________________
૫૨૦
શ્રી દશવૈકાલિક સૂત્ર
આત્મા = હંમેશાં સહયબ્બો = રક્ષણીય છે કારણ કે અરવિ = અરક્ષિત આત્મા ગાપદ = જાતિ પથને, એકેન્દ્રિય આદિ વિવિધ જાતિઓમાં જન્મ મરણના પથને ૩ = પ્રાપ્ત થાય છે અને સુરકિરવો = સુરક્ષિત આત્મા સવ્વલુહાણ = સર્વ દુઃખોથી મુખ્ય = મુક્ત થાય છે. ભાવાર્થ- સર્વ ઈન્દ્રિય અને મનને સમાધિમાં એટલે આત્મવશમાં રાખતા સુસમાધિવત મુનિએ હંમેશાં પોતાના આત્માની રક્ષા કરવી જોઈએ. કારણ કે અરક્ષિત આત્મા જન્મ-મરણને પ્રાપ્ત કરે છે અને સુરક્ષિત આત્મા જ સર્વ દુઃખોથી મુક્ત થાય છે. વિવેચન :
પ્રસ્તુત ચૂલિકાની આ અંતિમ ગાથામાં દર્શાવ્યું છે કે ઇન્દ્રિય અને મનની સમાધિ વડે આત્મ સુરક્ષા કરનાર સંયમીને સંસારથી મુક્તિની પ્રાપ્તિ તથા આત્મ રક્ષા ન કરનારને જન્મમરણની પ્રાપ્તિ થાય છે.
જે જીવો વિષય પ્રવાહના વહેણમાં જ વહ્યા કરે છે તે જીવો અનંત જન્મ-મરણ કરે છે. કર્મબંધન દ્વારા તેઓના આત્મગુણોનો નાશ થાય છે. તે આત્માની અરક્ષા છે. પરિણામે તેઓની દુઃખની પરંપરા ચાલુ જ રહે છે. પરંતુ પ્રતિબુદ્ધ જીવી આ પરંપરાને તોડી નાંખે છે.
અખા ઉ[ સંય નિયષ્યો - સાધકનું લક્ષ્ય સદાને માટે આત્મરક્ષાનું જ હોય છે. આત્મગુણોના આવરણને હટાવી, દૂર કરી અને ગુણોને પ્રગટાવી સાધકે જન્મ-મરણની પરંપરાને તોડવી અને આત્માનુભૂતિ પ્રાપ્ત કરવી તે આત્મરક્ષા છે. સુરક્ષિત થયેલો આત્મા શારીરિક અને માનસિક સર્વદુઃખોથી મુક્ત થાય છે અને અરક્ષિત આત્મા એકેન્દ્રિયાદિ તુચ્છ જાતિઓમાં જન્મમરણ કરે છે અને ત્યાં અસહ્ય દુઃખ ભોગવે છે.
શરીર એ આત્મસાધના કરવાનું સાધન હોવાથી કેટલાક લોકો દેહ રક્ષાને સર્વોપરિ માને છે. પરંતુ અહીં સૂત્રકારે આત્મરક્ષાને સર્વોપરિ માની છે. સાધુ-સાધ્વીજીએ મહાવ્રતના ગ્રહણ કાળથી પ્રારંભી મૃત્યુ પર્યત દરેક ક્ષણ, દરેક પળ સાવધાનીપૂર્વક હંમેશાં આત્મરક્ષામાં લીન રહેવું જોઈએ. આત્મ દ્રવ્ય અજર-અમર છે. તેમ છતાં અવસ્થાભેદે તેના આઠ પ્રકાર છે. તેમાંથી અહીં સંયમના અનુલક્ષે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આત્માની રક્ષાનું કથન છે.
બધી ઇન્દ્રિયોની બહિર્મુખી વૃત્તિને રોકીને આત્માની પરિચર્યામાં ચિત્તને એકાગ્ર કરવાથી સંયમનું ઉર્વારોહણ થાય છે.
-: પરમાર્થ :
જિનેશ્વરના શ્રીમુખમાંથી પ્રવાહિત થયેલું, પરમાર્થથી ભરેલું, વિર ભગવંતોએ ઝીલેલું, વિવિક્ત ચર્યાના રૂપમાં પ્રસરેલું આ નવનીત રૂપ વાક્ય મંદ પરિણામી સાધકને સંયમમાં સ્વાનુશાસને