________________
અધ્ય.-૧૦ : સ ભિક્ષુ
છાયાનુવાદ : હસ્તસંવતઃ પાવસંવતઃ, વાૠયતઃ સંયતેન્દ્રિયઃ ।
अध्यात्मरतः सुसमाहितात्मा, सूत्रार्थं च विजानाति यः स भिक्षुः ॥ શબ્દાર્થ:- હૃત્યસંગQ = હાથ સંયત છે વાયસંગQ = પાદ સંયત છે વાયસંગQ = વચન સંયત છે સંગવિક્ = ઇન્દ્રિયો સંયત છે અાવ્પરણ્ = અધ્યાત્મમાં રત છે સુક્ષમાહિયા - ગુણોમાં દઢતા હોવાથી સુસમાહિતાત્મા છે પુત્તસ્થં = સૂત્રાર્થને યથાર્થ રૂપથી વિયાગર્= જાણે છે.
૪૬૧
ભાવાર્થ:- જે સૂત્ર તથા તેના રહસ્ય જાણીને હાથ, પગ, વાણી અને ઇન્દ્રિયોનો યથાર્થ સંયમ રાખે છે, જે અધ્યાત્મ રસમાં જ મસ્ત રહે છે અને પોતાના આત્માને શ્રેષ્ઠ સમાધિ ભાવોમાં રાખે; તે શ્રેષ્ઠ સાધુ છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં મુનિ માટે હાથ-પગ વગેરે સર્વ શરીર સાધનોને(અંગોપાંગોને) યત્નાપૂર્વક રાખવાની પ્રેરણા કરી, શ્રેષ્ઠ શિષ્ટાચાર શીખવ્યો છે અને તેમ કરનાર શ્રમણોને શ્રેષ્ઠ સાધુ કહ્યા છે.
ચોથા અધ્યયનમાં ચાલવું, ઊભા રહેવું, બેસવું, સૂવું, ખાવું અને બોલવું આ છ એ પ્રવૃત્તિને સાવધાનીથી, જયણાથી કરવાનું વિધાન છે, તે સંપૂર્ણ કાય પ્રવૃત્તિ પ્રધાન જયણા વિધાન છે અને અહીં શરીરાવયવ રૂપ સાધનને યતનાપૂર્વક પ્રવર્તાવવાનું વિધાન છે.
संज :– સંયત = સમ્યગ્+યત્ન = પૂર્ણ જયણાએ. યોગોની પ્રવૃત્તિઓ મુનિ અત્યંત સાવધાની પૂર્વક કરે. સંયમ ગ્રહણ કરનાર મુનિને સંયત કહેવાય છે; તેને માટે આ ગાથામાં ચાર શબ્દો વડે સંપૂર્ણ શરીરાવયવોની યતના દર્શાવી છે. મુનિ તે સર્વ યતનાનું સમ્યક્ પાલન કરે, ત્યારે જ તેનું સંવત એ નામ સાર્થક થાય છે.
हत्थ संज ઃ– ગમનાગમન, સૂવું, બેસવું, ઊભા રહેવું, પ્રવચન, વાર્તાલાપ વગેરે કોઈપણ ક્રિયા કરવાના સમયે હાથનું હલનચલન થાય છે. સાધક હાથનું આ સંચાલન પૂર્ણ વિવેકપૂર્વક, સાવધાનીપૂર્વક કરે. સાધુ ગમનાગમન કે શયન વગેરે સમયે હાથનું સ્થાનાંતર દિવસે જોઈને, રાત્રે પોંજીને કરે. પ્રવચનાદિ સમયે મુનિ હાથનું સંચાલન, વાયુકાયની હિંસા થાય કે ગુર્વાદિકની આશાતના થાય, તેમ તીવ્ર ગતિએ અવિવેકથી ન કરે.
પાયસંગÇ :– હાથની જેમ પગનું સંચાલન પણ મુનિ જ્યારે જરૂર હોય ત્યારે વિવેક પૂર્વક કરે. તેમાં પણ વાયુકાયની વિરાધના તથા ત્રસ જીવોની વિરાધના ન થાય અને સામે વાળી વ્યક્તિની તેમજ ગુર્વાદિકની આશાતના ન થાય તેમ જોવા મૂંજવાનો વિવેક વગેરે સંપૂર્ણ કથન સમજી લેવું જોઈએ.
વાયસંગÇ :– મુનિ બોલવારૂપ વાચિક પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરે. વાયુકાયની વિરાધનાથી બચવા માટે મુનિ મુખ પર મુખવસ્ત્રિકા બાંધી જ રાખે છે, તેમ છતાં ભોજનાદિ સમયે મુખવસ્ત્રિકા બાંધેલી ન હોય ત્યારે બોલવામાં પૂર્ણ વિવેક રાખવો જોઈએ, ઉઘાડે મોઢે બોલવું નહીં. મુખવસ્ત્રિકા હોય તો પણ અનાવશ્યક