________________
| ૫૦૬
શ્રી દશવૈકાલિક સત્ર
સામાન્ય લોકોને ભાવ અનુશ્રોત ગમન(સંસાર પ્રવાહમાં ચાલવું) સરલ હોય છે; કારણ કે તે જીવને અનાદિના અભ્યાસનો માર્ગ છે અને તેમાં કોઈ પણ પ્રયત્નની કે આત્મ નિયંત્રણની આવશ્યકતા હોતી નથી. કિસો આવો(નો) સુવિદિયા – જેમ નદીના પ્રવાહ સામે ચાલવું પ્રત્યેક પ્રાણી માટે કઠિન હોય છે તેમ ભાવ પ્રતિશ્રોતરૂપ તપ સંયમ સાધના માર્ગ પણ સાધકો માટે દુષ્કર હોય છે. તેમાં જીવને અનાદિ સંસાર સ્વભાવનો ત્યાગ કરવો જરૂરી હોય છે. છતાં ય તે માર્ગ સુવિદાઇ સુવિહિત શ્રમણો દ્વારા માસવો = સ્વીકાર્ય, સેવ્ય હોય છે. અથવા આસનો = નિવાસ કરવા યોગ્ય, રહેવા યોગ્ય છે. તાત્પર્ય એ છે ભાવ પ્રતિશ્રોત માર્ગ રૂપ સંયમ દુષ્કર હોવા છતાં સુવિહિત શ્રમણ તે સંયમ માર્ગમાં જ વિચરણ કરે છે અને અનુશ્રોતરૂપ સંસાર માર્ગનો ત્યાગ કરે છે. તેનું કારણ પણ આ ગાળામાં સ્પષ્ટ કર્યું છે. યથાઅજુનો સંસારે ડિસ્તો તાસ ૩ત્તારો – ભાવ અનુશ્રોતગમન સરલ હોવા છતાં તે કર્મબંધનો માર્ગ છે. તેથી જીવને જન્મ મરણ રૂપ સંસાર ભ્રમણની પ્રાપ્તિ થાય છે. જ્યારે ભાવ પ્રતિશ્રોત ગમનરૂપ સંયમ માર્ગ કઠિન હોવા છતાં પણ તેમાં કર્મોની મહાન નિર્જરા થાય છે અને તેના પરિણામે આત્મા સંસાર ભ્રમણથી મુક્ત થાય છે.
પલિયમેવ અખા લાયબ્ધો :- આ વાક્યમાં શાસ્ત્રકારે સાધકને પ્રેરણા કરી છે કે સાધકે પોતાના આત્માને ભાવ પ્રતિશ્રોત રૂપ સંયમ માર્ગ(મોક્ષ માર્ગ)માં જ જોડવો જોઈએ.
ની નવે – જેણે પોતાનું લક્ષ્ય નિશ્ચિત કર્યું છે અર્થાત્ વિષયભોગનો ત્યાગ કરવાનું અને સંયમમાં સ્થિત થવાનું જેનું લક્ષ્ય છે તેવા જીવો.
ડેજાનેf -વિષયભોગથી વિરક્ત થઈને સંયમની ઈચ્છાવાળા, મુક્ત થવાની ઈચ્છાવાળા, મોક્ષાર્થી, મુમુક્ષુ પ્રાણી. સુવિદ્યિા – સુવિહિત સાધુ. સાધુ સમાચારી અનુસાર વર્તન કરનારને સુવિહિત કહે છે. માયાર પરવેવનેષ – આચારમાં જેનું પરાક્રમ છે તેને આચાર પરાક્રમી કહે છે અર્થાત્ જ્ઞાનાદિ પંચાચારમાં સતત પરાક્રમ કરનાર. સંવરસાદ વહુન્નેનું - સંવર = ઇન્દ્રિય અને મનનો સંવર. સમાધિ = સંયમ ભાવ, આત્મ શાંતિ, એકાગ્રચિત્ત. (૧) સંવરમાં જેની સમાધિ અધિક હોય છે તે સાધક સંવરસાદ વહુત કહેવાય છે. (૨) સંવરરૂપ સંયમ અને તેની સમ્યફ પાલના રૂપ સમાધિ; તેનાથી જે સંયુક્ત તે સંવરમાદિ વહુત કહેવાય છે. વરિયા નુ ચણિયા-ચર્યા = સંયમ ધર્મના સાધનભૂત અપ્રતિબદ્ધ વિહાર આદિ ચર્યાનુગ = વિનય આદિ ગુણો તેમજ મૂળ અને ઉત્તરગુણો. ળિયT = વિવિધ પ્રકારના નિયમો-અભિગ્રહ વગેરે. સાર - મોક્ષાર્થી સાધક લક્ષ્યપૂર્વક સંસારના પ્રતિસોત રૂપ તપ સંયમમય મોક્ષ માર્ગમાં ગમન કરે છે. તે