________________
[ ૫૧૪]
શ્રી દશવૈકાલિક સત્ર
વિશિષ્ટ શક્તિ સંપન્ન અને યોગ્યતા સંપન્ન સાધક વિશિષ્ટ અભિગ્રહ કે પડિમા ધારણ કરવા માટે ગુરુ આજ્ઞાપૂર્વક અલ્પકાલીન અથવા જીવન પર્યંતની એકલ વિહાર ચર્યા ધારણ કરે છે. તે વિશિષ્ટ સાધક તપસ્વી, પડિમાધારી અને જિનકલ્પી શ્રમણ હોય છે; તે આચાર્યની સંપદામાં ગણાય છે.
સામાન્ય સાધક સમૂહમાં રહીને જ સંયમ સાધના કરે, તેમાં જ તેના સંયમની સુરક્ષા અને સફળ તા રહે છે. સમૂહથી છૂટા પડી એકાકી વિચરણ બહુ જ જોખમ ભરેલું હોય છે. તે સાધક એકલા નિરંકુશ થવાથી સંયમાચારમાં, બ્રહ્મચર્યમાં કે શ્રદ્ધા વિચારણામાં કોઈ પણ સ્થળે શિથિલ થઈ જાય કે ડગમગી જાય, તેવી પૂર્ણ શક્યતા રહે છે. તેમ છતાં સૂત્રકારે આ ગાથામાં અને ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૩ર/પ માં અનિવાર્ય સંયોગોમાં સાધુના માટે એકાકી વિહારનું કથન કર્યું છે. સાધકનું લક્ષ્ય સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના જ છે. જે સંયોગોમાં લક્ષ્યની સિદ્ધિ ન થાય, તથા પ્રકારના કર્મના ઉદયે સંયમી જીવનને પોષક સહયોગીઓ ન મળે તો તે સાધક સૂત્રોક્ત સર્વ સાવધાનીપૂર્વક એકલો જ વિચરણ કરી સંયમ ભાવમાં લીન રહે.
પ્રથમ ચૂલિકામાં સંયમ છોડી ગૃહસ્થ ન થવાનો ઉપદેશ છે અને સંયમમાં જ રમણ–રતિ કરવાની પ્રેરણા છે; તેથી તે ચૂલિકાનું નામ રતિવાક્યા છે અને આ ચૂલિકાની આ ગાથામાં પણ આવા જ ભાવ છે કે સમાધિકારક સહચારીઓનો સંયોગ ન મળે તો પણ મુનિ સંયમ છોડવાનો વિચાર ન કરે પરંતુ એકલો જ જાગૃતિપૂર્વક સંયમમાં વિચરણ કરે. આ ગાથાના વિષયની મુખ્યતાએ આ ચૂલિકાનું નામ રતિવાક્યાના અનુસંધાનમાં વિવિક્ત ચર્યા છે. કલ્પમર્યાદા અને સૂત્રાજ્ઞા પાલન શિક્ષા :
संवच्छरं वावि परं पमाणं, बीयं च वासं ण तहिं वसेज्जा ।
सुत्तस्स मग्गेण चरेज्ज भिक्खू, सुत्तस्स अत्थो जह आणवेइ ॥ છાયાનુવાદ: સંવારં વાર પરં પ્રમાાં, દિતાત્રે ૨ વર્ષ ન તત્ર વો !
सूत्रस्य मार्गेण चरेद् भिक्षुः, सूत्रस्यार्थो यथाऽऽज्ञापयति ॥ શબ્દાર્થ -પ૨ = ઉત્કૃષ્ટ સંવછર = એક વર્ષમાં પ્રમાણ વાવિ સુધી તfહં તે જ સ્થાને વયં ચ = એક વાર કલ્પકાલ રહ્યા પછી બીજીવાર વાસં = આવીને નિવાસ વસેના = ન રહે સુસ = સૂત્રના સભ્યો = અર્થ કદ = જેવી રીતે આવે = આજ્ઞા કરે, તેવી રીતે મિÇ = સાધુ મન = માર્ગથી વરિન = ચાલે.
ભાવાર્થ – ભિક્ષુ જે ક્ષેત્રમાં માસ કલ્પ કે ચાતુર્માસ કલ્પ રહ્યા હોય. ત્યાં પાછા બીજીવાર(જઘન્ય બે માસ) ઉત્કૃષ્ટ એક વર્ષ સુધી(ચાતુર્માસ કલ્પ રહ્યા હોય તે અપેક્ષાએ) આવીને નિવાસ ન કરે અર્થાત્ રહેવા માટે ન આવે. આ રીતે સૂત્રનો અર્થ જે આજ્ઞા કરે તે તે સૂત્રાજ્ઞાઓ અનુસાર સંયમ માર્ગમાં વિચરણ કરે.