________________
૫૦૮
શ્રી દશવૈકાલિક સત્ર
વિહારવરિયા :- આ શબ્દનો સામાન્ય અર્થ પદ યાત્રા થાય છે પરંતુ અહીં પ્રસંગોનુસાર સાધુ
જીવનની સમસ્ત આચાર ચર્યાને તેમજ ગાથામાં દર્શિત ગુણ સંયુક્ત આચરણને વિહાર ચર્યા કહી છે. તાત્પર્ય એ છે કે ગાથામાં સંકલિત ગુણો કે આચરણો સંયમ જીવન માટે પ્રશસ્ત છે, સુંદર છે, હિતાવહ છે. તેને પ્રત્યેક શ્રમણ પૂર્ણ રીતે પાલન કરે તો તેનું જીવન પ્રશસ્ત અને લક્ષ્ય સિદ્ધિવાળું થઈ જાય છે.
વાતો :- નિકેત શબ્દનો અર્થ છે ઘર, મકાન, મઢ, આશ્રમ અને વાસ શબ્દનો અર્થ અહીં નિવાસ કે સ્થાયી નિવાસ છે તથા 'અ' શબ્દ નિષેધ અર્થમાં છે. તેથી સંપૂર્ણ શબ્દનો અર્થ આ પ્રમાણે થાય છે– શ્રમણ કોઈપણ સ્થાનમાં સ્થાયી નિવાસ ન કરે, સદા વિચરણશીલ રહે. તે ઉત્સર્ગ માર્ગ–રાજમાર્ગ છે; મુનિ જીવનનો સામાન્ય નિયમ છે. પરંતુ વૃદ્ધાવસ્થા શારીરિક અસામર્થ્ય આદિ પરિસ્થિતિઓમાં વિશિષ્ટ નિર્ણય અને વિવેક સાથે મુનિ એક સ્થાન પર રહે તો તે આગમ સમ્મત અપવાદ માર્ગ કહેવાય છે.
સમુયાપ વરિયા :- સામુદાનિક ભિક્ષાવૃત્તિને અહીં સમુદાનચરિયા કહી છે. તદનુસાર ધનાઢ્ય કે નિર્ધનના ભેદભાવ વિના સહજ રીતે સર્વ સામાન્ય ઘરોમાં ગૌચરી કરવી, તે સમુદાનચરિયા છે.
પરિયા :- એકાંત શાંત અને સ્ત્રી, પશુ, નપુંસક આદિથી રહિત એવા કલ્પનીય સ્થાનમાં મુનિ રહે પરંતુ ગીચ સ્થાનમાં રહેવું નહીં. અખોવદિ – નિષ્પરિગ્રહી મુનિ કેવળ શરીર અને સંયમના નિર્વાહ માટે આગમોક્ત વસ્ત્ર પાત્ર આદિ સીમિત ઉપકરણ રાખે; તેના માટે અહીં અલ્પપધિ શબ્દ છે. શ્રમણને પોતાના ઉપકરણોનું સવાર સાંજ પ્રતિલેખન કરવાનો નિયમ હોય છે અને પોતાના સર્વ ઉપકરણો સ્વયં ઉપાડીને ગ્રામાનુગ્રામ પાદ વિહાર કરવાનો ધ્રુવ આચાર છે. આ કારણે વધારે ઉપધિ તેનાથી રખાય નહીં; તેથી જૈન શ્રમણ પાસે અલ્પ ઉપધિ હોય છે. જનવિવાળ - કલેશ કદાગ્રહ વગેરેથી શાંતિનો ભંગ થાય છે; રાગદ્વેષ અને કર્મબંધની વૃદ્ધિ થાય છે તથા સંયમનો અત્યધિક નાશ થાય છે તેમજ સાધુને કલહ કરતાં જોનાર કે સાંભળનાર લોકોમાં ધર્મ પ્રત્યે તિરસ્કાર ભાવ ઉત્પન્ન થાય છે. માટે કર્મબંધથી મુક્ત થવાના લક્ષે મુનિ ક્લેશ કંકાસ રહિત જીવન જીવે છે. પરિહાર્ય અપરિહાર્ય ગોચરી :
आइण्णओमाणविवज्जणा य, ओसण्णदिट्ठाहडभत्तपाणे ।
संसट्ठकप्पेण चरिज्ज भिक्खू, तज्जायसंसट्ठ जई जएज्जा ॥ છાયાનુવાદઃ આવવમાનવિયર્નના ૨, ૩ન્નદાહૃતમસ્તાનમ્ |
संसृष्टकल्पेन चरेद् भिक्षुः, तज्जातसंसृष्टो यतिर्यतेत ॥ શદાર્થ-બિનઉ = ભિક્ષ આgણ = જનાકીર્ણ સંખડી, હજારોનો સમુદાય ભેગો થયો હોય, તેવો