________________
| અધ્ય.-૧: ધ્રુમપુષ્પિકા
પ્રથમ અધ્યયન
પરિચય
જે
જે
* પ્રથમ અધ્યયનનું નામ સુનય છે. * દ્રુમ = વૃક્ષ અને પુષ્પિકા = પુષ્પ. નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત કરનાર શ્રમણોની અહિંસક જીવન પદ્ધતિને વૃક્ષ પર ખીલેલા પુષ્પોમાંથી નિર્દોષ રીતે રસપાન કરીને આજીવિકા ચલાવનાર ભ્રમર(મધુકર)ની ઉપમાથી ઉપમિત કરી છે અને તે માધુકરીવૃત્તિનું કેન્દ્રબિંદુદ્રુમપુષ્પ છે. તેથી આ અધ્યયનનું નામઃમપુfછે. * સૂત્રકારે તેના પ્રારંભમાં અહિંસા, સંયમ અને તપમય ધર્મની સર્વોત્કૃષ્ટ મંગલમયતા અને તેનું મહાભ્ય પ્રદર્શિત કર્યું છે. + થ = ધતિ, પ્રાણનો ડુત પતિના ક્ષતિ, શુમાને વાપતિ ત થ ા દુર્ગુણોથી કે દુર્ગતિથી આત્માની રક્ષા કરે અને સદ્ગતિ તથા સગુણોમાં સ્થાપિત કરે તે ધર્મ.
* અહિંસા, સંયમ અને તપની આરાધના સાધકને અંતિમ લક્ષ્યની સિદ્ધિ કરાવે છે તેથી તે ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. * જે વ્યક્તિનું મન સદા ધર્મમાં અનુરક્ત રહે છે તે વ્યક્તિ રાગદ્વેષાદિ મલિન ભાવોને દૂર કરી સ્વાભાવિક સુખ અને આનંદને પ્રાપ્ત કરે છે તથા તેના ધર્મ પ્રભાવે દેવલોકના દેવો પણ તેને નમસ્કાર કરે
* આત્મસાધના કરનાર સંયમ સાધક શરીરધારી હોય છે અને શરીરના પોષણ માટે આહારની અનિવાર્યતા હોય છે. આહારની પ્રાપ્તિ હિંસા વિના અશક્ય છે અને જો હિંસાથી જ આહાર પ્રાપ્તિ થાય તો તેમાં ધર્મનું પાલન કેમ શક્ય બની શકે?
* આ રીતે સાધનાના પ્રથમ સોપાનરૂપ અહિંસાનું આચરણ જ ગૂંચવણ ભરેલું બની જાય છે. શાસ્ત્રકારે આ સમસ્યાનું સમાધાન માધુકરી વૃત્તિના માધ્યમે કર્યું છે. તે માધુકરી વૃત્તિના રહસ્યો આ પ્રમાણે છે
(૧) મધુકરભ્રમર) પોતાના જીવન નિર્વાહ માટે કોઈ જીવની હિંસા કરતો નથી. તેમ સંયમ સાધક પણ કોઈ પ્રકારની રસોઈ કરવી, કરાવવી આદિ પચન, પાચનની ક્રિયા દ્વારા હિંસા થાય તેવા કાર્યો કરતા નથી.
(૨) મધુકર પુષ્પોમાંથી સહજ નિષ્પન્ન સિદ્ધરસ ગ્રહણ કરે છે. તેમ શ્રમણ ગૃહસ્થના ઘરોમાંથી,