________________
૪૮૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
ત્યાં કોઈનું જીવન ચાલતું જ ન હોય! જ્યારે સંયમ પર્યાયમાં તો આ બધા પાપના રસ્તા સર્વથા બંધ જ હોય છે; મહાવ્રત, સમિતિ, ગુપ્તિ અને સર્વ પ્રવૃત્તિઓ ત્યાં યતના, દયા અને વિવેક ભરેલી હોય છે. એવું નિષ્પાપ સંયમ જીવન દુનિયામાં ક્યાંય જોવા શોધવાથી પણ મળવાનું નથી. (૧૪) હસીહરિ હી વાનમો- ગૃહસ્થોના કામભોગ બહુજન સાધારણ છે. તેમાં રાજા, ચોર, સરકારી કર્મચારી, નોકર, ચાકર, પુત્ર પરિવાર, સ્વજન સ્નેહી વગેરે કેટલાય ભાગીદાર હોય છે. તેથી ઉપલબ્ધ સુખ સંપત્તિનો એકલા જ ઉપયોગ કરી શકાય નહીં. આ કારણે ગૃહસ્થને ભોગપભોગની ગમે તેટલી સંપત્તિ હોય તોપણ તે ઓછી જ પડે છે અને તેના માટે પગથી માથા સુધી લોહીનો પરસેવો કરવો પડે છે. સર્વ રીતે વિચારતાં ગૃહસ્થ જીવનમાં પાછું જવું, કંઈ જ સાર ભૂત નથી. (૧૫) પત્તેયં પુણવં – સર્વ પ્રાણી પોતપોતાનાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ સ્વયં ભોગવે છે. કોઈના કરેલા કર્મોનું ફળ કોઈ બીજા ભોગવી શકતા નથી. સ્ત્રીપુત્રાદિના નિમિત્તે કરેલાં કર્મોનું ફળ ભોગવવામાં પણ તે કોઈ ભાગ લઈ શકતા નથી. તો મારે ગૃહસ્થવાસમાં જવામાં શું લાભ; સંસારમાં કેટલાક લોકો સુખી દેખાય છે પરંતુ તે પોતાના કર્મથી સુખી હોય છે. મારા પુણ્ય અને પાપ મારી સાથે રહેવાના છે. ગૃહસ્થનાસમાં કે સંયમી જીવનમાં મારા કર્મો મારે ભોગવવાના છે. તો જ્યાં છું ત્યાં જ સંતોષ અને ધીરજ રાખું, તે જ શ્રેષ્ઠતમ ઉપાય છે. (૧) બન્ને હા છે ! મyયાળ નવિ - વર્તમાને મનુષ્યોનું આયુષ્ય પ્રાયઃ સોપક્રમી હોય છે. ગમે તે નિમિત્તથી, અકસ્માતથી આયુષ્ય તૂટી શકે છે. ડાભ પર રહેલું લટકતું જલબિંદુ અલ્પ સમય જ રહે છે, રહેવાનું છે વાયુના ઝપાટે તે ક્યારે નીચે પડી જાય. તે કંઈ નક્કી નથી તેમજ મનુષ્યનું આયુષ્ય પણ અણધાર્યું તૂટી જાય તેવું અનિત્ય છે. ભવિષ્યની એક ક્ષણ પણ જાણતા ન હોય તેને માટે ભવિષ્યના મનોકલ્પિત સુખની આશા કરવી નકામી છે. (૧૭) વધું જ પાવં – મેં પૂર્વે ઘણા પાપકર્મો બાંધ્યા છે તેથી જ મહામૂલ્યવાન સંયમી જીવન છોડી દેવાની ઈચ્છા મને થાય છે. મોહનીય કર્મના ઉદયે જ આ દુબુદ્ધિ ઉત્પન્ન થઈ છે. વેશ કે સ્થાનના પરિવર્તનથી અશુભકર્મના ઉદયમાં કોઈ પરિવર્તન થતું નથી. સંયમ છોડવાથી દુઃખ ઘટતું નથી, વધે છે, તેથી મારા દુઃખને સમભાવે ભોગવી લઉં, સંયમ ત્યાગની ઈચ્છાને નિષ્ફળ બનાવું તે જ શ્રેષ્ઠ ઉપાય છે. (૧૮) પીવાનું જ કામો ! વેલા વેસ્મા -ત્તિ MTM = મધપાન, અશ્લીલ વચન ઉચ્ચારણ, ચોરી, મૈથુન વગેરે દુરાચરણ. દુડિતાઈ = બીજાને મારવા, બાંધવા વગેરે પરપીડાકારી પ્રવૃત્તિ.
આવી અનેક પ્રવૃત્તિથી કરેલા પૂર્વકૃત કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. કર્મોનું ફળ ભોગવ્યા વિના મુક્તિ થતી નથી. કર્મોના ઉદયમાં આર્તધ્યાન કરવાથી નવા કર્મોનો બંધ થાય છે. માટે ઉદયમાં આવેલા કર્મોને સમભાવથી ભોગવવા અથવા કર્મો ઉદયમાં આવે તે પહેલાં જ તપ દ્વારા તેનો નાશ કરવો તે જ શ્રેષ્ઠ માર્ગ છે.