________________
૪૮૪ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
મારું બાવકુફાફ – પાપકર્મના તીવ્ર ઉદયથી ભારે થયેલો તે સાધક મોહકર્મમાં કે ભોગાસક્તિમાં ફસાઈ જાય છે. કદાચ પાપાનુબંધી પુણ્યના ઉદયે તેને ભોગસામગ્રી ઉપલબ્ધ થઈ જાય પરંતુ તે પોતાના સ્થાનના ગૌરવનો, આત્મહિતનો કે ભવિષ્યનો વિચાર કરી શકતો નથી. પરિણામે ભોગરૂપ કીચડમાંથી બહાર નીકળવું તેના માટે અશક્ય બની જાય છે તેની સ્થિતિ અત્યંત દયનીય બની જાય છે; તે ભોગોમાં ડૂબી જાય છે. તેને માટે દુઃખ, ખેદ કે નિરાશાના શબ્દોમાં શાસ્ત્રકાર કહે છે કે– (૧) તે આર્ય છતાં સંયમ છોડવાની બુદ્ધિથી અનાર્ય કર્તવ્યોના કારણે અનાર્ય કહેવા લાયક થઈ જાય છે (૨) થોડાક કોઈ પાપાનુંબંધી પુણ્ય સંયોગોના કારણે ઉપલબ્ધ ભોગોમાં આંધળો થઈ જતાં ઉંમરવાળો અને વિદ્વાન છતાં ય તે અણસમજુ બાલક જેવો થઈ જાય છે ત્યારે તે આગમ ભાષામાં બાલ અને સંસારી ભાષામાં મૂર્ખ કહેવા લાયક થઈ જાય છે.
બાળક મુખમાં કોઈપણ અખાદ્ય વસ્તુ નાંખી દે કે કોઈપણ અયુષ્ણ પદાર્થમાં હાથ પટકી દે છે. તેમ કરતાં તે તેમાં મજા જ માણે છે; પરંતુ બાળ ભાવે તે તેના ભવિષ્ય પરિણામને હજુ વિચારવા લાયક થયો નથી. તેની જેમ જ તે ભોગાસક્ત જીવ પુનઃ બાલ થઈ જતાં ભવિષ્યનો વિચાર કરી શકતો નથી.
ભૂતકાળના અનુભવોથી અને ભવિષ્યના હિત વિચારથી વર્તમાનમાં વર્તવું તે બુદ્ધિમાની છે. કેવળ તાત્કાલિક પ્રાપ્ત થતાં સુખ-દુઃખનો વિચાર કરનાર, ભૂતકાળના અનુભવોનો અનાદર કરનાર અને ભવિષ્યને ભૂલી જનાર વ્યક્તિ જગતમાં બુદ્ધિહીન કહેવાય છે અને તે કદાપિ સન્માર્ગને પામી શકતી નથી. તેના માટે સંસાર ભ્રમણનો રસ્તો જ અવશેષ રહે છે.
વર્તમાનના સુખને જ જોનારા સાધક ધીરે ધીરે ઇન્દ્રિય વિષયોમાં મૂચ્છિત થતાં જાય છે અને ઉત્તરોત્તર મોહકર્મમાં ફસાતા જાય છે. તેથી તેઓનું ચિત્ત સંયમથી ડામાડોળ થઈ જાય છે. ત્યારે તે ભાન ભૂલીને સંયમમાર્ગને છોડવાની ઈચ્છાને મુખ્યતા આપી ગૃહસ્થ થઈ જાય છે.
બાયડું = આ શબ્દના વ્યાખ્યામાં ત્રણ અર્થ ઉપલબ્ધ છે– (૧) ભવિષ્યકાળ (૨) આત્મહિત (૩) ગૌરવ. આ ત્રણે ય અર્થ અહીં ભોગાસક્ત વ્યક્તિ માટે પ્રાસંગિક છે. સંયમ પ્રતિતના પરિતાપની ચાર ઉપમા :
__ जया ओहाविओ होइ, इंदो वा पडिओ छमं ।
सव्वधम्मपरिब्भट्ठो, स पच्छा परितप्पइ ॥ છાયાનુવાદઃ ય અવધાવતો ભવતિ, ફક્તો ના પતિતઃ કમાન્ !
सर्वधर्मपरिभ्रष्टः, स पश्चात् परितप्यते ॥ શબ્દાર્થ – છ = પૃથ્વી પર પડિયો = પતિત થયેલા, આવીને રહેલા રો વ = ઇન્દ્રની સમાન ગયા = જ્યારે કોઈ સાધુ દાવો = ચારિત્ર ધર્મમાંથી પલાયન કરી ગૃહસ્થ હોર્ = થઈ જાય છે