________________
| ૫૦૨
શ્રી દશવૈકાલિક સૂત્ર
છતાં ય તેનું પરિણામ જન્મ મરણથી મુક્તિ છે. * પ્રતિસ્રોત ગમનમાં જાગૃતિ, વિવેક, વિચાર, બૌદ્ધિક ચિંતન, મનન, અંતઃનિરીક્ષણ, પરિક્ષણ, આત્મશક્તિના વિકાસ વગેરે માટેના પ્રયત્નો આવશ્યક હોય છે. જ્યારે અનુશ્રોત ગમનમાં એવા કોઈ પ્રયત્નની આવશ્યકતા હોતી નથી, કારણ કે પ્રવાહની સાથે જ ચાલવાનું હોય છે.
* પ્રસ્તુત ચૂલિકામાં અનિયતવાસ, સામુદાનિક ભિક્ષા, અલ્પપધિ, આકીર્ણ-અવમાન ભોજન ત્યાગ, ક્લેશ-કષાય ત્યાગ, મત્સર ત્યાગ, સ્વાધ્યાય અને ધ્યાનમાં તલ્લીનતા, નિર્મમત્વભાવ, અપ્રતિબદ્ધતા, સદા જાગૃતિ, ગુણવાન પુરુષોનો જ સંગ વગેરે વિષયોનું નિરૂપણ છે. * સાધુ જીવનમાં પોતાની સંયમ સાધનાની સુરક્ષા માટે આગમ શાસ્ત્રો પ્રતિ બહુમાન અને તેમાં પારાયણ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. તે ઉપરાંત જિનાજ્ઞાનુસાર પ્રત્યેક વ્યવહાર કરવાની પ્રેરણા માટે આ ચૂલિકામાં પ્રેરક વાક્યો છે– (૧) સુરક્સ મોબ વન fમલ્લુ = સાધુએ સૂત્રોનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમજ સૂત્રોના ભાવો વિશાળ હોય છે, માટે કહ્યું છે કે– (૨) સુલ અલ્યો કદ આવેઠું = સૂત્રનો અર્થ જે રીતે આજ્ઞા આપે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઈએ. * સંયમ સાધક હંમેશાં આત્મનિરીક્ષણ કરીને પોતાના દોષોને જુએ અને તે દોષમુક્ત થવા આત્માનુશાસન કરે તેમજ પોતાના ઇન્દ્રિય અને મનને નિયંત્રિત કરે. સૂત્રકારનું આ કથન સાધકને સતત સાવધાન અને પુરુષાર્થશીલ બનાવે છે.
* સદા આત્માનું જ રક્ષણ કરવું જોઈએ. તે અશુભકર્મોથી બંધાઈને નરકાદિ દુર્ગતિમાં ન જાય તેના માટે જાગૃત રહેવું જોઈએ. અરક્ષિત આત્મા સંસાર પરિભ્રમણ કરે છે અને રક્ષિત આત્મા બંધનથી મુક્ત થાય છે. * આ રીતે પ્રસ્તુત ચૂલિકા સાધુની આત્મલક્ષી, સ્વાવલંબી સાધનાને ઉજાગર કરે છે અને સાધકને સ્વયં આત્મનિરીક્ષણ કરી જીવન સંશોધિત કરવાની પ્રેરણા આપે છે.