________________
યુલિકા-૧: તિવાળા
[ ૪૮૩ |
જૈન સિદ્ધાંત અનુસાર બાંધેલા કર્મોની મુક્તિના બે માર્ગ છે– (૧) ઉદયમાં આવેલા કર્મો ભોગવવાથી (૨) ઉદયમાં નહીં આવેલા કર્મોને તપસ્યા આદિ દ્વારા ઉદીરણા કરીને ક્ષય કરવાથી. સામાન્ય રીતે કર્મો પોતાની સ્થિતિ પૂર્ણ થાય ત્યારે જ ફળ આપે છે પરંતુ તપ દ્વારા કર્મોની ઉદીરણા કરી તેની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં પણ કર્મ ભોગવી શકાય છે અને ક્યારેક તપથી કર્મોની ફળશક્તિ મંદ થઈ જાય છે. આ રીતે કર્મ સિદ્ધાંતનું સૂક્ષ્મ અન્વેષણ કરી ઉત્કૃષ્ટ તપ દ્વારા જ સાધકે કર્મક્ષયના માર્ગમાં પ્રયત્નશીલ બની જવું જોઈએ જીવ કોઈપણ સ્થાને જાય, કર્મ અને મૃત્યુ તો તેની સાથે લાગેલા છે, તો પછી સંલેખના સંથારો જ સ્વીકાર કરીને મરણને પંડિતમરણ બનાવી લેવું એ જ માનવ જીવનનો અને સંયમ પામવાનો લ્હાવો કહેવાય.
આ રીતે પ્રસ્તુત અઢાર ચિંતનીય અને મનનીય સ્થાનો જ્ઞાનીઓએ દર્શાવ્યા છે. તેના ચિંતનમનનથી ખરેખર સાધકનું ચંચળ ચિત્ત સ્થિર થાય છે. સંસાર તરફ કે કામભોગ તરફ વળેલી તેની વૃત્તિ ત્યાગ માર્ગે વળાંક લઈ લે છે, દષ્ટિ અંતર્મુખી બને છે, પ્રવૃત્તિ પરિવર્તન પામે છે અને સાધક પુનઃ સ્વધર્મમાં સ્થિર થઈ જાય છે. ભોગ માટે યોગનો ભોગ કરનાર અજ્ઞાની :
जया य चयइ धम्म, अणज्जो भोगकारणा ।
से तत्थ मुच्छिए बालो, आयई णावबुज्झइ ॥ છાયાનુવાદઃ થવા ચારિ ધન, અનાર્યો મોરિણIRI.
स तत्र मूच्छितो बालः, आयतिं नावबुद्धयते ॥ શબ્દાર્થ - નથી જ્યારે મળો = અનાર્ય બુદ્ધિવાળો સાધુ શોાિર = ભોગોના કારણથી ધનું ચારિત્ર ધર્મને વય = છોડે છે તલ્થ = તે કામ ભોગોમાં મુચ્છિા = મૂચ્છિત થયેલો છે તે વાતો = અજ્ઞાન દશાને પ્રાપ્ત સાધુ નાયડું = ભવિષ્યને નવગુફા = સમજતો નથી. ભાવાર્થ - અનાર્ય બુદ્ધિવાળા શ્રમણ જ્યારે ભોગને માટે ચારિત્ર ધર્મને છોડી દે છે અને ભોગોમાં આસક્ત થઈ જાય છે ત્યારે આસક્તિના કારણે તે અજ્ઞાની પોતાના ભવિષ્યનો વિચાર કરી શકતો નથી.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં ભોગાસક્તિના કારણે સંયમ છોડનારની અજ્ઞાનતા પ્રદર્શિત કરી છે. ગણmો મોવર – જેનો વ્યવહાર મ્લેચ્છ વગેરે અનાર્ય પુરુષોની જેમ વિવેક રહિત હોય છે તેને અનાર્ય કહે છે. તેમજ ભોગોની કામનાથી ભવિષ્યનો વિચાર કર્યા વિના અલભ્ય એવા સંયમનો ત્યાગ કરવો કોઈ આર્ય બુદ્ધિ તો નથી જ પરંતુ તે ખરેખર અનાર્ય બુદ્ધિ જ છે; માટે તે સાધકને અહીં અનાર્ય કહેવામાં આવ્યો છે.