________________
ચૂલિકા-૧: રતિવાક્યા
આ ભોગપિપાસા કદાચ મારું શરીર છે ત્યાં સુધી ન જાય તોપણ જીવનના અંતે તો અવશ્ય સમાપ્ત થવાની જ છે.
વિવેચન :
પ્રસ્તુત બે ગાથાઓમાં દુઃખમય પરિસ્થિતિથી સંયમભાવમાં ડામાડોળ થતાં સાધકો માટે હૃદયગ્રાહી પ્રેરણા કરવામાં આવી છે. વિમા પુળ મઝા રુ મળવુદં – આ સૂત્ર પદ વ્યક્તિને સ્વચિંતન માટે છે કે– અનંત ભવોમાં પરવશપણે ભોગવેલા અનંત દુઃખોને વિચારતાં મારું આ સંયમ જીવનવર્તી મનોદુઃખ શું વિસાતમાં છે?
અનંત સંસાર પરિભ્રમણમાં આ જીવે નરક ગતિના મહાઃખમય, ક્લેશમય જન્મ મરણ અનંતવાર કર્યા છે. ત્યાં પલ્યોપમ અને સાગરોપમ જેટલા (અસંખ્ય કરોડો વર્ષો) દીર્ઘકાલ પર્યત અસહ્ય શારીરિક અને માનસિક વેદનાનું વેદન કર્યું છે. તેની તુલનામાં આ અલ્પાયુવાળા સંયમ જીવનનું સ્વેચ્છાથી સ્વીકારેલું દુઃખ અત્યંત અલ્પ છે. જો આ અલ્પ દુઃખમાં ધૈર્ય ગુમાવી દેશું તો તેના પરિણામે અનેક દુર્ગતિઓના દુઃખો સહન કરવા પડશે? માટે અહિંયા જ જ્ઞાન સાથે સંયમનું ઉત્સાહપૂર્વક પરિપાલન કરી લેવામાં જ મારું હિત છે. આ રીતે આ ગાથા તર્ક પ્રમાણ અને ગણિત પ્રમાણથી સાધકને સુમાર્ગમાં સ્થિર થવાનું માર્ગદર્શન આપે છે.
ને નિરંકુનિ વિરુ - કોઈપણ દુઃખથી સંયમમાં અરતિ ઉત્પન થાય ત્યારે સાધુ વિચારે કે મને જે આ દુઃખ આવ્યું છે તે લાંબાકાળ સુધી રહેવાનું નથી. કારણ કે શાતા અશાતારૂપ કર્મોના પરિવર્તન થયા જ કરે છે. દુઃખ પછી સુખ આવે જ છે; તેમ છતાં શરીર નાશથી વધારે તો કંઈ થવાનું નથી, આત્મા તો અજર અમર છે. આ રીતે વિચારીને મુનિ દુઃખને સમભાવે અને સંયમ પરિણામે સહન કરી લે.
તે ઉપરાંત જો સાધકને ભોગપિપાસાના કારણે મન સંયમથી ચલિત થયો હોય તો સાધુ વિચારે કે ભોગવિલાસ અને ભાગાકાંક્ષા પણ અશાશ્વત છે, ક્ષણિક છે, તેની અધિકતા યૌવન વય સુધી જ રહે છે, ત્યાર પછી તે અવશ્ય મંદ થાય છે.
કદાચ આ બંને પરિસ્થિતિઓ- દુઃખ અને ભોગાકાંક્ષા લાંબા સમય સુધી રહે તોપણ મૃત્યુના સમયે તો તે અવશ્ય છૂટી જવાની છે. જ્યારે આ શરીર સ્વયં અનિત્ય છે તો દુઃખ અને ભોગપિપાસા નિત્ય કેમ રહી શકે? આ રીતે સર્વ સુખ દુઃખ અસ્થિર અને અનિત્ય છે. તો પછી ક્ષણિક સુખ માટે અનંત કલ્યાણકારી સંયમનો ત્યાગ કરવો યોગ્ય નથી.
આ રીતે આ બંને ગાથા સંયમભાવથી વિચલિત થયેલા સાધુને માટે ચિંતનીય અને મનનીય છે જેના દ્વારા આત્મચિંતન કરીને સાધુ સ્વયં સંયમભાવમાં સ્થિર થઈ શકે છે. વિસ્ત૬ ગવિયપmળ :- જીવન પર્યવ જીવન પર્યાય. જીવન પર્યય આ સર્વ એકાર્થક છે.