________________
પહા
પરિશિષ્ટ-પ
દંત મંજન
શ્રી દશવૈકાલિક સૂત્ર
વ્યાવહારિક જીવનમાં દંતમંજનને શરીર સ્વસ્થતાનું એક અંગ કર્યું છે જ્યારે આગમિક દષ્ટિકોણથી અદંત ધોવન—દાંતને ધોવા નહીં તે સંયમનું એક અંગ છે. પ્રસ્તુત આગમમાં અધ્યયન ત્રીજામાં સાધુના બાવન અનાચારમાં તપહોય-દાંતને ધોવા કે દ્વૈતવળે = દાંતને રંગવા. તે બંનેની ગણના થઈછે.
ઉપરોક્ત આગમ વચનને વિચારતાં સ્પષ્ટ થાય છે કે સાધુની સમગ્ર સાધના દેહભાવને છોડીને આત્મભાવમાં સ્થિર થવા માટે છે. તેથી સાધુ દેહની આસક્તિથી દાંતને રંગે નહીં કે વિભૂષાને માટે દાંત સાફ કરે નહીં.
પરંતુ સાધુ આહાર કર્યા પછી પોતાનું મુખ સંપૂર્ણ રીતે સાફ કરી લે જેથી આહારના કણ દાંતમાં ભરાઈ ન જાય. આહારના કણ જો દાંતમાં જ ભરાયેલા રહે તો સાધુને રાત્રિભોજનનો દોષ લાગે છે. તે ઉપરાંત આહારના કણ દાંતમાં રહેવાથી, દાંતનો સડો વગેરે દાંતના અનેક રોગ થવાની સંભાવના રહે છે. તેથી સાધુએ તે વિષયમાં સજાગ અને સાવધાન રહેવું જોઈએ. યથા—
(૧) દાંતને નુકસાન થાય તેવા પદાર્થો ખાવા નહીં.
(2) ભોજન કર્યા પછી પાત્ર ધોઈને પાણી પીવું. આ પ્રમાણે કરવાથી સહજ રીતે દાંત પણ પાણીથી ધોવાઈ જાય છે. સાધ્વાચારનો આ નિયમ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે.
(૩) આહાર કર્યા પછી મુખમાં એકાદ બે ઘૂંટડા પાણી ભરીને તેને મુખમાં જ ખૂબ હલાવી હલાવીને પીવું. જેથી મુખશુદ્ધિ થઈ જાય છે.
(૪) ઉણોદરી તપ અને અઠવાડિયામાં એકાદ ઉપવાસ દાંતના નિરોગીપણામાં સહાયક બને છે.
આ રીતે સંપૂર્ણ શ્રદ્ધા અને સાવધાનીપૂર્વક સાઘ્વાચારના પ્રત્યેક નિયમોનું પાલન કરવાથી સંયમની સુરક્ષા થાય અને શરીરની સ્વસ્થતા જળવાઈ રહે છે.
પ્રસ્તુતમાં તાત્પર્ય એ છે કે દંતમંજન ન કરવું એ જૈન શ્રમણનો ધ્રુવાચાર છે અને તે આચાર પ્રત્યે આદર અને નિષ્ઠાના અભાવે લોક સંજ્ઞાથી દંત મંજનની પ્રવૃત્તિ કરવી તે અનાચાર છે. તે જાણી સંયમ સાધક દંત મંજનની પ્રવૃત્તિથી મુક્ત રહી શકે, તેવા વિવેક સાથે વર્તન કરવું જોઈએ.
***