________________
ચૂલિકા-૧: રતિવાણા
[૪૭૯ ]
બુદ્ધિવિપરીત થઈ રહી છે. જો હે આત્મવૂિળTM = દુષ્ટ-ભાવોથી આચરેલાડુડતાળ = મિથ્યાત્વ આદિ ભાવોથી ઉપાર્જન કરેલા પુત્ર ઇંડા = પૂર્વકૃત પીવાન સ્મા = પાપકર્મોના ફળને વેચત્તા = ભોગવ્યા પછી જ મોજો છુટકારો થાય છે અને ફત્તા = ભોગવ્યા વિના સ્થિ = છૂટકો નથી તવસા = તપ વડે ફોફતા = ક્ષય કરવાથી સારસ = આ અઢારમું પડ્યું = પદ, બોલ વ = છે = અને હવે ત્થ = આ વિષયકલિતોનો = શ્લોક છે, જે નવ = આ પ્રમાણે છેભાવાર્થ - (૧) હે આત્માનું! ઓહ! આ પાંચમા આરામાં લોકો ઘણી મુશ્કેલીથી જીવન નિર્વાહ કરે છે. (૨) ગૃહસ્થોના કામભોગો(સુખ) તુચ્છ કોટિના અને ક્ષણિક જ હોય છે. (૩) સંસારી મનુષ્યો બહુ કપટવાળા હોય છે. (૪) આ સંયમી જીવનમાં દેખાતું દુઃખ કાંઈ ચિરકાળ ટકવાનું નથી. (૫) ગૃહસ્થાશ્રમમાં નિમ્ન કોટિના મનુષ્યોની પણ ખુશામત કરવી પડે છે. (૬) ગૃહસ્થાશ્રમ સ્વીકારવો તે વમેલી વસ્તુને પુનઃ ગ્રહણ કરવા યોગ્ય છે.
(૭) સંયમ છોડી ગૃહસ્થ જીવનમાં જવું તે અધોગતિ સ્વીકારીને રહેવા સમાન છે. (૮) ઓહ! (હે આત્મ7) ગુહસ્થાશ્રમમાં રહેનારા ગૃહસ્થોને ધર્મ આરાધના કરવી ઘણી કઠણ છે, અતિ દુર્લભ થઈ જાય છે. (૯) ગૃહસ્થ જીવનમાં અનેક રોગાતંક દુઃખદાયી થાય છે. (૧૦) અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો પણ દુઃખદાયી થાય છે. (૧૧) ગૃહવાસ બહુ ક્લેશમય છે, સંયમ પર્યાય ક્લેશ રહિત શાન્તિમય છે. (૧૨) ગૃહવાસ કર્મબંધનું સ્થાન છે, સંયમ પર્યાય કર્મમુક્તિનું સ્થાન છે.
(૧૩) ગૃહસ્થ જીવન પાપમય છે, સંયમીનું જીવન નિષ્પાપ છે. (૧૪) ગૃહસ્થોના સુખ બહુજન વિભાજ્ય છે અર્થાત્ તેમાં ઘણા ભાગીદાર હોય છે. (૧૫) પુણ્ય-પાપ દરેક જીવના પોત-પોતાના જુદા જુદા હોય છે. (૧૬) માનવનું જીવન ખરેખર તૃણની અણી પર લટકતા જલબિન્દુની જેવું ક્ષણિક છે. (૧૭) ઓહ! મેં પૂર્વ જન્મમાં ઘણા જ પાપકર્મ કર્યા છે. (૧૮) હે આત્મન્ ! ખરેખર પૂર્વભવે દુષ્ટ આચરણ અને ખોટા પરાક્રમ દ્વારા ઉપાર્જિત કરેલાં પાપકર્મોને ભોગવી લેવાથી જ છુટકારો થશે; તે કર્મોને ભોગવ્યા વિના છુટકારો થવાનો નથી. હા ! તપસ્યા દ્વારા તે કર્મોનો ક્ષય કરી શકાય છે.
આ અઢારે સ્થાન પૂર્ણ થયા, હવે આ જ વિષયને સ્પષ્ટ કરતી ગાથાઓ છેવિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પૂર્વસૂત્રમાં નિર્દિષ્ટ ચિંતનય, મનનીય, વિચારણીય અઢાર સ્થાનોનું એકી સાથે નિરૂપણ છે. (૧) કુલ્સનાડુનીવી – આ દુષમકાળ એટલે પાંચમા આરામાં પ્રાયઃ ભારે કર્મી જીવો જ હોય છે. તેઓ ઘણી જ મુશ્કેલીથી આજીવિકા ચલાવે છે. જેની પાસે પુણ્યના અભાવે ગૃહસ્થ યોગ્ય પુષ્કળ સામગ્રી હોતી નથી. તેઓ ગૃહસ્થનાસમાં વિટંબણાં જ ભોગવતા હોય છે અને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરે છે. આ રીતે ગૃહસ્થ જીવન ઘણું જ દુઃખદાયી છે. (૨) દુIT ફરિયા - ગૃહસ્થોના સાંસરિક સુખો તુચ્છ અને ક્ષણિક હોય છે. સાધકને જો