________________
| ચૂલિકા-રઃ વિવિ ચર્યા
[૫૦૧]
[ બીજી ચૂલિકા |
જ પરિચય
:
* આ ચૂલિકાનું નામ વિવિક્ત ચર્યા છે. * વિવિક્ત શબ્દના અનેક અર્થ છે- અલગ, વિવેકયુક્ત, પવિત્ર, શુદ્ધ, સ્ત્રી-પશુ-નપુંસકથી અસંસક્ત, વિજન-જનસંપર્કથી શુન્ય, પ્રચ્છન્ન(ગુપ્ત), એકાન્ત વગેરે. ચર્યા શબ્દના પણ અનેક અર્થ છે– આચરણ, વિચરણ, વ્યવહાર, ચારિત્ર, જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચાર. * પ્રસ્તુતમાં સંસારથી અલગ થઈને કે ગચ્છથી અલગ થઈને સાધના કરનાર શ્રમણના આચારવિચાર એટલે સંયમ ચર્યા સંબંધી મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન છે. તેથી આ ચૂલિકાનું નામ વિવિક્ત ચર્યા સાર્થક છે અને તેમાં શિરોસ્થાનીય શિક્ષાઓ છે; માટે તેને ચૂલિકારૂપે સ્થાન પ્રાપ્ત છે. * સંસારમાં બે પ્રકારના જીવ હોય છે– (૧) અનુશ્રોતગામી (૨) પ્રતિશ્રોતગામી. * અનુ = અનુસાર, સોત = પ્રવાહ, ગામી = ગમન કરનાર. જે પ્રવાહના અનુસાર ગમન કરે તે અનુશ્રોતગામી કહેવાય છે. * પ્રતિ = વિપરીત, સોત = પ્રવાહ, ગામી–ગમન કરનાર; જે પ્રવાહની વિપરીત દિશામાં ચાલે તેને પ્રતિસોત ગામી કહેવાય છે. * પ્રસ્તુતમાં સંસાર પ્રવાહને અનુસરનારાને અનુશ્રોતગામી કહ્યા છે. સંસારી લોકોનો શરીરલક્ષી કે ઈન્દ્રિયલક્ષી જે જીવન વ્યવહાર હોય છે તથા સ્ત્રી, પુત્ર, પરિવાર, મોજશોખ અને એશ-આરામરૂપ જે જીવન વ્યવહાર હોય છે તેને સંસાર પ્રવાહ કહે છે; તે પ્રવાહને અનુસરનારા સર્વ સંસારી જીવો અનુશ્રોતગામી કહેવાય છે. * વ્રત-પ્રત્યાખ્યાન, ઇન્દ્રિય નિગ્રહ, તપ-ત્યાગ. સંયમ સાધના આદિ પ્રવત્તિઓ સંસાર પ્રવાહથી વિપરીત છે, માટે તે પ્રવૃત્તિઓને સ્વીકારનાર શ્રમણોને પ્રતિશ્રોતગામી કહેવાય છે. * જેમ નદીમાં જળના પ્રવાહ અનુસાર ચાલવું કે તરવું સુગમ હોય છે તેમ સંસાર પ્રવાહમાં ચાલવું સરલ અને સહજ હોય છે. તેથી અન શ્રોતગમન સરલ છે. જેમ પાણીના પ્રવાહની સામે ચાલવું અતિ કઠિન હોય છે તેમ સંસાર પ્રવાહથી વિપરીત એવા વ્રત, નિયમ, તપ ત્યાગ વગેરે સાધનામય જીવન કઠિન છે. તેથી પ્રતિશ્રોત ગમન કઠિન છે. * સરલ છતાં અનુશ્રોત ગમનનું પરિણામ જન્મ મરણની વૃદ્ધિ છે અને પ્રતિશ્રોત ગમન કઠિન