________________
પરિશિષ્ટ
| ૫૩૯ |
પરિશિષ્ટ-૬
સાધ્વાચારની પ્રવૃત્તિ સંબંધી વિધિ વિવેક (૧) પ્રતિલેખન વિવેક : (૧) એક વસ્ત્રના ત્રણ વિભાગ કરીને આગળ, પાછળ બંને બાજુ ફેરવીને પ્રતિલેખન કરવું.
એક વિભાગમાં ઉપર, વચ્ચે અને નીચે તેમ ત્રણ વાર દષ્ટિ નાંખીને જોવું. (૩) એકાગ્ર ચિત્ત રાખવું.
બીજા વિચારો ન કરવા.
ઉતાવળ ન કરવી. શાંતિથી પ્રતિલેખન કરવું. (૬) હાથ અને વસ્ત્ર ધીમે ધીમે હલાવવા, વધારે પડતા હલાવવા નહીં. (૭) જીવ તો નથી ને? તેવી અન્વેષણ બુદ્ધિ રાખવી. જીવ રક્ષા માટે સતત ઉપયોગ રાખવો. (૮) પ્રતિલેખના વખતે વાતો કરવી નહીં, મૌન રાખવું, સ્થિર આસને બેસવું. (૯) પ્રતિલેખના કરતી વખતે વસ્ત્રનો આજુબાજુની વસ્તુ સાથે કે જમીન સાથે સ્પર્શ થવો નહીં. (૧૦) કપડું નીચે મૂકતી વખતે જમીનને તપાસવી. (૧૧) પ્રતિલેખિત અને અપ્રતિલેખિત વસ્ત્રાદિ અલગ અલગ રાખવા. (૧૨) પ્રતિલેખના પૂર્ણ થઈ ગઈ છે એવો ઉપયોગ રાખીને, વિચારીને પછી ત્રીજા શ્રમણ સૂત્રનો કાયોત્સર્ગ
કરવો.
(ર) ગોચરી ગમન અને આહાર વિધિ : (૧) ગોચરી જતાં પહેલાં મુહપતિ, જોળી તથા પાતરાનું પ્રતિલેખન કરવું.
કાયોત્સર્ગ કરીને ગોચરીના સંબંધમાં ચિંતન(સંકલ્પ) કરવું– ૧. ગોચરીમાં દષ્ટિની ચંચળતા થવા દેવી નહીં૨.મંદ ગતિએ ચાલવું, શાંતિ રાખવી, ઉતાવળ કરવી નહીં ૩. ગવેષણામાં પ્રમાણિકતા રાખવી, બેદરકારી કરવી નહીં ૪. આહાર સંબંધી વિશિષ્ટ ત્યાગ, નિયમ અથવા અભિગ્રહ કરવો. જે કર્યો હોય તો તેને સ્મૃતિમાં રાખવો.
ગુરુ આદિની આજ્ઞા લેવી. "આવસહી આવસ્યહી" તે પ્રમાણે બોલતા ઉપાશ્રયની બહાર નીકળવું. (૪) ગોચરી લઈને ઉપાશ્રયમાં આવતા "નિરૂહિ નિસ્સહિ” તે પ્રમાણે બોલીને ઉપાશ્રયમાં વિનયપૂર્વક
પ્રવેશ કરવો.
ભૂમિ પ્રમાર્જન કરીને આહારના પાતરા નીચે રાખવા અને ગુરુદેવને આહાર બતાવવો. (૬) જોળીનું પ્રતિલેખન કરવું.
(૩)