________________
અધ્ય.-૧ઃ દ્રુમપુષ્પિકા
છે. આ હિંસામાં આત્માના અશુદ્ધ પરિણામ તથા પ્રાણીઓના પ્રાણનો નાશ બન્ને સમાયેલા છે. જેમકે – કોઈ પારધી હરણને મારવાની ઈચ્છાથી બાણ છોડે અને હરણના પ્રાણનો નાશ થઈ જાય તો તે દ્રવ્ય અને ભાવથી યુક્ત ઉભય હિંસા છે.
૫
આ ત્રણે ય પ્રકારની હિંસાથી નિવૃત્ત થઈ જવું તેનું નામ છે અહિંસા ધર્મ. અહિંસાધર્મની આરાધના કરનાર સાધક ખરેખર આત્મગુણોની ઘાત અટકાવી, સ્વ રક્ષા સાથે સર્વ જીવની રક્ષા કરે છે. અહિંસાની વ્યાપકતામાં સત્ય, અચૌર્ય આદિ પાંચે ય મહાવ્રતોનો સમાવેશ થઈ જાય છે.
સંયમઃ— - સંયમન, સમ્યનુપમળ સાવઘયોગાવિતિ સંયમઃ । સર્વ આશ્રવના(કર્મ આવવાના) કારણોથી કે પાપકારી પ્રવૃત્તિથી નિવૃત્ત થવું તે સંયમ છે. તેમજ રાગદ્વેષથી રહિત થઈ સમભાવમાં સ્થિત થવું તે સંયમ છે અને વિષયભોગમાં જતાં ઈન્દ્રિય અને મનને સમ્યક્ પ્રકારે નિયંત્રિત કરી આત્મભાવમાં સ્થિર થવું તે સંયમ છે. સંયમના સત્તર ભેદ આ પ્રમાણે છે–
(૧) પૃથ્વીકાય સંયમ– સચિત્ત પૃથ્વીનો સ્પર્શ વગેરે ન કરવો. પૃથ્વીકાયિક જીવોની દયા પાળવી. (૨) અપકાય સંયમ– સચિત્ત જલનો સ્પર્શ વગેરે ન કરવો. (૩) તેજસ્કાય સંયમ- રાંધવું, રંધાવવું કે લાઈટ કરવી, કરાવવી વગેરે કોઈ પ્રયોજનથી અગ્નિનો સ્પર્શ વગેરે ન કરવો. (૪) વાયુકાય સંયમ– વસ્ત્ર, પાત્ર વગેરેને અયતનાપૂર્વક રાખવાથી, લેવાથી, ફેંકવાથી, નીચે પાડવાથી તથા વસ્ત્ર, પાત્ર, પંખો વગેરેને હલાવીને વાયુકાયની ઉદીરણા કરવાથી તથા બોલતી વખતે મુખમાંથી નીકળતા વાયુના વેગથી વાયુકાયની વિરાધના થાય છે, તે વિરાધના ન કરવી. (૫) વનસ્પતિકાય સંયમ- વૃક્ષ, લત્તા આદિ હરિતકાય (લીલોતરી માત્ર)ના સ્પર્શ આદિથી નિવૃત્ત થવું. (–૯) બેઈન્દ્રિયાદિ સંયમ– બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની દયા પાળવી.
(૧૦) અજીવકાય સંયમ- મૂલ્યવાન વસ્ત્ર, પાત્ર આદિને ગ્રહણ ન કરવા તેમજ મર્યાદિત ગ્રહણ કરવા; કલ્પનીય વસ્ત્ર, પાત્ર આદિને યતના પૂર્વક લેવા તથા મૂકવા. (૧૧) પ્રેક્ષા સંયમ- સ્થાન, વસ્ત્ર, પાત્ર, પાટ—પાટલા ઈત્યાદિને સારી રીતે વિધિપૂર્વક જોવાં, પ્રતિલેખન કરવું. (૧૨) ઉપેક્ષા સંયમ— તેના બે પ્રકારે અર્થ થાય છે– (૧) સંયમ માર્ગમાં અનુકૂળ-પ્રતિકૂળ પરીષહોથી કલેશનો અનુભવ ન કરતાં તેના પ્રત્યે ઉપેક્ષાભાવ રાખવો, તેમજ શત્રુ–મિત્રમાં અને ઈષ્ટ—અનિષ્ટ સંયોગમાં રાગદ્વેષ ન કરવો પરંતુ તેમાં મધ્યસ્થ ભાવ રાખવો. (૨) દરેક વસ્તુ જોઈને જ તેનો ઉપયોગ કરવો અને દરેક પ્રવૃત્તિમાં ઈર્યાસમિતિનું પૂર્ણ લક્ષ્ય રાખવું તે ઉપેક્ષા સંયમ છે.
(૧૩) અપહૃત્ય(પરિષ્ઠાપન) સંયમ–યતનાપૂર્વક ઉચ્ચાર–પ્રસવણને પરઠવાં. (૧૪) પ્રમાર્જના સંયમ–યતનાપૂર્વક સ્થાનક, વસ્ત્ર, પાત્ર, શય્યા, સંસ્તારક આદિને પૂંજવા(પ્રમાર્જવા). (૧૫) મન સંયમ– અકુશળ મનનો નિરોધ કરીને, મનની કુશળ પ્રવૃત્તિ કરવી. (૧૬) વચન સંયમ– અશુભ વચનનો ત્યાગ કરીને, શુભ વચન બોલવાં. (૧૭) કાય સંયમ− યતત્તાપૂર્વક કાયાની પ્રવૃત્તિ કરવી.
અન્ય પ્રકારે સંયમના સત્તરભેદ– (૧–૫) હિંસા, અસત્ય, અદત્ત(ચોરી), મૈથુન, પરિગ્રહ આ