________________
| ચૂલિકા-રઃ વિવિક્ત ચર્યા
૫૧૩
કરે. આ રીતે વિચરણ કરવાથી કોઈ સ્થાનમાં કે તે સ્થાનમાં રહેતી વ્યક્તિઓમાં મમત્વ ભાવનું બંધન થતું નથી. આ રીતે આ સુત્રપદ સાધુને કોઈ પ્રાંત કે ક્ષેત્રના આગ્રહ વિના વિચરણ કરવાની પ્રેરણા આપે છે. માટે છતી શક્તિ સાધુએ એક જ શહેર કે પ્રાંતથી પ્રતિબદ્ધ ન રહેવું જોઈએ અને ક્યાં ય મારા ક્ષેત્ર, મારા ગામ, મારા શ્રાવક એવું મમત્વ ન બાંધવું જોઈએ. િિો યાવવુિં જ્ઞા :- સાધ ગુહસ્થોની સેવા ન કરે. રાજા, મહારાજા, નેતા કે ધનાઢય કોઈ પણ ગૃહસ્થ તો ગૃહસ્થ જ છે; સાધુનું પદ તો તેનાથી શ્રેષ્ઠ જ છે; માટે સાધુએ કોઈ પણ પ્રવાહમાં કે ભાવુકતામાં આવી ગૃહસ્થો સાથે સૂત્રોક્ત વિનય વૈયાવૃત્યની પ્રવૃત્તિ કરવી ન જોઈએ. ગૃહસ્થોની સેવા કરવાથી સાધુને અવિરતિનું પોષણ, પ્રશંસા, અનુમોદના થાય છે. ગૃહસ્થોના ઉપકારના કાર્યો કરવા તે પણ સાધુને માટે એક પ્રકારનું બંધન છે. સાધુ તેનો ત્યાગી હોય છે. અરવિહિં સમું વસિષ્ણા - મુનિ સંક્લેશ રહિત ઉત્તમ સાધુઓની સાથે જ રહે. જ્યાં રહેવામાં કોઈ પણ પ્રકારની સંકલેશની સ્થિતિ હોય ત્યાં મુનિ પહેલાં પોતાના આત્માનું દમન કરી સંકલેશથી દૂર રહેવાનો પ્રયત્ન કરે, તેમ શક્ય ન હોય તો બીજા અંકલેશ રહિત સ્થાનનો નિર્ણય કરે.
મનુષ્યો જેના સંસર્ગમાં રહે છે તેના આંદોલનની અસર વ્યક્ત કે અવ્યક્તપણે તેના જીવન પર થાય છે. તેથી જ જ્ઞાનીઓએ સત્પુરુષોના સંગમાં રહેવાની પ્રેરણા આપી છે. માટે મુનિ ફ્લેશ રહિત ઉત્તમ પુરુષના સાંનિધ્યમાં રહે છે જેથી તેના સંયમ પર્યાયોની વૃદ્ધિ થતી રહે. સહચારી શ્રમણના અંતરાયે એકાકી વિહાર:
___ण वा लभेज्जा णिउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा ।
एक्को वि पावाई विवज्जयंतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ છાયાનુવાદ: નવા નખેત નિપુર્વ સદા, ગુણાધિ વા કુતિઃ સનં વા ..
एकोऽपि पापानि विवर्जयन्, विहरेत् कामेषु असज्यमानः ॥ શબ્દાર્થ -પુનાદિય = ગુણોમાં અધિક ગુણો મ = ગુણોમાં તુલ્યf૩ = સંયમ પાલનમાં નિપુણ કોઈ સહયં સહાયક સાધુજ તમે જ્ઞાન મળે તો સાધુ પાવા પાપ કર્મોને વિલાયતો = છોડતો નેણું = કામ ભોગોમાં અન્નનળો = આસક્ત ન થતો જો વિ = એકલો જ વિરિષ્ઠ = વિચરે. ભાવાર્થ - કોઈ મુનિને પોતાના અંતરાય કર્મસંયોગે જો ગુણાધિક કે ગુણ સમ એટલે સમાન આચાર વિચારવાળા અથવા વિશિષ્ટ આચાર નિષ્ઠ શ્રમણનો સુયોગ ન મળે તો તે પાપોનું પૂર્ણ રીતે વર્જન કરતાં અને ક્યાંય ઇન્દ્રિય વિષયોમાં આસક્ત ન થતાં, સાવધાનીપૂર્વક એકાકી વિચરે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં મુનિ માટે સપરિસ્થિતિક એકલ વિહારનું સૂચન છે.