________________
અધ્ય.-૧૦: સ ભિક્ષ.
| ૪૬૫ ]
પ્રશ્નવ્યાકરણ વગેરે અનેક શાસ્ત્રો(ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચારાંગ, સૂયગડાંગ, ભગવતી આદિશાસ્ત્રો)માં સાધુને ક્રય- વિક્રય અને સંગ્રહ પ્રવૃત્તિનો સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે. સંગ્રહ વૃત્તિ આ આસક્તિનું નિમિત્ત કારણ છે છતાં ય તેના કરતાં તે આસક્તિનું ખાસ પરિણામ પણ છે. કોઈ પણ વસ્તુ ઉપર જ્યારે આસક્તિ વધે ત્યારે આ વસ્તુ ક્યારે, ક્યાં મળશે" એવા અધ્યવસાયોથી તે વસ્તુનો સંગ્રહ કરવાના ભાવ જાગૃત થાય છે. સવ્વસાવા :- ગાથામાં દર્શાવેલ સમસ્ત વિષયના પદ દ્વારા ઉપસંહાર રૂ૫ કથન છે કે જે મુનિ આ રીતે ઉપરોક્ત (ગાથાના ત્રણ ચરણમાં ઉક્ત) સર્વ વિવેક રાખીને સમસ્ત સંગો = આસક્તિઓ, પરિગ્રહો કે કર્મબંધોથી દૂર રહે છે; તે શ્રેષ્ઠ સાધુ છે. આ રીતે ઉપકરણ સંબંધી મૂચ્છનો અને તેના સંબંધી ક્રય-વિક્રય કે સંગ્રહ વૃત્તિનો ત્યાગ કરે. મનોજ બિહૂ રહે જિ લઈ વરે.... - સોળમી ગાથામાં ૩૪ પદ ઉપકરણ માટે છે અને સત્તરમી ગાથામાં આ શબ્દપ્રયોગ આહાર માટે છે. આહારની અનાસક્તિ વગેરે વિષયનું વિશ્લેષણ અધ્ય. ૮, ગાથા-ર૩ અને અધ્ય. ૯૩/૪માં છે. તે શબ્દ બહુવચન પ્રયોગ હોવાથી અન્ય શબ્દ, રૂપ વગેરેની આસક્તિનો નિષેધ પણ અહીં સમજી લેવો જોઈએ. ગીરવયં નામ :- જીવનની આકાંક્ષા તો દરેક પ્રાણીને હોય જ છે પરંતુ અહીં તેનો નિષેધ અસંયમ જીવન કે દોષયુક્ત સંયમ જીવનની અપેક્ષાએ છે અર્થાત્ શ્રેષ્ઠ શ્રમણ ક્યારે ય સંયમ જીવનમાં દોષ લગાડીને જીવવા ઈચ્છે નહીં. અન્ય અપેક્ષાએ જીવનનો આધાર આહાર છે, તેથી તેને પણ જીવન કહેવાય છે, તે અપેક્ષાએ અર્થ થાય છે કે-૩૪ વરે વિયં ગામશરણે = મુનિ ૩૪ = તુચ્છ–સામાન્ય આહાર કરે પરંતુ સદોષ આહારની ઈચ્છા ક્યારે ય કરે નહીં.
છું ર સવરણ પૂય ર ર – શુદ્ધ સંયમનું પાલન કરતાં જો સાધુનું માન-સન્માન, લોકોનું આવાગમન અને પૂજા પ્રતિષ્ઠા વધે તો સાધુ તેની ક્યારે ય ચાહના ન કરે અને મનમાં તેની ખુશી પણ ન કરે કે– મારો આટલો બધો પ્રભાવ છે કે આવી મારી અદ્ધિ છે. સૂયગડાંગ સૂત્રમાં સાધુને આ વિષયમાં સાવધાન કરતાં શિક્ષા આપી છે. તે ગાથા આ પ્રમાણે છે
અમદા સિવ(કીચડ) નાળિય, નાવિ વ વવા પૂયા રૂ I
सुहुमे सल्ले दुरुद्धरे, विउमंता पयहेज्ज संथवं ॥ અર્થ– હે વિદ્વાન મુનિ ! આ લોકમાં જે કંઈ વંદના, પૂજા થાય છે તેને તું મહાન કીચડ સમજીને ચાલજે. કારણ કે આ પૂજા પ્રતિષ્ઠા, માન સન્માન વગેરે અત્યંત સૂક્ષ્મ(તીક્ષ્ણ) કાંટા છે અને તેનો નિકાલ કરવો પણ બહુજ મુશ્કેલ છે. માટે ધ્યાન રાખજે કે એ સૂક્ષ્મ શલ્ય ક્યાં ય ખૂંચી જાય નહીં.
જો સંયમ પાલન કરતાં ઋદ્ધિ = ઠાઠમાઠ, સત્કાર = માન-સન્માન, પૂજા = પ્રતિષ્ઠા, આદેય વચન વગેરે ન મળે તો મુનિ તેની ચાહના ન કરે, મનથી તેને છોડી દે. દિવાખા :- આત્મામાં સ્થિત રહેવાનો મતલબ છે- આત્મ ભાવમાં, સંયમ ભાવમાં, જ્ઞાન દર્શન