________________
૪
|
શ્રી દશવૈકાલિક સૂત્ર
કથન છે તેથી અહીં ભાવધર્મ–આત્મધર્મનો પ્રસંગ છે; સાધકને તે જ ગ્રહણ કરવા યોગ્ય અને ઉત્કૃષ્ટ મંગલરૂપ છે.
અહિંસા, સંયમ અને પરૂ૫ અનુષ્ઠાન આત્મદ્રવ્યમાં અનંતગુણો પ્રગટ કરતા હોવાથી અહીં તેને ઉત્કૃષ્ટ મંગલ કહ્યાં છે. અહિંસા:- અહિંસાના બે પ્રકાર છે– વિધેયાત્મક અહિંસા અને નિષેધાત્મક અહિંસા. (૧) વિધેયાત્મક અહિંસા- સર્વજીવોને આત્મસમાન જાણી તેની રક્ષા કરવી, તેના પર દયાભાવ, કરુણાભાવ, અનુકંપાભાવ રાખવો તે વિધેયાત્મક અહિંસા છે. (૨) નિષેધાત્મક અહિંસા- સર્વ જીવોને જીવન પ્રિય છે, મરણ અપ્રિય છે, સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે. તેથી પર દુઃખાનુભૂતિથી કોઈ પણ જીવની હિંસા ન કરવી, જીવોને કોઈ પણ પ્રકારે દુઃખી ન કરવા તે નિષેધાત્મક છે.
સ્વ–પરની અપેક્ષાએ દયારૂપ અહિંસાના બે પ્રકાર છે– (૧) પોતાના આત્માની રાગદ્વેષાદિ કલુષિત પરિણામોથી રક્ષા કરવી તે સ્વ દયા છે. (૨) અન્ય જીવોના પ્રાણોની રક્ષા કરવી તે પર દયા છે. હિંસા :- અહિંસાના સ્વરૂપની વ્યાપકતા સમજવા માટે હિંસાનું સ્વરૂપ સમજવું અનિવાર્ય છે. પ્રમત્તયોI MUવ્યપરોપ હિંસા = પ્રમાદને વશ થઈને પ્રાણીઓના પ્રાણનો નાશ કરવો તે હિંસા છે. ઉપરોક્ત વ્યાખ્યામાં દ્રવ્ય અને ભાવહિંસાનો સમાવેશ થઈ જાય છે. તેના સ્પષ્ટીકરણ માટે હિંસાના ત્રણ ભેદ કર્યા છે.
(૧) દ્રવ્યહિંસા - આત્માના પરિણામ વિશુદ્ધ હોવા છતાં અકસ્માતુ(ઈચ્છા વિના) પ્રાણીઓની વિરાધના થઈ જાય, તે દ્રવ્યહિંસા છે. જેમ કે– સમિતિ, ગુપ્તિના આરાધક પંચમહાવ્રતધારી સાધુને વિહારાદિમાં ચાલતાં, હરતાં-ફરતાં, ઊઠતાં–બેસતાં આદિ ક્રિયાઓ કરતાં કોઈ જીવને પીડા ન પહોંચે, તેવી રક્ષા કરવાની ભાવના હોવા છતાં અકસ્માતુ બેઈન્દ્રિયાદિ ક્ષુદ્રજીવ પગ નીચે આવી દબાય જાય કે મરી જાય તો તે દ્રવ્યહિંસા છે. કારણ કે તેમાં હિંસાના ભાવ નથી અને અહિંસા ધર્મની ઉપેક્ષા પણ નથી. (૨) ભાવહિંસા :- અન્ય જીવોને પ્રાણથી રહિત કરવાની ઈચ્છારૂપ આત્માના પરિણામને ભાવહિંસા કહે છે. તેમાં અન્ય જીવ મરે કે ન મરે પરંતુ ભાવહિંસાથી વ્યક્તિ હિંસક બને છે. જેમ કે વિશાલકાય મગર નામના એક જળચર પ્રાણીની ભમ્મર પર ચોખા જેવા નાના શરીરવાળો તંદુલમત્સ્ય બેઠો બેઠો ટગર–ટગર મગરનું કત્ય જુએ કે આ મગર જળમાં રહેલા જીવોને ખાવા માટે પહેલાં પોતાના મુખમાં પાણીને ખેંચે છે. પછી પાણીના વેગથી આવેલી માછલીઓને મુખમાં રોકીને જ્યારે પાણીને કાઢી નાખે છે, ત્યારે દાંતના છિદ્રો દ્વારા પાણીની સાથે ઘણી નાની નાની માછલીઓ બહાર નીકળી જાય છે. તે નીકળી જતી માછલીઓનું દ્રશ્ય જોઈને, તંલિયો મત્સ્ય વિચારે છે કે આ મગરના મુખમાંથી કેટલીય માછલીઓ બહાર નીકળી જાય છે, પરંતુ મારું શરીર મગર જેવડું મોટું હોત તો હું તેમાંથી એકપણ માછલીને બહાર નીકળવા ન દેત, સર્વ માછલીઓનું ભક્ષણ કરી જાત. આ પ્રમાણેના અધ્યવસાય ભાવહિંસા છે. (૩) ઉભયહિંસા:- અશુદ્ધ પરિણામોથી મારી નાંખવાની બુદ્ધિપૂર્વક જીવની વાત કરવી તે ઉભયહિંસા