________________
અધ્ય.-૧: ધ્રુમપુષ્પિકા
'પ્રથમ અધ્યયન
દ્રુમપુષ્પિકા
ધર્મનું સ્વરૂપ અને મહાભ્ય :
धम्मो मंगलमुक्किटुं, अहिंसा संजमो तवो, ।
देवा वि तं णमंसंति, जस्स धम्मे सया मणो ॥ છાયાનુવાદઃ જો મંજાનકુષ્ટ, અહિંસા સંમત:
देवा अपि तं नमस्यन्ति, यस्य धर्मे सदा मनः ॥ શબ્દાર્થ – હિંસા = જીવદયા સંગનો = સંયમ તવો = તપરૂપ ધો- ધર્મ છે વિ૬ = ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ ના = મંગલ, પાપનાશક, સુખપ્રદ નસ - જેનું ધખે = ધર્મમાં સવા હંમેશાં–સદા મળો = મન છે તે = તેને વાવ- દેવો પણ પતિ = નમસ્કાર કરે છે. ભાવાર્થ:- અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. જેનું મન સદા ધર્મમાં સંલગ્ન રહે છે, તે ધર્માત્માને દેવો(તથા અન્ય ચક્રવર્યાદિ) પણ નમસ્કાર કરે છે.
વિવેચન :
શાસ્ત્રના મંગલાચરણરૂપ આ ગાથા સમગ્ર શાસ્ત્રના સારરૂપ છે. જેમાં ધર્મનું સ્વરૂપ, તેની પ્રાપ્તિના સાધનો અને ધર્મનો મહિમા પ્રદર્શિત કર્યો છે.
ધર્મ - સ્થાનાંગ સૂત્ર સ્થાન–૧૦માં દશ પ્રકારના ધર્મનું નિરૂપણ છે. તેમાં દ્રવ્ય અને ભાવ બે પ્રકારના ધર્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે– (૧) દ્રવ્યધર્મ– ગ્રામ, દેશ, રાજ્ય આદિની સુરક્ષા માટેના જે નીતિ નિયમો છે અને કુટુંબ, ગામ, રાજ્ય પ્રત્યેની જે ફરજો છે તે કુટુંબ ધર્મ, ગ્રામધર્મ, દેશધર્મ અને રાજ્યધર્મ વગેરે કહેવાય છે. આ સર્વ લૌકિક કર્તવ્ય દ્રવ્યધર્મ છે.
(૨) દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરે અર્થાત્ દુર્ગતિમાં જતા રોકે છે અને જે આત્માને નિજ સ્વભાવમાં સ્થિર રાખે, ધારી રાખે તે ભાવધર્મ છે. સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યક ચારિત્ર આદિ આત્મ ગુણો અને તેની પ્રાપ્તિ માટેના વિવિધ અનુષ્ઠાનો આત્માની દુર્ગતિથી રક્ષા કરી તેને સદ્ગતિ અને સિદ્ધગતિમાં પહોંચાડનાર હોવાથી ભાવધર્મ છે. પ્રસ્તુત ગાથામાં આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ માટે