________________
ચૂલિકા-૧: રતિવાણ્યા
[૪૯૫ |
જન્મ મરણ કરવા છતાં પણ તેને ધર્મની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે સંયમથી પતિત થયેલા સાધુની દુર્દશાનું બે દષ્ટાંતો દ્વારા સ્પષ્ટ ચિત્રાંકન કર્યું છે. ધમ્માલ મÉસિરિગોવયં-શાસ્ત્રકારે સંયમ ભ્રષ્ટ અને પોલક્ષ્મીથી રહિત વ્યક્તિની નિસ્તેજતા અને અવહેલનાની તુલના યજ્ઞની બુઝાયેલી અગ્નિ તથા કાઢી લીધેલી દાઢવાળા વિષધર સર્પ સાથે કરી છે– (૧) યજ્ઞની અગ્નિ જ્યાં સુધી પ્રજવલિત રહે છે ત્યાં સુધી લોકો તેમાં મધ–ઘી વગેરે શ્રેષ્ઠ વસ્તુઓ આહુતિ રૂપે નાંખે અને તેને હાથ જોડીને પ્રણામ કરે છે. તે અગ્નિ બુઝાય જાય પછી તેની પૂજા થતી નથી અને તેનું સંપૂર્ણ તેજ નિસ્તેજ બની જાય છે. તેમ સંયમમાં વિચરણ કરનાર સાધુ મહાતેજસ્વી, તપોધની કે મહાજ્ઞાની અને લબ્ધિધારી હોય; જગતમાં પૂજાતો હોય, પણ ધર્મભ્રષ્ટ થઈ ભોગાસક્તિના કારણે જ્યારે સંયમને છોડી ગૃહસ્થ થઈ જાય ત્યારે તેના તે મહાન ગુણો અને સંયમ પ્રભાવ વગેરે નિસ્તેજ થઈ જાય છે.
(૨) સર્પના મોઢામાં રહેલી દાઢમાં વિષ હોય છે, તે જ તેના જીવનનો પ્રભાવ છે, તેના કારણે સામાન્ય વ્યક્તિ તેની સામે આવતી નથી કે તેનો તિરસ્કાર કરતી નથી. પરંતુ જ્યારે તે દાઢમાંથી વિષ નીકળી જાય ત્યારે સામાન્યમાં સામાન્ય માણસ પણ તેનો તિરસ્કાર કરે છે નાના બાળકો પણ તેના મોઢામાં લાકડી નાખે કે તેને હેરાન કરે છે. તે જ રીતે સંયમસારથી નિઃસાર બનેલો તે પડિવાઈ સાધુ ગૃહસ્થ જીવનમાં રહેતાં સામાન્ય જનથી પણ તિરસ્કૃત થઈને મનમાં ને મનમાં દુઃખી થાય છે. કુ0ામથi – 'દુનો અર્થ છે નરસું અને નાનધિન્ન = નામ નો અર્થ છે નામવાળા. સંપૂર્ણ શબ્દનો અર્થ છે–બદનામ. સંયમ પતિત વ્યક્તિ લોકોમાં બદનામ થઈ જાય છે. તેનું નામ સાંભળ તાં જ લોકોના મનમાં ઘણા થાય છે કે અરે ! તેણે તો સાધુપણું છોડી લગ્ન કરી લીધા છે. આ રીતે તેનું નામ સાંભળતાં જ લોકો ધિક્કારે છે.
મિUણ નિત્તરૂ ય ક ા - સંયમી જીવનનો ત્યાગ કરનાર ભોગાસક્ત વ્યક્તિ વ્રત નિયમોને ખંડિત કરી અધર્મનું આચરણ કરે છે. અધર્માચરણથી લોકમાં તેનો અપયશ અને અપકીર્તિ ફેલાય છે. લોકો તેને ધર્મભ્રષ્ટ, કાયર વગેરે તુચ્છ સંબોધનોથી બોલાવે છે. આ રીતે આ લોકમાં તેની બદનામી, તિરસ્કાર વગેરે થાય છે અને આયુષ્ય પૂર્ણ થતાં તે નીચ ગતિઓમાં ભ્રમણ કરે છે. વોહી જે તે જે સુના પુળો પુળો – ભોગની લાલસાથી જ જેણે ગૃહવાસ સ્વીકાર્યો છે તેવા તેઓ પાંચે ઈન્દ્રિયોના વિષયોનું આસક્તિપૂર્વક સેવન કરે છે અને તેના માટે અન્ય અનેક પ્રકારે પાપકારી પ્રવૃત્તિઓ કરે છે. તેથી તેના ભોગના સંસ્કારો દઢ, દઢતમ બનતા જાય છે અને તે દીર્ઘકાલ પર્યત સંસારમાં પરિભ્રમણ કરે છે અને અનેક ભવોમાં પણ તેને સમ્યગુ ધર્મબોધની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. ક્ષણિક એવા વિષય સુખો માટે અમૂલ્ય સંયમનો પરિત્યાગ કરવો તેને માટે મહા અપરાધ તુલ્ય બની જાય છે.