________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
કામભોગની લાલસાથી સંયમ ત્યાગની ઈચ્છા થઈ હોય તો તે ઉચિત નથી. કારણ કે ચારિત્ર પાલનથી પ્રાપ્ત થનારા દેવલોકના દિવ્ય સુખો સુંદર અને સાગરોપમો સુધી ટકે તેવા હોય છે. તેની અપેક્ષાએ મનુષ્યોના સુખો અત્યધિક તુચ્છ, નિઃસાર અને ક્ષણિક હોય છે.
૪૮૦
(૩) સાવધુલા :- ગૃહસ્થ જીવનમાં સ્વજન કે પરજન પરસ્પર વિશ્વાસુ હોતા નથી; તે ગમે તેમ દગા પ્રપંચ અને સ્વાર્થની રમત રમતા જ હોય છે. તો હે આત્મન્ ! તું ત્યાં જઈને સુખી કેવી રીતે થઈશ ? સાફ શબ્દ જ્ઞાતા સૂત્ર અને સૂયગડાંગ સૂત્રમાં માયા અર્થમાં પ્રયુક્ત છે અને પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં તે શબ્દ અસત્યના પર્યાયવાચી શબ્દોમાં સંકલિત છે. ત્યાં તેનો અર્થ અવિશ્વાસ કર્યો છે. તેથી અહીં સારૂં વહુતા મનુસ્યા શબ્દનો અર્થ છે– આ સંસારમાં ઘણા લોકો જૂઠ, કપટ કરનારા અને પ્રપંચી હોય છે. હે આત્મન્! ત્યાં તારે જીવવું મુશ્કેલ થઈ જશે.
(૪) ને ય મે કુવલ્લે ન વિરાતોવકાર્ફ :-ઉપસર્ગ પરીષહના કષ્ટો જીવનમાં ક્યારેક આવે છે, તે પણ મર્યાદિત કાલ માટે જ હોય છે, જીંદગીભર રહેતા નથી. તે સમયે ધીરજ રાખવાથી તે દુઃખ સ્વતઃ સુખમાં પલટાઈ જાય છે. ઉપસર્ગો અને પરીષહોને સમભાવે સહન કરવાથી અનંત કર્મોની નિર્જરા થાય છે અને તેના પરિણામે આત્મા હળુકર્મી થઈ દિવ્ય દેવગતિ અથવા મોક્ષગતિમાં શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. મોક્ષપ્રદાયી અત્યંત દુર્લભ એવા સંયમ જીવનને, અલ્પકાલીન કષ્ટોથી ગભરાઈને છોડી દેવાથી તો કર્મોની અને દુઃખની પરંપરા વધે છે. આ રીતે સંયમ છોડવાથી શાંતિ કે સુખ મળતા નથી.
(૫) ઓમનળપુરવારે :– સંયમના પ્રભાવે રાજા, મહારાજા, ધનાઢ્ય વગેરે કેટલાય લોકો સાધુનો સત્કાર સન્માન કરે, ભક્તિ ભાવપૂર્વક ચરણોમાં મસ્તક નમાવી વંદના નમસ્કાર અને ગુણગ્રામ કરે અને સાધુને પોતાના ઘરે કે ગામમાં આવ્યા જોઈને ખુશ ખુશ થઈ જાય છે. પરંતુ ગૃહવાસમાં જવાથી તો હલકાથી હલકા(સામાન્ય) લોકોની પણ ખુશામત, સેવા વગેરે કરવા પડે છે તેમજ તે લોકોના અસહ્ય વચનોને પણ સહન કરવા પડે છે.
(૬) વંતસ્ય ય પડિબાયળ ઃ— જે ગૃહસ્થ જીવનનો અને સંસારના સુખ ભોગોનો હું ત્યાગ કરી ચૂક્યો છું તે ગૃહવાસનું કે ત્યાંના સુખોનું ફરી આસેવન કરવું, તે શ્રેષ્ઠ પુરુષનું કાર્ય નથી. વમન કરેલી વસ્તુનું પુનર્ભક્ષણ તો નિમ્ન દરજ્જાના પ્રાણી કૂતરા વગેરે પશુ જ કરે છે. હું તો માનવ જ નહીં પરંતુ સંયમનો સ્વીકાર કરીને મહામાનવ કે શ્રેષ્ઠ માનવ બન્યો છું. હવે મારે સંયમ છોડી સંસારમાં જવું કોઈ પણ રીતે ઉચિત નથી. (૭) અહરાવાસોવસંપા :– ખરેખર સંયમી જીવનનો ત્યાગ કરવો, તે નીચ ગતિમાં જઈ વસવા જેવું છે. તેમજ ગૃહસ્થ જીવનની પાપમય દિનચર્યા અને વિષયાસક્તિમય જીવન કર્મબંધ અને દુર્ગતિના આવાસને જ નિમંત્રણ આપવા સમાન છે.
(૮) પુત્ત્તત્તે વસ્તુ ભો ! શિદ્દીનેં ધર્મો :– સાધુજીવન છોડીને ગૃહસ્થાવાસમાં ગયા પછી તેની સ્થિતિ ધોબીના કૂતરા જેવી થઈ જાય છે. તે ઘરનો કે ઘાટનો ક્યાંયનો રહેતો નથી. ગૃહસ્થ જીવનના નહીં અનુભવેલા કેટલાય પ્રપંચમય પ્રસંગોમાં ધર્મનું આચરણ કરવું બહુ દુષ્કર થઈ જાય છે. ગૃહસ્થ જીવનમાં પોતાની શાન માટે, પદ–પ્રતિષ્ઠા માટે માયાકપટનું આચરણ કરવું પડે છે, તેમજ ત્યાં વિવિધ પ્રકારની