________________
| ચૂલિકા-૧ઃ રતિવાક્યા
| ૪૮૯ ]
પરિસ્થિતિનું દુઃખ અનુભવતાં તેને માંસની ક્ષણિક આસક્તિ માટે ત્યાં આવવાનો ઘણો પરિતાપ થાય છે. પરંતુ હવે તે ત્યાંથી છૂટી શકતી નથી, માછીમારના પંજામાં ફંસાઈને મૃત્યુ પામે છે. તે જ રીતે સાધુ સંયમી જીવનમાં સ્વાધ્યાય અને ધ્યાનની મસ્તીને છોડીને ભોગવિલાસના ક્ષણિક આનંદમાં ફસાઈને સંયમી જીવનનો ત્યાગ કરે છે. પરંતુ તે વૃદ્ધાવસ્થામાં ભોગ માટે અયોગ્ય બની જતાં દુઃખી થાય છે, ત્યારે સંયમી જીવનના નિરપેક્ષ આનંદને યાદ કરીને તે મહા પરિતાપને પામે છે.
સ્વજનોની વિડંબનામાં થતો પરિતાપ :
जया य कुकुडुंबस्स, कुतत्तीहिं विहम्मइ ।
हत्थी व बंघणे बद्धो, स पच्छा परितप्पइ ॥ છાયાનુવાદઃ ય ટુક્કલ્સ, ડુપ્તવંદન્યતે |
__ हस्तीव बन्धने बद्धः, स पश्चात् परितप्यते ॥ શબ્દાર્થ - ગુડુંવસ = દુષ્ટ કુંટુંબની તત્તઉં = દુષ્ટ ચિંતાઓથી વિદગ્ગડું = પ્રતિહત થાય છે ગંખે વો = વિષયની લાલચથી બંધનમાં બાંધેલા સ્થી વ = હાથીની જેમ. ભાવાર્થ – સંયમ તરછોડી ગૃહવાસને પ્રાપ્ત થયેલો સાધક જ્યારે સામાન્ય કુટુંબની દુઢિંતાઓથી ઘેરાઈને અત્યંત દુઃખી થાય છે ત્યારે તે બંધનમાં બંધાયેલા હાથીની જેમ પરિતાપ પામે છે.
पुत्तदारपरिकिण्णो मोहसंताणसंतओ।
पंकोसण्णो जहा णागो, स पच्छा परितप्पइ ॥ છાયાનુવાદઃ પુત્રકાર પરિલી, મોહનાનસન્નતઃ
पावसन्नो यथा नागः, स पश्चात् परितप्यते ॥ શબ્દાર્થ -પુરવારવાળો = પુત્ર અને સ્ત્રીથી ઘેરાયેલો ગોદiતાળસંતો - મોહ જાળમાં ગૂંથાયેલો પંજોગો = કીચડમાં ફસાયેલો ગાળો = હાથીની. ભાવાર્થ - સંયમ તરછોડી ગૃહસ્થી બનેલો સાધક જ્યારે સ્ત્રી, પુત્ર, પરિવારથી ઘેરાઈને, મોહકર્મની પરંપરામાં ગૂંચવાઈ જાય છે, ત્યારે કાદવમાં ખૂંચેલા હાથીની જેમ પરિતાપને પામે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં બંધનમાં બંધાયેલા અને કીચડમાં ફસાયેલા એમ હાથીના બે દષ્ટાંતોથી સંયમી જીવનનો ત્યાગ કરનારની સ્થિતિને સમજાવી છે.