________________
૫૦૦
શ્રી દશવૈકાલિક સત્ર
રત્નત્રયમાં રમણ કરનાર અણગારને ક્યારેક મોહનો ઉદય પરેશાન કરે અને અઢાર પાપસ્થાનમાં લઈ જવા માટે બળાત્કાર કરે, ત્યારે તે મોહાધીન અણગારની પડતી વૃત્તિને સ્થિર કરવા રતિવાક્યા રૂપ માતા તેને પોતાની ગોદમાં સમાવી લે છે. પછી તે અણગારને પરમ પુરુષાર્થમાં સ્થાપિત કરી, અનુપ્રેક્ષાનો સહારો આપી, વિશ્વદર્શન કરાવી, ગૃહસ્થ જીવન કેવું દુઃખમય છે તેનું ભાન કરાવી, ઉપાયોથી રત્નત્રયમાં રતિ જાગૃત કરાવી, અખંડ ચેતન પ્રાણધારાને સંયમિત કરાવી પામરમાંથી પરમાત્મા બનવા માટે ચેતનમાં સમાહિત કરવાની પ્રેરણા બક્ષે છે.
નામ જ આનું ચૂલિકા છે. ખુદ જ પરમાર્થ છે. નીચે ગબડતા લોકોને લોકાગ્રે પહોંચાડી વાસ્તવિક સુખના ભોક્તા બનાવી દે છે. જ્યાંથી પાછું ફરવાનું હોતું નથી.
II ચૂલિકા-૧ સંપૂર્ણ II