________________
૪૯૦ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
દલ્હી ય વંથળે વોઃ - હાથીને નિયંત્રણમાં કરનાર કુશળ માનવ જંગલમાં હાથીના આવાગમનના માર્ગમાં તે હાથીની ઊંચાઈથી વધારે ઊંડો, લાંબો અને પહોળો ખાડો કરી, તેને ઉપરથી ઘાસ વગેરે દ્વારા આચ્છાદિત કરી, પછી તેના ઉપર એક કૃત્રિમ હાથણીને ઊભી રાખી દે છે. વિષય ભોગમાં આસક્ત હાથી હાથણીને જોઈને ત્યાં દોડી જાય છે અને પોલાણવાળા ઊંડા ખાડામાં પડી જાય છે છૂપાયેલા માણસો આવી તે ગજરાજને મોટા દોરડા કે સાંકળો વડે બાંધી લે છે અને પછી તેનું પોષણ શિક્ષણ કરી પૂર્ણ આધીન કરી લે છે.
ભોગની લાલચથી અજ્ઞાનપણે પકડાઈને પરવશ બનેલા હાથીને સમય જતાં તેનો માલિક મજૂરી કરાવે, લાકડા વગેરે હલકી ચીજો ઉપડાવે, ગધેડાની જેમ ભાર ભરે, પૂરું ખાવા ન આપે અને તે સર્વ પરિસ્થિતિઓને પરવશ પણે સહન કરી તે ગજરાજ પીડિત થાય છે પરંતુ બંધનથી મુક્ત થઈ શકતો નથી.
ગજરાજતો દગાથી પરવશપણે બંધનને પામી દુખી થાય છે પરંતુ સાધુ તો ભોગાસક્તિમાં ફસાઈને સ્વેચ્છાથી અમૂલો સંયમ માર્ગ છોડી પતનના માર્ગે જઈ શારીરિક, માનસિક દુઃખોથી પરિતપ્ત થાય છે. આ રીતે આ દાંતમાં સાધક માનવની સ્થિતિ પશુ(હાથી)થી પણ હીન દર્શાવી છે. કારણ કે માનવ પોતાની બુદ્ધિ ભ્રષ્ટ થતાં હાથે કરી સુખનો માર્ગ છોડી સુખાભાસમાં લોભાઈને દુખી થાય છે. તેના માટે આ હાથીની ઉપમા પણ ઓછી પડે છે. ભોગાસક્તિની અપેક્ષાએ તુલના કરેલ છે તેથી આ દષ્ટાંત બરોબર છે.
પરોસો નહિ પાળો... - આ આઠમી ગાથામાં સ્ત્રી પુત્ર પરિવારની મોહ જાળમાં ફસાયેલા સંયમ ભ્રષ્ટ માનવ માટે સૂત્રકારે કીચડમાં ફસાયેલા હાથીનું દષ્ટાંત આપ્યું છે.
ભયંકર ગરમીના દિવસોમાં જ્યારે જલાશયોમાં પાણી ઓછું હોય અને કીચડ વધારે હોય ત્યારે તરસથી પીડિત હાથી સરોવર સમીપે પહોંચી, પાણી દૂર હોવા છતાં ત્યાં પહોંચવાની આશાથી તે કીચડમાં ઉતરે છે અને કીચડમાં ફસાઈ જાય છે. હવે બહાર કિનારે આવી શકતો નથી અને પાણી સુધી પહોંચી પણ શકતો નથી વચ્ચે જ કીચડમાં ફંસાયેલો તે તરસ્યો જ રહીને દુઃખી થાય છે અને મૃત્યુ પામે છે. તે જ રીતે ગૃહસ્થ થયેલો પતિત સાધક સ્ત્રી, પુત્ર પરિવારના લાલન પાલનમાં, સાર-સંભાળ વગેરે રૂપ મોહ કીચડમાં ફસાઈ જાય છે. સંયમ અને ધર્માચરણને જાણતાં, સમજતા અને ઈચ્છા હોવા છતાં પણ તે કરી શકતો નથી અને ધર્માચરણ વિના જ મૃત્યુ થાય ત્યારે ખૂબ પરિતાપ પામે છે.
આ રીતે અહીં એક ગાથામાં કૌટુમ્બિક દુઃખોનો પરિતાપ નિરૂપિત છે અને બીજી ગાથામાં મોહરૂપી કીચડમાં ફસાઈ જવાનો પરિતાપ કે પશ્ચાત્તાપ વર્ણિત છે. આ બંનેમાં હાથીનું દષ્ટાંત હોવા છતાં વિષયનો તફાવત સ્પષ્ટ છે. સંયમોન્નત દશાની કલ્પનાથી મનોવેદના :
अज्जाहं गणी हुँतो, भावियप्पा बहुस्सुओ। जइ हं रमंतो परियाए, सामण्णे जिणदेसिए ॥