________________
| ચૂલિકા-૧ઃ રતિવાક્યા
[ ૪૮૧ |
પાપકારી પ્રવૃત્તિ અને રાગદ્વેષમય વાતાવરણમાં ધર્મશ્રવણ કે ધર્મનું આચરણ અત્યંત દુર્લભ બની જાય છે અને વિપરીત સંસ્કારના સંયોગે કેટલાકની ધર્મ શ્રદ્ધા પણ પલટાઈ જાય છે. (૯) આયં સે વહીવે રોડ – જ્યાં સુધી શરીર સ્વસ્થ હોય ત્યાં સુધી સહુ સ્વજનો સંબંધ રાખે છે. પરંતુ જ્યારે કોઈ મહારોગ ઉત્પન્ન થાય ત્યારે ગૃહસ્થની સ્થિતિ અત્યંત દયનીય બની જાય છે. સ્વાર્થની સિદ્ધિ ન થતાં સ્વજનો દૂર થઈ જાય છે. આ રીતે શારીરિક પીડાની સાથે સાંયોગિક, આર્થિક વગેરે અનેક કઠિનાઈઓને સહન કરવી પડે છે. તે સમયે આર્તધ્યાન અને અસમાધિના ભાવો જીવના આત્મગુણોનો વધ કરે છે, અનંત ભવપરંપરાને વધારે છે; આ રીતે ગૃહસ્થ જીવનમાં રોગાતક વધને માટે થાય છે. (૧૦) સંખે રે વહાય દોડ઼ - રોગાતંક જેવી બીજી પણ કેટલીય પરિસ્થિતિઓ ઊભી થતાં જીવ સંકલ્પ વિકલ્પોમાં ગૂંચવાઈને ઘણો દુઃખી થાય છે. ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ વગેરે ક્ષણેક્ષણના વિચિત્ર દુઃખોથી ગૃહસ્થો બિચારા હંમેશાં હેરાન, પરેશાન થયા જ કરે છે.
વલય = ક્યારેક કોઈ વ્યક્તિ ઉપર મોટી માનસિક આફત ઊભી થાય તેવો કોઈ દુર્વ્યવહાર કરે ત્યારે તેના શબ્દ નીકળે કે "અરે મને તો મારી નાખ્યો છે, પરંતુ ખરેખર તે મર્યો હોય નહીં. આ જ અપેક્ષાએ અહીં વહય શબ્દ પ્રયોગ છે. અર્થાત્ તે રોગાતંક અને સંકલ્પોથી વાસ્તવિક રીતે વધે થતો નથી. પરંતુ તે સમયનું દુઃખ અત્યંત કષ્ટપ્રદ હોવાથી તે વધને માટે હોય" તે પ્રમાણે શાસ્ત્રકારે કથન કર્યું છે. વાસ્તવમાં રોગાતંક અને સંકલ્પો મહા દુઃખદાયી થાય છે, મરણ તુલ્ય થાય છે; તેમ ભાવ સમજવો જોઈએ. (૧૧) સોવ તે હવાલે કરવો તે પરિવાર - ખેતી–વેપાર, પશુપાલન, આશ્રિતોનું ભરણપોષણ વગેરે અનેક ચિંતાઓને કારણે ગૃહવાસ કલેશોનો ભંડાર છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ તથા આજીવિકા સંબંધી માનસિક સંતાપના કારણે પણ ગૃહવાસ મહા ઉપાધિનું સ્થાન છે. શ્રમણ જીવન તો આ બધી ચિંતાઓ અને કલેશોથી દૂર જ નહીં પરંતુ અતિ દૂર હોય છે. આવી એકે ય ચિંતા ત્યાં હોતી જ નથી. માટે તે કલેશ મુક્ત છે. પરિયાણ = સંયમ પર્યાય, મુનિ જીવન, દીક્ષા આદિ.
વધે દિવસે મોણે રિયાપ:- ગૃહવાસ બંધનરૂપ છે. તેમાં જીવ કરોળિયાની જેમ સ્વયં સ્ત્રી-પુરુષ પરિવાર વગેરેની મોહજાળ બનાવે છે અને પછી તેમાં જ સ્વયં ફસાય છે ગૃહસ્થ જીવનમાં અવિરતિના ભાવથી પ્રત્યેક પ્રવૃત્તિમાં કર્મનો બંધ થાય છે. તેથી તે જીવોને અનંતાનંત કર્મોની વૃદ્ધિ થયા કરે છે. જ્યારે સંયમી જીવનમાં વિરતિ ભાવથી કોઈપણ પ્રવૃત્તિ કર્મબંધનું કારણ બનતી નથી. તે ઉપરાંત તેમાં સ્વાધ્યાય, વિનય, ગુરુસેવા, તપસ્યા, બ્રહ્મચર્ય વગેરે કેટલાય નિયમ ઉપનિયમોના પાલનથી મહાન કર્મક્ષય થાય છે. માટે સંયમ મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે. (૧૩) સાંવષે જાદવારે ગણવન્ને પરિયા - ગૃહવાસમાં હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને સંગ્રહ- પરિગ્રહ વગેરે બધા પાપસ્થાનોનું સેવન થયા જ કરે છે. ગૃહસ્થ જીવનમાં આશ્રવના દ્વાર સદા ખુલ્લા જ હોય છે. ડગલેને પગલે ગૃહવાસમાં છ કાય જીવોની વિરાધના થાય છે. જૂઠ, કપટ વગર તો જાણે