________________
૨
શ્રી દશવૈકાલિક સૂત્ર
ગૃહસ્થો માટે સ્વાભાવિક નિષ્પન્ન આહારાદિ ગ્રહણ કરે છે.
(૩) મધુકર ફૂલોને કિલામના–પીડા કર્યા વિના થોડો થોડો રસ પીએ છે. તે રીતે શ્રમણ પણ ગૃહસ્થોના ઘરોમાંથી થોડો થોડો આહાર ગ્રહણ કરે છે.
(૪) મધુકર શરીર સંચાલન માટે જોઈએ તેટલો જ રસ ગ્રહણ કરે છે પરંતુ સંગ્રહ કરતો નથી. તેમ ભિક્ષુઓ પણ સંયમ નિર્વાહ માટે જેટલો આહાર જોઈએ તેટલો જ આહાર ગ્રહણ કરે છે પરંતુ તેનો સંગ્રહ કરતા નથી.
(૫) મધુકર કોઈ એક વૃક્ષ અથવા એક ફૂલમાંથી રસ ગ્રહણ કરતો નથી પરંતુ વિવિધ વૃક્ષ । અને વિવિધ ફૂલોમાંથી રસ ગ્રહણ કરે છે. તેમજ શ્રમણો પણ કોઈ એક ગામ, ઘર અથવા વ્યક્તિ પર આશ્રિત થઈને આહાર ગ્રહણ કરતા નથી પરંતુ ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં અનેક ગામો અને ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન કુળોના અનેક ઘરોમાંથી સામુદાનિકરૂપે(ભેદભાવ વિના) ભિક્ષા ગ્રહણ કરે છે.
આ રીતે જે મુમુક્ષુઓ, હળુકર્મી આત્માઓ માધુકરી વૃત્તિના માધ્યમે અપ્રતિબદ્ધ થઈવિચરણ કરે છે તથા અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મનું આરાધન કરે છે; તે જ શ્રમણ કહેવાય છે.
܀܀܀܀܀