________________
| ચૂલિકા-રઃ વિવિક્ત ચર્યા
[૫૦૯]
મોટો જમણવાર ઓના = અવમાન સંખડી, નાની સંખડી, નાનો જમણવાર વિવશ્વ = ત્યાગ કરે કોઈ = પ્રાયઃ રિદિ૬ = લાવતાં નજરે દેખાય તેવા મત્તા = આહાર–પાણી વગેરે ગ્રહણ કરે સંતકુખે = સંસ્કૃષ્ટ હસ્તાદિ દ્વારા આહાર લેતાં વરિષ્ણ = ગોચરી કરે તન્ના લક્ = તેમાં તે જ પદાર્થથી સંસ્કૃષ્ટ ખરડાયેલા હસ્તાદિથી આહાર ગ્રહણ કરે ન = યતિ, આ રીતે મુનિ ના
ના = આહાર ગ્રહણ કરવા સંબંધી યતના કરે. ભાવાર્થ:- સાધુ મોટા જમણવાર અને નાના જમણવાર બંનેનો ત્યાગ કરે, પ્રાયઃ નજરે દેખાય તેમ લાવતા અને અપાતા આહાર–પાણી ગ્રહણ કરે તથા અચિત્ત પદાર્થથી ખરડાયેલ હાથ, કડછી વગેરેથી આહાર આદિ ગ્રહણ કરે અને ક્યારેક તે જ જાતના પદાર્થથી ખરડાયેલ ભાજન, કડછી, હાથ વગેરેથી આહારાદિ ગ્રહણ કરવા સંબંધી યતના કરે, નિયમ કરે, અભિગ્રહ કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં આહાર ગ્રહણ કરવા સંબંધી વિધિ નિષેધોનું નિરૂપણ છે. આપના વિવાદ- અહીં બે પ્રકારના ભોજન સમારંભનું કથન છે. પ્રાચીનકાળમાં સંખડી રૂ૫ મોટી જમણવારી બે પ્રકારની થતી હતી (૧) આકીર્ણ સંખડી = સેંકડો હજારો લોકોનું જમણ (૨) અવમાન સંખડી = ભોજન સામગ્રી ઓછી હોય અને જમનારા માણસો વધારે આવ્યા હોય.
આ બંને પ્રકારની જમણવારીમાં મુનિ ગોચરી જવાનું વર્જન કરે, ત્યાગ કરે. કારણ કે આ બંને પ્રકારની સંખડીમાં જનાકીર્ણતા હોય છે, તેમાં મુનિની સંયમચર્યાના નિયમોનું યથાર્થ પાલન થાય નહીં. તેવા ભોજન સમારંભમાં અનેક સ્ત્રી, પુરુષોની ભીડમાં ચાલવામાં અને ઊભા રહેવામાં ધક્કામુક્કી કે સંઘટ્ટો(શરીર સ્પર્શ) થઈ જાય છે. તેમજ કોઈક વાર તેવી ભીડમાં સાધુ પડી જાય તો સ્વની અને પર જીવોની વિરાધના થાય છે. તેથી સાધુ આકર્ણભોજન અને અવમાન ભોજનનો ત્યાગ કરે.
સUMવિકાદમત્તા :- ઓસ00 = પ્રાયઃ કરીને. ગવેષણાની શુદ્ધિ માટે મુનિ જોઈ શકાય તેવા સ્થાનેથી લાવેલી વસ્તુ ગ્રહણ કરે છે. તેમ છતાં કોઈ વિશેષ પરિસ્થિતિમાં જોઈ ન શકાય તેવા સ્થાનેથી લાવેલી વસ્તુ પણ મુનિ ગ્રહણ કરી શકે છે. યથા– (૧) કેટલાક શુચિ ધર્મી કુલોમાં સાધુને જવા માટેની ભૂમિની મર્યાદા હોય છે. તેવા ઘરોમાં રસોઈ ઘરમાં કે તેના અતિ નજીકમાં સાધુને આવવાની મનાઈ હોય છે. તે સમયે ન દેખાતી વસ્તુની ગવેષણા કરીને વિવેકપૂર્વક મુનિ ગ્રહણ કરી શકે છે. તે માટે અહીં સUM શબ્દ છે તેનું તાત્પર્ય છે કે પ્રાયઃ કરીને તો મુનિ દેખાતા આહારને જ ગ્રહણ કરે.
જે ગુહસ્થ સાધુના ગૌચરીના નિયમોને યથાર્થ રીતે જાણતા હોય, સાધુને પણ તેની ગવેષણા શુદ્ધિ માટે પૂર્ણ વિશ્વાસ હોય અને સાધુને ઔષધાદિ કે અન્ય કોઈ વસ્તુની આવશ્યકતા હોય તો તે વિવેકપૂર્વક ઉપર કે નીચેથી નહીં દેખાતી વસ્તુ ગ્રહણ કરી છે.
કોઈ કાપડની દુકાનમાં આગળના સંપૂર્ણ વિભાગમાં સ્થાયી જાજમ, ગાદલા વગેરે પાથરેલા