________________
| ચૂલિકા-રઃ વિવિક્ત ચર્યા
૫૦૭.
સામા પૂરમાં ચાલવા સમાન કઠિન છે છતાંય મોક્ષ પ્રદાયક છે. જેમ કડવું ઔષધ પરિણામે આરોગ્યદાયક હોય છે, તેમ પ્રતિસોતની પ્રતિકૂળતા પરિણામે અનંત સુખદાયક હોય છે.
અનુસ્રોત ગમન કષ્ટ રહિત અને અનુકૂળ હોવાથી સામાન્ય જનને પ્રિય લાગે છે પરંતુ કિંપાક ફળની સમાન તેનું પરિણામ દારુણ હોય છે. તેથી મોક્ષાર્થી સાધકે અનુશ્રોત ગમનનો ત્યાગ કરવો જોઈએ અને પ્રતિસ્રોત ગમનનો જ સ્વીકાર કરવો જોઈએ.
તા આથાર પવનેષ :- પ્રતિસોત ગમન કરનાર સાધકે સદાચાર પાલન માટે માનસિક સામર્થ્ય કેળવી, સંયમ અને સંવરમાંચિત્તને સ્થાપિત કરી, મહાપુરુષો દ્વારા કથિત સાધુચર્યાનું, પંચાચારનું પાલન કરવું જોઈએ. પંચાચારના પાલનથી વિષયો પ્રત્યે વિરાગ જન્મે છે, વૈરાગ્ય ભાવથી જ સંયમ અને સંવરની આરાધના એટલે ચારિત્રનું પાલન થઈ શકે છે. આ રીતે પ્રત્યેક ગુણો પરસ્પર સાપેક્ષ છે, એક ગુણની આરાધના બીજા ગુણને પ્રગટાવે છે. સાધુ ચર્ચામાં અનિયત વાસ આદિ પ્રશસ્ત ગુણો :
अणिएयवासो समुयाण चरिया, अण्णायउंछं पइरिक्कया य ।
अप्पोवही कलहविवज्जणा य, विहारचरिया इसिणं पसत्था ॥ છાયાનુવાદ: નિયત (નિત) વાર: સમુદાનવ, અજ્ઞાતોષ્ઠ નિરિતા ઘા
अल्पोपधिः कलहविवर्जना च, विहारचर्या ऋषीणां प्रशस्ताः ॥ શબ્દાર્થ -ળપવાનો = એક સ્થાને હંમેશાં ન રહેવું સમુથીરિયા = અનેક ઘરોથી ભિક્ષા ગ્રહણ કરવી અ થડછ = પૂર્વ તૈયારી કે જાણકારી રહિત, એવા અજ્ઞાત કુલોમાંથી થોડો થોડો આહાર ગ્રહણ કરવો પરિવજયા = એકાત્ત સ્થાનમાં નિવાસ કરવો ખોવાહી = અલ્પ ઉપાધિ રાખવી, અલ્પ ઉપકરણ વજનદવિવMા = કલહનો ત્યાગ કરવો ફોન = ઋષિઓની વિદ૨વરિયા = વિહાર ચર્યા, આ પ્રકારની સંયમ જીવન ચર્યા પત્થા = પ્રશસ્ત છે. ભાવાર્થ:- મુનિએ સદા વિચરણ કરતા રહેવું પરંતુ નિયત સ્થાનમાં ન રહેવું; નિર્ધન ધનવાન ઘરોમાં સમ પરિણામે ભિક્ષાર્થ જવું; પૂર્વ તૈયારી રહિત અજ્ઞાત અને અનેક ઘરોમાંથી અલ્પ આહારાદિ ગ્રહણ કરવા; સંયમી જીવનમાં બાધા ન પહોંચે તેવા એકાંત સ્થાનમાં રહેવું ; ઉપકરણો અલ્પ રાખવા અને કલહનો ત્યાગ કરવો. મહર્ષિઓની આ પ્રકારની પ્રશસ્ત સ્વયં વિહારચર્યા છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સૂત્રકારે સાધુચર્યાના અપેક્ષિત પ્રશસ્ત ગુણોને દર્શાવ્યા છે અને શ્રમણોને આ પ્રશસ્ત ગુણોને ધારણ કરવાની પ્રેરણા આપી છે.