________________
અધ્ય.-૧૦: સ ભિક્ષ
[૪૫૯]
મહાભયના સ્થાન છે, તેમ જાણીને સંયમ અને તપમાં તલ્લીન બની, પોતાના આત્માને જાતિ પથમાંથી (સંસાર ભ્રમણથી) ઉગારી લે છે; તે શ્રેષ્ઠ સાધુ છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં અતિશય સહનશક્તિ દ્વારા પરીષહ અને ઉપસર્ગોને સહન કરનાર શ્રમણને શ્રેષ્ઠ સાધુ કહ્યા છે.
સાધક જીવનમાં અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઊભી થાય; ઉપસર્ગ અને પરીષહ આવે; વિવિધ વ્રત–નિયમના પાલનમાં કષ્ટ થાય; શબ્દાદિ પાંચે ય ઇન્દ્રિયોના ઇષ્ટ–અનિષ્ટ વિષયોનો સંયોગ થાય તે પ્રત્યેક પરિસ્થિતિમાં સાધુએ પ્રતિકાર કર્યા વિના તેમજ રાગ-દ્વેષ કર્યા વિના, પ્રસન્નભાવ રાખવાનો હોય છે. આવા પ્રસંગોમાં સહનશીલતા તે જ સાધુતાની કસોટી છે, તે કસોટી જ સાધકને જન્મ-મરણથી શીધ્ર મુક્ત કરાવનાર નીવડે છે.
નામ :- ગ્રામ શબ્દ ઇન્દ્રિય સમૂહ માટે રૂઢ છે. તેથી ગ્રામકંટકનો અર્થ છે કે- જે ઇન્દ્રિયોને કંટકની સમાન ખટકે છે, ખૂંચે છે, તેને ગ્રામકંટક કહે છે. જે રીતે શરીરમાં ખૂંચેલો કાંટો દુઃખ ઉત્પન્ન કરે છે, તે રીતે બીજા દ્વારા બોલાતા અનિષ્ટ શબ્દાદિ પણ આત્માને કાંટાની સમાન દુઃખદાયી થાય છે. તેથી પ્રતિકૂળ(અમનોજ્ઞ) શબ્દ, સ્પર્શ આદિ વિષયો ગ્રામકંટક કહેવાય છે.
અતોસપહારતqIો – અવરોલ = આક્રોશ–ગાળ દેવી, ખીજાવું, શુદ્રવચન બોલવા, પદાર = ચાબુક આદિથી મારવું, તન્ના = તર્જન કરવું; ભ્રમર ચઢાવી; અંગૂઠો, આંગળી કે વેત વગેરે દેખાડીને ખીજાવું અથવા તેનાથી મારવું; આ સર્વાવટા ના ઉદાહરણો છે. તેથી સંલગ્ન રૂપે ગાથાના પૂર્વાર્ધનો અર્થ આ પ્રમાણે થાય કે જે સાધુ આક્રોશ, પ્રહાર અને તાડના તર્જના રૂ૫ ગ્રામકંટકોને, ઇન્દ્રિય માટેના પ્રતિકૂળ સંયોગોને સહન કરે.
બઇ એરવ સ
:- ભય ભૈરવ શબ્દ = અત્યન્ત ભય ઉત્પન્ન કરનાર શબ્દો. સંપ્રહાસ = વિતાલ વગેરેના અટ્ટહાસ્ય. સંપૂર્ણ વાક્યનો અર્થ થાય કે અત્યંત રૌદ્ર, ભયજનક અટ્ટહાસ્ય સહિતના શબ્દ.
ડિમે વિશ્વથામાને - કર્મોની મહાન નિર્જરા કરવા માટે મુનિ સ્મશાન વગેરે વિકટ, નિર્જન અને ઉપદ્રવ યુક્ત સ્થાનોમાં જાય છે અને ત્યાં નિયત સમયની પ્રતિજ્ઞા સાથે કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિત થાય છે. ત્યાં મનુષ્ય, દેવ કે પશુ સંબંધી જે કષ્ટ આપત્તિઓ આવે તેને વીરતાપૂર્વક સહન કરે છે. તેવા મુનિઓને આ ગાથામાં શ્રેષ્ઠ સાધુ કહ્યા છે.
અસ વોસદુ વતદે = વોસ૬ = વ્યુત્સર્ગ અને વર = ત્યાગ કર્યો હોય. વ્યુત્સર્ગ અને ત્યાગ અને સમાનાર્થક હોવા છતાં પણ અહીં તે વિશેષ અર્થમાં પ્રયુક્ત છે. (૧) વ્યુત્કૃષ્ટ કાય = અભિગ્રહ અને પ્રતિમા સ્વીકાર કરીને જેણે શારીરિક ક્રિયાનો ત્યાગ કરી દીધો છે તે (૨) ત્યક્ત દેહ = મર્દન, સ્નાન,