________________
ચૂલિકા-૧ : રતિવાક્યા
આત્માની અનંત શક્તિ અને દઢ નિશ્ચયની સામે દુન્યવી સર્વ શક્તિઓ પરાજિત થાય છે માટે આત્માર્થી મુનિનો દઢ સંકલ્પ તેને સંયમી જીવનમાં સફલ બનાવે છે.
બુદ્ધિમાન સાધકને અંતિમ શિક્ષા ઃ
१८
૪૯૯
इच्चेव संपस्सिय बुद्धिमं णरो, आयं उवायं विविहं वियाणिया । कारण वाया अदु माणसेणं, तिगुत्तिगुत्तो जिणवयणमहिट्टिज्जासि ॥ ત્તિ ભિા
:
છાયાનુવાદ : ત્યેવં સંપ્રેક્ષ્ય બુદ્ધિમાન્નરઃ, આયમુપાયં વિવિધ વિજ્ઞાય | कायेन वाचाऽथ मानसेन, त्रिगुप्तिगुप्तो जिनवचनमधितिष्ठेत् ॥ શબ્દાર્થ – બુદ્ધિમં - બુદ્ધિમાન્ ળરો – મનુષ્ય ફત્તેવ - આ પ્રમાણે સંસ્સિય = વિચાર કરીને વિવિë = વિવિધ આય = આત્મ લાભ, જ્ઞાનાદિ લાભ ડેવાય = સંયમ સુરક્ષાના ઉપાયોને વિયાળિયા = જાણીને ગણ્ = કાયાથી વાયા = વચનથી અવુ = અથવા માળસેળ = મનથી ત્તિવૃત્તિપુત્તો = ત્રિગુપ્તિથી ગુપ્ત થઈને બિળવયળ = જિન વચનનો મહિફ઼્રિજ્ઞાપ્તિ = આશ્રય કરે, અર્થાત્ જિન વચનાનુકૂળ ક્રિયા કરીને સ્વકાર્ય સિદ્ધ કરે.
ભાવાર્થ:- બુદ્ધિમાન્ સાધક ઉપરોક્ત સર્વ વિષયોની સમ્યક્ સમીક્ષા કરીને, સંયમ ગુણની વૃદ્ધિ અને સંયમ સુરક્ષાના ઉપાયોને જાણીને, મન–વચન અને કાયાના યોગથી તેમજ ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને જિનાજ્ઞાનું યથાવત્ પાલન કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં શિક્ષા વચન દ્વારા સંપૂર્ણ વિષયનો ઉપસંહાર છે.
પ્રત્યેક સાધક પોતાના લાભ અને નુકસાનને સ્વયં જાણીને, વિચારીને મહાપુરુષોના સમ્યગ્ માર્ગે પ્રયાણ કરીને પોતાના અંતિમ લક્ષ્યને સિદ્ધ કરે છે.
આયં વાય :– સંયમના લાભની અર્થાત્ સંયમને પુષ્ટ કરનારી સંપૂર્ણ અધ્યયનમાં આવેલી શિક્ષાઓનું કથન અહીં આય શબ્દથી કર્યું છે અને સંયમથી અસ્થિર થયેલા પરિણામોને સ્થિર કરવા માટે જે જે ઉપાયોનું કથન કર્યું છે. તેને વાય કહેવામાં આવે છે. આય વાય = લાભ અને તેના ઉપાયોને.
–ઃ પરમાર્થ :
'રતિવાક્યા' નામની ચૂલિકામાં સંગૃહિત નિગ્રંથ પ્રવચનના અઢાર ટંકોત્કીર્ણ થયેલા પ્રકીર્ણક સૂત્રો અષ્ટ પ્રવચન માતાની ગોદ સમાન છે.