________________
૪૯૮ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
અહીં પર્યવ' શબ્દનો અર્થ 'અંત થાય છે. જીવિતનો પર્યવ અર્થાત્ જીવનનો અંત એટલે મરણ. વિરૂદ્દ = આ પદ ગાથા ૧૬માં બેવાર પ્રયુક્ત છે અને ભવિફશબ્દ એકવાર છે. પવિત્ર થશે, રહેશે, વિસ્તફ = છૂટી જશે, નષ્ટ થઈ જશે, નીકળી જશે. આ રીતે બંને શબ્દોના પ્રયોગ અને અર્થ ભિન્ન ભિન્ન છે. દેહના ભોગે સંયમ રાખવાની દઢતા :
जस्सेवमप्पा उ हविज्ज णिच्छिओ, चइज्ज देहं ण हु धम्मसासणं । १७
तं तारिसं णो पइलेति इंदिया, उर्वत वाया व सुदंसणं गिरिं ॥ છાયાનુવાદઃ યૌવનાત્મ તુ સિત, ચને ન તુ ધર્મશાસનમ્ |
तं तादृशं नो प्रचालयन्तीन्द्रियाणि, उत्पतद्वाता इव सुदर्शनं गिरिम् ॥ શદાર્થ - ૩ઃ જેના આત્મામાં આ પ્રમાણે ઈચ્છો દઢ નિશ્ચય વિજ્ઞ હોય છે કે જેરું = શરીરને વફન્ન = છોડી દઈશ પણ ન દુ = છોડીશ નહીં થમ્મસાતળ = જિનાજ્ઞાને, આગમાજ્ઞાને, શાસ્ત્રાજ્ઞાને ૩વંત વાયા = વેગ પૂર્વક આવતો મહાવાયુસુવંસ (mરિં= મેરુ પર્વતને ચલિત કરી શકતો નથી તેમ ફેરિયા = ઇન્દ્રિયો પણ તાસિં = મેરુ સમાન દઢ, સાધકને જ પૉંતિ = ચલિત કરી શકતી નથી.
ભાવાર્થ:- જે સાધુના આત્મ પરિણામ આવા દઢ નિશ્ચલ હોય કે "હું પ્રસંગ આવ્યે શરીરનો ત્યાગ કરી દઈશ પણ ધર્મ શાસનનું અર્થાતુ શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન ક્યારે ય કરીશ નહીં." તેવા દેઢ પ્રતિજ્ઞ સાધુને ઇન્દ્રિય વિષય ક્યારે ય ચલાયમાન કરી શકતા નથી. જેમ કે– સુદર્શન મેરુ પર્વતને મહાવેગથી આવતો પ્રચંડ વાયરો ચલિત કરી શકતો નથી.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં આત્મશક્તિ અને સંકલ્પશક્તિની મહત્તા પ્રદર્શિત કરી છે.
જેણે સંયમ જીવનની સુખ પ્રદાન કરવાની શક્તિને જાણી છે, તેમજ ભોગવિલાસના પરિણામ સ્વરૂપ અનંત દુઃખમય નરક અને નિગોદજેવી દુર્ગતિને પણ જાણી છે, તેવા સાધકનો આત્મા ચારિત્રભાવમાં અત્યંત દઢતમ બની જાય છે. તે સાધકને ક્યારેક કોઈ વિકટ પરિસ્થિતિમાં ભયંકર કષ્ટ સહન કરવું પડે તેમજ કદાચ શરીર ત્યાગનો અવસર આવી જાય તો તે સ્વેચ્છાથી શરીર છોડવા માટે તૈયાર રહે છે. અર્થાતુ અનશન દ્વારા સમાધિ મરણનો સ્વીકાર કરે છે. પરંતુ જિનાજ્ઞાને છોડતા નથી; સંયમાચારથી ચલિત થતાં નથી. તે દઢ મનોબલી સાધકોને શરીરની ચિંતા હોતી નથી કારણ કે એક શરીરના બદલે બીજું નવું શરીર તો મળવાનું જ હોય છે. પરંતુ સંયમની વિરાધના થાય તો તેને ફરી પ્રાપ્ત કરવું મુશ્કેલ હોય છે. આ પ્રકારના દઢ નિશ્ચયી મુનિની ચંચળ ઇન્દ્રિયો પણ તેને ધર્મપથથી ડગાવીને વૈષયિક સુખોમાં લોભાવી શકતી નથી. જેમ કે પ્રલયકાળનો પ્રચંડ વાયુ પર્વતરાજ સુમેરુને કંપાયમાન કરી શકતો નથી.