________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થ:- જે મુનિ લોલુપતાથી રહિત છે, રસોમાં ગૃદ્ધ નથી, અનેક ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા લેતા ગોચરી કરે છે અથવા સામાન્ય આહાર ગ્રહણ કરે છે, પરંતુ અસંયમી જીવનની આકાંક્ષા ક્યારે ય કરતાં નથી; ટાઠમાઠ, ઋદ્ધિ, સત્કાર-સન્માન અને પૂજા પ્રતિષ્ઠાનો ત્યાગ કરે અર્થાત્ તેની આકાંક્ષા કરે નહીં પોતાના આત્મભાવમાં સંયમમાં સ્થિર રહે છે. તે સિવાય કોઈ પણ પદાર્થમાં સ્નેહ–રાગભાવ કરે નહિ; તે શ્રેષ્ઠ સાધુ છે.
વિવેચન :
૪૬૪
પ્રસ્તુત બે ગાથાઓમાં ઉપકરણ, આહાર અને યશ-કીર્તિમાં અનાસક્ત રહેનાર મુનિને શ્રેષ્ઠ સાધુ દર્શાવતાં તેની બાહ્ય અને આત્યંતર બંને પ્રકારની અપરિગ્રહિતાની પુષ્ટી કરી છે.
ગાથા ૧૭માં ઉપકરણ સંબંધી અનાસક્તિનું નિરૂપણ છે અને ગાથા ૧૭માં આહાર વગેરે સંબંધી નિરૂપણ છે.
વદિમ્મિ અમુદ્િ અશિ≠ :– સંયમ અને શરીરના નિર્વાહ માટે મુનિ શાસ્ત્રાજ્ઞા અનુસાર અને ગચ્છની પરંપરાનુસાર ઉપકરણ ગ્રહણ કરે અને તેને ધારણ કરે. તેનાથી અતિરિક્ત કોઈપણ વસ્તુ સાધુને ઇચ્છા થવા માત્રથી કે દાતાના આગ્રહ માત્રથી લેવી કે રાખવી યોગ્ય નથી. શાસ્ત્રાજ્ઞા યા ગુરુ આજ્ઞા વિનાની વસ્તુ લેવી અને રાખવી તે ઉપકરણ સંબંધી મૂર્છા કહેવાય છે. તે ઉપરાંત આજ્ઞાથી લેવાતાં ઉપકરણોમાં મૂર્છાના ભાવો ન થઈ જાય તે માટે ગાથાના બીજા ચરણમાં બે વિશેષણ આપ્યા છે કે
(૧) મુનિ ઉપકરણની ગવેષણા પણ, તેના માટે પૂર્વ તૈયારી ન હોય તેવા ઘરોથી કરે અને એક જ ઘરેથી સર્વ આવશ્યક ઉપકરણ ન લેતા જુદા જુદા ઘરેથી લે, તે મળ્વય ૐૐ નો આશય છે.
(૨) જે ઉપકરણો મુનિને ગ્રહણ કરવા છે, તેમાં સારા, કિંમતી, આકર્ષક વગેરે કોઈપણ પ્રકારના ઉપકરણ દાતા આપે તો પણ ન લે પરંતુ મુનિ સામાન્યથી સામાન્ય કે જેનાથી સંયમ અને શરીરનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ જાય, તેવા ઉપકરણ લે; ત્યાં મનની ઇચ્છાને મુખ્યતા ન આપે; આ પુષિપુર્ નો આશય છે. પુલ નો અર્થ છે નિસ્સાર અને પુત્તપિપ્પુત નો અર્થ છે નિસ્સારથી નિસ્સાર, હલકાથી હલકો, સામાન્યથી સામાન્ય.
આ પ્રમાણે આગમ આશાનો વિવેક રાખનાર શ્રમણ ઉપકરણ સંબંધમાં અમૃતિ, અશુદ્ધ કહેવાય છે. મૂર્છા, વૃદ્ધિ એકાર્થક જેવા દેખાતા શબ્દોમાં અર્થ ભિન્નતા પણ હોય છે. આગમમાં આ પ્રકારના ચાર ચાર શબ્દોનો એકીસાથે પ્રયોગ મળે છે મુઘ્ધિ, શિદ્ધે, નહિ૫, અન્ગ્રોવવો. તેના અર્થ માટે જુઓ [સ્થાનાંગ સૂત્ર- ૪/૩/૪૯ ]
-
ય વિજ્ય સિિહઓ વિરણ :- પદાર્થો—ઉપકરણોની ક્રય–વિક્રય કે સંગ્રહ કરવાની પ્રવૃત્તિ આસક્તિ કે વૃદ્ધિના કારણોમાં નિમિત્તભૂત થાય છે. માટે ગાથાના ઉત્તરાર્ધમાં ખરીદવાની પ્રવૃત્તિ ન કરનાર, સંગ્રહ વૃત્તિ ન કરનાર અર્થાત્ તે સર્વ પ્રવૃત્તિઓથી વિરત રહેનારને શ્રેષ્ઠ શ્રમણ કક્ષા છે.