________________
( ૪૫૬
શ્રી દશવૈકાલિક સત્ર
१०
મોરવા સાથ :- આ કથન સાધુના અપ્રમત્ત જીવનને પ્રગટ કરે છે. તાત્પર્ય એ છે કે સાધુ અત્યંત જરૂરી અને મર્યાદિત આહાર કરે. તે પ્રમાણે આહાર કરવાથી પ્રમાદ ન આવે અને આહારથી નિવૃત્ત થતાં જ તે જ્ઞાન ધ્યાનમાં લીન બની જાય છે. ક્લેશ કષાય વગેરેના ત્યાગી શ્રેષ્ઠ ભિક્ષુ -
ण य वुग्गहियं कहं कहेज्जा, ण य कुप्पे णिहुईदिए पसंते ।
संजमे धुवजोगजुत्ते, उवसंते अविहेडए जे स भिक्खू ॥ છાયાનુવાદઃ ર ર વૈહિ વથ થા, ન જ લુચ્ચત્ નિવૃઃિ પ્રશાન્તઃ |
संयमे ध्रुवं योगेन युक्तः, उपशान्तोऽविहेठको यः स भिक्षुः ॥ શબ્દાર્થ - કુદિયં = કલેશ ઉત્પન્ન કરનારી વર = કથા વા ય વરિષ્ના = કદાપિ કરે નહિ જ ય જુવે = કોઈ ઉપર ક્રોધ કરે નહીં કે ક્યારે ય ક્રોધ કરે નહિfબદુલિપ = પોતાની ઇન્દ્રિયોને ચંચલ થવાદે નહિ પરંતે = તેમજ સદા પ્રશાંત રહે સંગને યુવાનોનુજે = સંયમમાં ત્રણે ય યોગને દઢતાપૂર્વક જોડે ૩વસંતે = ઉપશાંત રહે અર્થાત્ કષ્ટદાયક પરિસ્થિતિમાં આકુળવ્યાકુળ ન થાય
વિહેડા = ઉચિત કાર્યનો અનાદર કરે નહિ, અન્યનો તિરસ્કાર કરે નહીં. ભાવાર્થ:- જે મુનિ ક્લેશ કંકાશ થાય તેવી કથા ન કહે; નિમિત્ત મળવા છતાં કોઈપર કોપ ન કરે; ઈન્દ્રિયોને નિશ્ચલ રાખે; મન શાંત રાખે; સંયમ યોગમાં સતત સ્થિર ભાવે જોડાયેલો રહે તથા ઉપશાંત રહી કોઈનો પણ તિરસ્કાર કરે નહીં; તે શ્રેષ્ઠ સાધુ છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં શાંત ભાવોને પુષ્ટ કરનાર શ્રમણને શ્રેષ્ઠ સાધુ કહ્યા છે.
સંયમી જીવનમાં બાધક બને તેવી કથા-વાર્તાને વિકથા કહે છે. વિકથા કરનાર સાધુ સંયમી જીવનના અન્ય આવશ્યક કાર્યો કરી શકતો નથી, તેની ઇન્દ્રિય અને મન ચંચળ બની જાય છે, વિકથાના પાત્રો પ્રત્યે રાગ-દ્વેષ અને વૈર-વિરોધના ભાવ જાગૃત થાય છે અને તેથી તે કષાયોને ઉપશાંત કરી શકતો નથી. આ રીતે વિકથા અનેક દુર્ગણોનું પોષણ કરે છે અને વિકથાનો ત્યાગ સદ્ગુણોના પ્રગટીકરણમાં નિમિત્ત બને છે. તેથી સાધુએ વિકથાનો ત્યાગ કરવો જોઈએ.
કુરિયં વ = વિગ્રહ = કલહ, યુદ્ધ, વિવાદ. (૧) જે કથા-વાર્તાથી વિગ્રહ ઉત્પન્ન થાય તેને વૈગ્રહિક કથા કહે છે. (૨) અમુક રાજા, દેશ કે કોઈ વ્યક્તિ સારી કે ખરાબ છે; આ પ્રકારનું કથન કરવું તે વૈગ્રહિતી કથા છે. કોઈપણ વ્યક્તિના વિષયમાં પ્રત્યેકનો અભિપ્રાય જુદો હોય છે. તેનું કથન કરતાં અન્ય વ્યક્તિ તેનો વિરોધ કરે અને વિવાદ વધી જાય છે. આ શબ્દોનો સીધો અને સરળ અર્થ છે 'કલહ