________________
| ચૂલિકા-રઃ વિવિ ચર્યા
[૫૧૫]
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સાધુને એક જ જગ્યા રહેવા સંબંધી કલ્પમર્યાદાનું કથન છે. સંવછ વાવ પરં પAT:- સાધુ જે પ્રામાદિમાં ચાતુર્માસ કલ્પ રહ્યા હોય, તે પ્રામાદિમાં પરમ = ઉત્કૃષ્ટ એક વરસ પ્રમાણ કાળ પર્યત, તે સાધુઓને ત્યાં આવીને રહેવું કલ્પતું નથી. સાધુના ગ્રામાદિમાં રહેવાના બે કલ્પ છે– (૧) માસક૫ અને (૨) ચાતુર્માસ કલ્પ. બૃહકલ્પમાં તેની કલ્પ મર્યાદા બતાવવામાં આવી છે. કલ્પમર્યાદા :- માસક૫– ગ્રીષ્મ અને શીતકાળમાં સાધુ પ્રામાદિમાં માસકલ્પ અર્થાતુ ૨૯ દિવસ અને સાધ્વીજી ૫૮ દિવસ રહી શકે છે. ચાર્તુમાસ કલ્પ– ચોમાસામાં સાધુ-સાધ્વી પ્રામાદિમાં ચાર મહિના રહે છે.
આચારાંગ કથિત સાધ્વાચારના નિયમ પ્રમાણે સાધુ-સાધ્વી ગ્રામાદિમાં માસિકલ્પ કે ચાતુર્માસ કલ્પ રહ્યા પછી ત્યાંથી વિહાર કરી અન્યત્ર વિચરતાં વિચરતાં ઓછામાં ઓછો બમણો સમય વ્યતીત થયા પછી જ તે ગ્રામાદિમાં રહેવા માટે આવી શકે છે. સાધુ જે પ્રામાદિમાં માસિકલ્પ કે ચાતુર્માસ કલ્પ રહે પછી તેથી બમણો કાળ વ્યતીત ન થાય ત્યાં સુધી તે પ્રામાદિમાં આવીને રહેવું તેને કહ્યું નહીં. બૃહક્કલ્પ સૂત્રથી માસકલ્પ અને ચાતુર્માસ કલ્પની કલ્પમર્યાદા સ્પષ્ટ થાય છે.
(૧) શેષકાળમાં સાધુ જે પ્રામાદિમાં માસિકલ્પ(ર૯ દિવસ) અને સાધ્વીજી પ૮ દિવસ રહ્યા હોય, ત્યાં સાધુને બે મહિના(૨૮ દિવસ) પર્યત અને સાધ્વીજીને ૧૧૬ દિવસ પર્યત આવીને રહેવું કહ્યું નહીં. બે મહિના પછી કે ૧૧૬ દિવસ પછી પુનઃ તે ત્યાં આવીને રહી શકે છે.
(૨) સાધુ જે ગ્રામાદિમાં ચાતુર્માસકલ્પ(ચોમાસાના ચાર મહિના) રહ્યા હોય તે પ્રામાદિમાં આઠ મહિના પર્યત આવીને રહેવું સાધુને કહ્યું નહીં અને આઠ મહિના પછી બીજો ચાતુર્માસ કલ્પ શરૂ થઈ જાય છે. સાધુ માટે ચાતુર્માસમાં વિહાર વજ્ય હોવાથી ૮+૪ = ૧૨ મહિના એક વર્ષ પર્યત તે ક્ષેત્રમાં તેઓ જઈ શકતા નથી. એક વર્ષ પછી તે ગ્રામાદિમાં સાધુ જઈને રહી શકે છે. આ અપેક્ષાએ જ ગાથાના પૂર્વાર્ધમાં એક વર્ષ પ્રમાણ કાળનું કથન છે.
વયં 7 વાસં ન ર્તીદં વસિષ્ણ = આ પદથી એ પણ ફલિત થાય છે કે મુનિ કલ્પ મર્યાદાનો બમણો સમય વ્યતીત થાય પહેલાં ત્યાં નિવાસ ન કરે અર્થાતુ રહેવા માટે ત્યાં ન આવે પરંતુ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જતાં આવતાં માર્ગમાં તે ગ્રામાદિ આવી જાય તો ત્યાં ૧-૨ રાત્રિ વિશ્રાંતિ માટે રહી શકાય છે પરંતુ વિચારવાની કે રહેવાની દષ્ટિએ મુનિ ત્યાં આવે નહીં.
સુત્ત મોબ વરેન બઘુકુત્તર અર્થે નદ આવે – ભિક્ષુએ સૂત્રાનુસાર સંયમ માર્ગમાં વિચરણ કરવું જોઈએ તેમજ સૂત્રના અર્થ પરમાર્થે જે જે નિયમ સિદ્ધ થાય તે સર્વ નિયમોનું યથાર્થ પાલન કરવું જોઈએ.