાગ – આયંબિલ, નિર્વિગઈ(નવી) આદિ તપના માધ્યમથી દૂધ, ગોળ, દહીં, ઘી, તેલ, મીઠાઈ આદિ રસનો ત્યાગ કરવો, સ્વાદ વૃત્તિ ઉપર વિજય મેળવવો. (૫) કાયકલેશ :- ઠંડી, ગરમી આદિને સહન કરવા; સંયમ ધર્મપાલન માટે કેશલોચ, પદયાત્રાવિહારાદિના કષ્ટો સહન કરવા; વીરાસન, ઉત્કટ આસન વગેરેથી શરીરને સંતુલિત એવં સ્થિર રાખવું. (૬) પ્રતિસલીનતા – ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ ન કરવો; સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાનમાં નિવાસ કરવો; ઉદયમાં આવેલા ક્રોધાદિને નિષ્ફળ કરવા; ઉદયમાં ન આવેલા ક્રોધાદિનો નિરોધ કરવો; અકુશળ મન આદિને નિયંત્રિત કરીને કુશળવૃત્તિમાં મન આદિને પ્રવૃત્ત કરવા અર્થાત્ કુસંગ છોડી સત્સંગમાં જોડવા.
આત્યંતર તપના છ ભેદ છે– (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવૃત્ય (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન (૬) વ્યુત્સર્ગ. (૧) પ્રાયશ્ચિત્ત – સાધનામય જીવનમાં લાગેલા અતિચારો અથવા દોષોની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ, આલોચના, નિંદા, ગહદિ કરીને પ્રાયશ્ચિત ગ્રહણ કરવું. (૨) વિનય – દેવ, ગુરુ, ધર્મ તથા જ્ઞાનાદિ પ્રતિ વિનય કરવો. શ્રદ્ધા, ભક્તિપૂર્વક રત્નાધિકોનું બહુમાન કરવું, ઊભા થવું, આસન આપવું, વંદના કરવી; તેમના મનને અનુકૂળ પ્રવૃત્તિ કરવી. (૩) વૈયાવત્ય :- આચાર્ય આદિ દસ પ્રકારના સાધકો તથા સાધર્મિકો એવં સંઘ-સમુદાયની શુદ્ધ આહાર પાણી આદિથી સેવા-ભક્તિ કરવી. (૪) સ્વાધ્યાય – વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા(ચિંતન), પરિવર્તના, ધર્મકથા(વ્યાખ્યાનાદિ) દ્વારા શ્રુતજ્ઞાનની આરાધના કરવી. (૫) ધ્યાન :- આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને ધર્મધ્યાન એવં શુક્લ ધ્યાન દ્વારા મનને એકાગ્ર કરવું; ચિત્તને તન્મય કરવું. () વ્યત્સર્ગ :- કાયાદિના વ્યાપારનો તથા કષાય આદિનો ત્યાગ કરવો, ઉપકરણો પરથી મમત્વ છોડવું; શિષ્ય, સંઘ, સમુદાય(ગણ) વગેરેનો વ્યુત્સર્ગ મમત્વનો ત્યાગ કરી અથવા વ્યુત્સર્જન કરી (છોડી)ને એકત્વ ભાવમાં રમણ કરવું.
અહિંસાથી સ્વ–પરનું હિત થાય છે, સર્વને શાન્તિ મળે છે માટે અહિંસા ધર્મ છે. સંયમથી દુષ્પવૃત્તિ રોકાઈ જાય છે; તૃષ્ણા મંદ થાય છે; સંયમી પુરુષોના સંયમ પાલનથી સર્વ જીવોને અભય મળે છે; દુઃખી જીવોને આશ્વાસન મળે છે, રાષ્ટ્રમાં શાન્તિ ફેલાય છે; માટે સંયમ ધર્મ છે. તપથી અંતઃકરણ શુદ્ધ થાય છે માટે તપધર્મ છે. પૂર્વે દર્શાવેલા રાષ્ટ્રધર્મ વગેરે લૌકિક ધર્મ અહિંસાદિથી યુક્ત હોતા નથી, તેથી તે ઉત્કૃષ્ટ મંગલરૂપ બની શકતા નથી. અહિંસા, સંયમ, તમરૂપ પ્રધાન ધર્મ જ ઉત્કૃષ્ટ મંગલરૂપ છે.