________________
૪૬૦
શ્રી દશવૈકાલિક સૂત્ર
વિભુષા વગેરે શારીરિક પરિકર્મનો જેણે પરિત્યાગ કરી દીધો છે તે. જે ભિક્ષ વારંવાર દેહનો વ્યુત્સર્ગ કરનાર હોય છે અર્થાત્ ઉપસર્ગ સહન કરવા માટે જે કાયોત્સર્ગ અભિગ્રહ કરતાં રહે છે; તે શ્રેષ્ઠ શ્રમણ કહેવાય છે. પુદવી સને મુળ વેજ્ઞા – જેમ પૃથ્વી જગતના લોકોના સમસ્ત વ્યવહારોને ખમે છે. તેમજ મુનિએ પણ આક્રોશ વચન, માર–પીટ વગેરેને ક્ષમાભાવથી સહન કરવા જોઈએ.
| મુનિ પૃથ્વી સમાન નિર્વિકલ્પ(સંકલ્પ રહિત) રહે. સહનશીલતા માટે પૃથ્વીનો દષ્ટાંત ઉત્કૃષ્ટ કોટિનો ગણાય છે. કારણ કે પૃથ્વી પર વિવિધ પ્રકારના કાર્યો થાય તો પણ તે તેનો કોઈ પ્રતિકાર કે પ્રતિભાવ પ્રદર્શિત કરતી નથી; સર્વનો સ્વીકાર કરે છે. તે જ રીતે સાધુ પણ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં કોઈ પ્રકારના સંકલ્પ-વિકલ્પ કે રાગ-દ્વેષ કર્યા વિના સમભાવથી સહન કરે. એનાર્ય મુનિ, નંદક ઋષિ વગેરે તેના જ્વલંત ઉદાહરણ છે, તેવા સહનશીલ સાધુને શ્રેષ્ઠ શ્રમણ કહેવાય છે.
ળિયાને અ ડદને - તપ-સંયમના ફળ સ્વરૂપે ઇહલૌકિક કે પારલૌકિક ફળની કામના ન કરવાને અનિદાન કહે છે. આ જૈન સાહિત્યનો પારિભાષિક શબ્દ છે. અહીં તેનો અર્થ છે કે સાધક કષ્ટો આપનારનો પ્રતિકાર કે વિરોધ ન કરે અને તે કષ્ટો પ્રતિ કે કષ્ટ આપનાર પ્રત્યે કોઈ આશ્ચર્ય કે કુતૂહલ વૃત્તિ પણ ન કરે તે શ્રેષ્ઠ મુનિ કહેવાય છે.
મુથ alખ:- શરીર દ્વારા પરીષહોને જીતીને. પરીષહો આવે ત્યારે મુનિ મનથી આર્તધ્યાન ન કરે અને વાણી દ્વારા દીનવચન ન બોલે. તેમજ કાયા દ્વારા પરીષહોનો પરાભવ કરી પરીષહ વિજયી બને છે. ઘણા પરીષહો પ્રાયઃ કાયા દ્વારા સહન કરવા યોગ્ય હોય છે તેથી સૂત્રકારે કાયાની મુખ્યતાથી વાપ શબ્દ પ્રયોગ કર્યો છે.
પરીવાડું:- સંયમ માર્ગમાં ઉત્પન્ન થતી અનુકૂળ અને પ્રતિકુળ સ્થિતિઓને પરીષહ કહેવાય છે. તેને મુનિ સહજ ભાવે સ્વીકારી સહન કરે છે. તે ક્ષુધા આદિ બાવીસ પરીષહ છે. તેને સહન કરવાથી મુનિ કર્મોની નિર્જરા કરે છે.
બાપા - અહીં જન્મ-મરણ માટે એક જતિપથ શબ્દનો પ્રયોગ છે. તેનો અર્થ થાય છે– જન્મ મરણનો માર્ગ એટલે ભવભ્રમણનું સ્થાન = સંસાર; પરીષહવિજેતા મુનિ ભવ ભ્રમણના સ્થાનરૂપ સંસારથી પોતાના આત્માનો ઉદ્ધાર કરી લે છે. તવે રણ સમાપ:- અહીં ૫ણ શબ્દ દેહલી દીપક ન્યાયથી તપ અને શ્રમણ્ય બંને શબ્દો સાથે સંયુક્ત થાય છે અર્થાતુ મુનિ તપ અને સંયમમાં લીન બને, તલ્લીન થઈ જાય; તે શ્રેષ્ઠ શ્રમણ છે.
ચતના પ્રધાન ગુણોથી સમૃદ્ધ શ્રેષ્ઠ સાધુ :
हत्थसंजए पायसंजए, वायसंजए संजइंदिए । अज्झप्परए सुसमाहियप्पा, सुत्तत्थं च वियाणइ जे स भिक्खू ॥
१५